ભાવનગરઃ ભાવનગરમાં એક એવું તબીબ દંપતિ છે જેને 8 માસની દીકરી છે અને બંને સરકારી તબીબ છે. પણ પોતાની દીકરી અને પરિવારની સાથે તેમનો પહેલો પરિવાર સમાજ છે. હા ભાવનગરના તબીબ દંપતિ 8 માસની દીકરીને વૃદ્ધ માતાપિતા પાસે મૂકીને સવારે જાય છે અને સાંજે આવે છે. પતિપત્નીના ફરજના સ્થળ કન્ટેન્ટમેન્ટ ઝોન એટલે કે પોઝિટિવ દર્દીવાળા છે પણ આ દંપતિ માબાપ અને 8 માસની દીકરી કરતાં પહેલાં પોતાના સમાજને પ્રાધાન્ય આપી રહ્યાં છે. વધુ જાણીએ આ કોરોના વોરિયર્સ દંપતિ વિશે.
કોરોના વોરિયર્સ તબીબ દંપતિની પ્રેરક વાત, 8 માસની દીકરીને અળગી કરી નીભાવે છે ફરજ - Bhavnagar Corona
ભાવનગરનું ડોકટર દંપતિ પોતાની આઠ માસની દીકરીને સવારથીસાંજ ઘેર વૃદ્ધ માતાપિતાને સોંપીને સમાજની સેવામાં પહોંચી જાય છે.તબીબ દંપતીની ફરજનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન છે છતાં ડર રાખ્યા વગર અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર બંને ફરજ નિભાવી રહ્યાં છે. વૃદ્ધ માતાપિતા નાની બીમારી હોવા છતાં દીકરાની દીકરીને સાચવે છે . આ પરિવાર અને કોરોના વોરિયર્સ દંપતિને ઇટીવી ભારતના સલામ છે.