ETV Bharat / city

Corona Death In Bhavnagar: મૃતકોના આંકડાઓ છૂપાવનારા અધિકારીઓને કોંગ્રેસે ચેતવ્યા, કહ્યું- આજે તેમની સરકાર છે, કાલ અમારી સરકાર હશે - ગુજરાતમાં રસીકરણ

કોરોનામાં મૃતકોના આંકડા (Corona Death In Jamnagar) છૂપાવવા બાબતે ભાવનગરના કોંગ્રેસના MLA (Congress MLA Bhavnagar) કનુભાઈ બારૈયાએ અધિકારીઓને પણ આડેહાથ લેતા કહ્યું હતું કે, સત્યની સાથે રહેજો. આજે તેમની સરકાર છે, કાલ અમારી સરકાર હશે.

Corona Death In Bhavnagar: મૃતકોના આંકડાઓ છૂપાવનારા અધિકારીઓને કોંગ્રેસ MLAએ ચેતવ્યા, કહ્યું- આજે તેમની સરકાર છે, કાલ અમારી સરકાર હશે

author img

By

Published : Jan 21, 2022, 6:34 PM IST

Updated : Jan 21, 2022, 8:45 PM IST

ભાવનગર: શહેરમાં ભાજપ અને કોંગ્રેસે આગામી વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022)ના પગલે તૈયારીઓ આદરી દીધી છે. કોંગ્રેસે આગામી ચૂંટણીમાં એક મુદ્દો કોરોના સહાય (Covid ex gratia Gujarat) અને કોરોના મૃતકો (Corona Death In Bhavnagar)નો ઉમેરી લીધો છે અને અધિકારીઓને ચેતવ્યા છે કે, કોરોનાનો આંકડો જે છૂપાવવામાં આવ્યો છે તેમાં ગુનેગાર તો અંતમાં અધિકારીઓ જ થશે. તેથી સત્યની સાથે રહેવા ટકોર પણ કરી દેવામાં આવી છે.

મૃતકોના આંકડા ઓછા, સહાય લેનારા વધુ

ભાવનગર શહેરમાં આજે કોંગ્રેસ દ્વારા પોતાના જિલ્લાના એક માત્ર ધારાસભ્ય (Congress MLA Bhavnagar) કનુભાઈ બારૈયા અન્ય નેતાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. કોંગ્રેસ શહેર પ્રમુખ (Bhavnagar city president Congress) પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોરોનામાં સરકારે સ્વીકાર્યું છે કે આંકડા ઓછા બતાવવામાં આવ્યા અને સહાયનો આંકડો વધી જાય છે એટલે હું અધિકારીઓને એટલું જ કહીશ કે સત્ય હોઈ તેની સાથે રહેજો. આજે તેમની સરકાર છે, કાલ અમારી સરકાર હશે. હું ચીમકી નથી આપતો, પણ અંતે ગુનેગાર તરીકે અધિકારી જ હોઈ છે. ભૂતકાળની ઘટનાઓને જોઈ લ્યો.

કોંગ્રેસ આગામી ચૂંટણીમાં બીજેપીને કોરોના સહાય અને મૃતકોના મુદ્દા પર ભાજપને ઘેરશે.

કોરોનાથી મૃત્યુ 160 જ, 500 લોકોને ચૂકવવામાં આવી સહાય

તેમણે કહ્યું કે, ભાવનગરમાં જોઈ લ્યો, સહાય 500 જેટલા લોકોને આપવામાં આવી અને સરકારી ચોપડે મૃત્યુ 160 જ હતા. કોરોના મૃતકો અને સહાયનો મુદ્દો ચોક્કસ અમારો મુદ્દો આગામી ચૂંટણીમાં હશે. ભાવનગર શહેરમાં ભાજપે વિધાનસભાની તૈયારીઓ આદરી દીધી છે. 502 જેટલા બૂથો પર મિટિંગો શરૂ કરી દેવાઈ છે.

સહાય 500 જેટલા લોકોને આપવામાં આવી અને સરકારી ચોપડે મૃત્યુ 160 જ.

આ પણ વાંચો: Violation of Covid guideline in Bhavnagar : સરકારી કચેરીઓમાં માસ્કના નિયમ કાને ટીંગાડવા જેટલા,પ્રજાને દંડ તો આમનું શું ?

કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે આક્ષેપો કર્યા કરે છે - ભાજપ

ભાજપ શહેર પ્રમુખ (Bhavnagar city president BJP) રાજીવ પંડ્યાએ જણાવ્યું હતું કે, સબકા સાથ સબકા વિકાસ નીચે અમે કામ કરી રહ્યા છીએ અને કેન્દ્ર અને રાજ્ય સરકારે જે રીતે ગામડાના છેવાડા સુધીના લોકોને કોરોનામાં વેક્સિન (Vaccination In Gujarat) આપી છે, શાળાઓમાં બાળકોને વેક્સિન (Vaccination In Schools In Gujarat) આપવામાં આવી છે ત્યારે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે આક્ષેપો કર્યા કરે છે. બાકી પ્રજા યોગ્ય સમયે યોગ્ય જવાબ આપશે.

ભાજપે કહ્યું- કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે આક્ષેપો કર્યા કરે છે.

કોંગ્રેસે અધિકારીઓને ચેતવ્યા

કોંગ્રેસે કોરોના મૃતકોના આંકડાની રમતને પકડીને મુદ્દો બનાવ્યો છે. કોંગ્રેસે તો અધિકારીઓને પણ ચેતવી દીધા છે કે, જો સત્યનો સાથ નહીં આપો તો તમારે સહન કરવાનો સમય આવશે. તો ભાજપ પણ કોરોનાનું હકારાત્મક પાસું એટલે કે આંકડાની રમતને ઢાંકવા માટે વેક્સિનને આગામી ચૂંટણીમાં મુદ્દો બનાવશે અને વિકાસના નામે થયેલા કામોને આગળ ધરીને વોટ માંગવા નીકળશે તે સ્પષ્ટ છે.

આ પણ વાંચો: Corona virus Case In India: ભાવનગર ખાતે ભારતની વૈદિક પદ્ધતિ યજ્ઞ શાળાની માંગ કરાઇ

Last Updated : Jan 21, 2022, 8:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.