- મહાદેવના દર્શન કરી પ્રચાર કર્યો શરૂ
- 52 બેઠક પર 211 ઉમેદવારો કરાયા નક્કી
- જયદીપસિંહ ગોહિલે સાથી ઉમેદવારો સાથે કર્યા મહાદેવના દર્શન
ભાવનગર : કોંગ્રેસ દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના 13 વૉર્ડ પૈકીના વૉર્ડ નંબર 9માં મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ અને તેની પેનલે મહાદેવના દર્શન કરીને પ્રચારનો પ્રારંભ કર્યો છે. વૉર્ડમાં તેમને કરેલા કામો અને ભાજપની નિષ્ફળતાઓને તેમને પ્રજા સમક્ષ મૂકી રહ્યા છે.
જયદીપસિંહ ગોહિલની ટીમે શરૂ કર્યો પ્રચાર
ભાવનગર શહેરમાં મહાનગરપાલિકામાં 52 બેઠક પર ઉમેદવારો 211 નક્કી થઈ ગયા છે. જે બાદ ગુરૂવારથી પ્રચાર પ્રસારના ભાજપ અને કોંગ્રેસે શ્રી ગણેશ કરી દીધા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયદીપસિંહ ગોહિલ અને તેમની ટીમે બોરતળાવ વૉર્ડમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચાર શરૂ કર્યો હતો.
થાપનાથ મહાદેવના કર્યા દર્શન
કોંગ્રેસના પૂર્વ વિરોધપક્ષના નેતા રહેલા કોંગ્રેસના જયદીપસિંહ ગોહિલ અને તેમના સાથી ઉમેદવારોએ બોરતળાવ વૉર્ડમાં આવેલા થાપનાથ મહાદેવના દર્શન કરીને પ્રચારનો પ્રારંભ કર્યો છે. બોરતળાવ વૉર્ડમાં ગત ટર્મમાં કોંગ્રેસની ત્રણ બેઠક હતી, ત્યારે હાલની ચૂંટણીમાં ચારે 4 બેઠક જીતવાનાં પ્રચારમાં લાગી ગયા છે.