ETV Bharat / city

ભાવનગર મનપા મૌખિક બાંહેધરી ભૂલી ગઇ, મનપામાં સમાવેયેલા 5 ગામના આગેવાન સહિત કોંગ્રેસનો મનપા કચેરીએ હલ્લાબોલ - 5 વર્ષનું વેરાબીલ આપતા સ્થાનિક લોકોનો વિરોધ

ભાવનગર મહાનગરપાલિકામાં નવા પાંચ ગામને 2015માં ભેળવી દેવામાં આવ્યા હતા. તે સમયે સ્થાનિક રહેવાસીઓને વેરો ભરવા બાબતે જ્યાં સુધી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી વેરો પંચાયત ધારા પ્રમાણે ઉઘરાવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. છતાં મનપાએ પાંચ વર્ષ બાદ પાંચ વર્ષનો વેરો જીક્યો હતો. આ અંગે વિરોધ કરવા આવેલા ગામના આગેવાન અને કોંગ્રેસ નેતાઓની પોલીસે મનપા બહાર અટકાયત કરી હતી.

Bhavnagar Municipal Corporation
મનપામાં સમાવેયેલા 5 ગામના આગેવાન સહિત કોંગ્રેસનો મનપા કચેરીએ હલ્લાબોલ
author img

By

Published : Aug 20, 2020, 10:27 PM IST

  • ભાવનગર મહાનગરપાલિકા મૌખિક બાંહેધરી ભૂલી ગઇ
  • વર્ષ 2015માં 5 ગામનો સમાવેશ મહાનગરપાલિકામાં કરવામાં આવ્યો હતો
  • મનપાએ કહ્યું હતું કે, જ્યાં સુધી આ ગામમાં સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી પંચાયત ધારા મુજબ વેરો લેવામાં આવશે
  • મનપાએ વિકાસના કામ કર્યા વગર એક સાથે 5 વર્ષનો વેરો જીક્યો
  • સ્થાનિક ગ્રામજનો સહિત કોંગ્રેસનો મનપા કચેરીએ વિરોધ
  • પોલીસે 15 લોકોની કરી અટકાયત
    Bhavnagar Municipal Corporation
    સ્થાનિકો સહિત કોંગી કાર્યકરોનો મનપા કચેરીએ વિરોધ

ભાવનગરઃ પાંચ વર્ષ પહેલા પાંચ ગામનો સમાવેશ ભાવનગર મહાનગર પાલિકામાં કરી લેવામાં આવ્યો હતો. તે સમયે જ્યાં સુધી સુવિધાઓ નહિ મળે ત્યાં સુધી વેરો પંચાયત ધારા મુજબ લેવામાં આવશે તેવી મૌખિક બાંહેધરી આપી હતી. હવે મનપાએ વિકાસના કામો કર્યા વગર પાંચ વર્ષનો વેરો જીકતા સ્થાનિક ગામના લોકો અને કોંગ્રેસ રજૂઆત સાથે વિરોધ કરવા મહાનગરપાલિકાએ પહોંચતા પોલીસે અટકાયત કરી હતી.

ભાવનગર મહાનગર પાલિકાના દ્વારા મનપાનો વિસ્તાર વધારી ભાવનગરના રુવા, તરસમીયા, અકવાડા, સીદસર અને નારી સહિતના ગામોને મનપામાં સમાવેશ કરી દેવામાં આવ્યો હતો. જે તે સમયે સાશકો દ્વારા સ્થાનિકોને મૌખિક બાંહેધરી આપવામાં આવી હતી કે, જ્યાં સુધી મનપા દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ નહીં આપવામાં આવે ત્યાં સુધી તેમને વેરો પંચાયત ધારાથી ચૂકવવાનો રહેશે. ત્યારબાદ હવે એક સાથે પાંચ-પાંચ વર્ષના વેરાના મસમોટા બીલ ફટકારી દેવામાં આવતા હવે પાંચેય ગામના લોકોમાં ભારે વિરોધ જોવા મળ્યો છે.

Bhavnagar Municipal Corporation
પોલીસે કરી અટકાયત

આ પાંચ ગામમાં સુવિધાના નામે મીંડું છે, જ્યારે વેરા બીલ પાંચ વર્ષના આપતા આજે પાંચેય ગામના લોકોએ કોંગ્રેસની આગેવાનીમાં વેરા મુદ્દે વિરોધ પ્રદર્શન માટે ભાવનગર મનપા કચેરી આવી પહોંચ્યા હતા. જ્યાં વિરોધ દર્શાવતા પહેલા પોલીસે ધરપકડ કરી લીધી હતી.

મનપામાં સમાવેયેલા 5 ગામના આગેવાન સહિત કોંગ્રેસનો મનપા કચેરીએ હલ્લાબોલ

જો કે, પોલીસ દ્વારા અગાઉથી જ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગી અગ્રણીઓ અને સ્થાનિકોએ વિરોધના ભાગ મનપા કચેરીનો ઘેરાવો કર્યો હતો, તેમજ થોડા સમય માટે રોડ બંધ કરી દેતા પોલીસ દ્વારા 15 જેટલા આગેવાનોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા સીદસર ગામે પણ થાળી વગાડીને વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે પણ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો અને ગામ લોકો તેમજ પોલીસ વચ્ચે સંતાકૂકડી જેવો માહોલ સર્જાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.