ભાવનગર સમગ્ર દેશમાં મુસ્લિમોની જમાત સાથે સંકળાયેલ વક્ફ કાઉન્સિલના (Rais Khan Pathan Bhavnagar visit) સભ્ય અને ફાઇનાન્સિયલ કમિટીના ચેરમેન રઈસખાન પઠાણ ભાવનગર મુલાકાતે હતા. જ્યાં તેમણે શહેરમાં વક્ફ બોર્ડ હસ્તકની જમીનો અંગે અહેવાલ મેળવી સમગ્ર સ્થિતિનો અભ્યાસ કર્યો હતો. સાથે શહેર જિલ્લા મુસ્લિમ સમાજના અગ્રણીઓ હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી.(Central Waqf Council Members)
વકફ કાઉન્સિલના સભ્ય શું કહ્યું ભાવનગરમાં રઈસખાન પઠાણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકારમાં લઘુમતીઓને જેટલો ન્યાય, સાથ તેમજ સહકાર મળ્યો છે. તેટલો અગાઉ ક્યારેય મળ્યો નથી. કેન્દ્ર સરકારના સહકારથી દરેક રાજ્યમાં વકફ બોર્ડની કચેરીઓ કાર્યરત થઇ છે. આ કચેરીઓ દ્વારા જે તે રાજ્યમાં વકફ બોર્ડની મિલકતો કેટલી છે. કેટલા મદ્રેસાઓ છે. તેના પર કોઇ અનઅધિકૃત દબાણ છે કે નહીં? વગેરે અંગે જાણકારી મેળવવામાં આવી રહી છે. (Central Waqf Council Members Rais Khan)
મુસ્લિમ સમાજ જાગૃત પઠાણે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશની સરકારે આ અંગે હકારાત્મક અભિગમ અપનાવીને આ અંગે એક મહિનામાં આ અંગેની વિગતો આપવા ઓર્ડર કરી દીધો છે. ગુજરાત સરકાર પણ આ અંગે આદેશ કરે તે માટેની તેમણે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, મુસ્લીમ સમાજ હવે જાગૃત થઈ ગયો છે. કોઈની વાતોમાં તે આવી જાય તેમ નથી. વડાપ્રધાન મોદી સૌના સાથ અને સૌના વિશ્વાસના મંત્ર સાથે આગળ વધી રહ્યાં છે. આ સરકારે મુસ્લિમ સમાજને સૌથી વધુ ભાગીદારી આપી છે. અનેક સગવડો અને સુવિધાઓ તેમણે આપી. દેશને એક નવી દિશા આપવાનું કાર્ય કર્યું છે. (Central Waqf Council Members visit to Gujarat)
બંને કોમ વચ્ચે ભાઇચારો ગુજરાત રાજ્યની પ્રશંસા કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં બંને કોમ વચ્ચે ભાઇચારો વઘે, એકતા અને શાંતિ વધે તે માટે સારા પ્રયત્નો થયા છે. આવો ભાઈચારાનો ભાવ સમગ્ર દેશમાં અન્યત્ર જોવા મળ્યો નથી. આ સાથે તેઓ ભાવનગરમાં વિવિધ વકફ બોર્ડની મિલકતો વિશેની જાણકારી મેળવવા સાથે મુસ્લિમ સમાજના નાગરિકોને પણ મળવાના છે. (Central Waqf Council Members visit to Bhavnagar)
ગૌચરની અઢળક જમીનો વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા એક મહિનામાં રાજ્યમાં કેટલા કાયદેસર/બિન કાયદેસર મદ્રેસાઓ છે. તેની તપાસ કરવાના નિર્ણયને આવકારી સને 1949 પહેલાંના ગૌચરની અઢળક જમીનો હતી. પરંતુ હાલમાં તેમાં દબાણ થઈ ગયેલ છે. જેવી રીતે વકફ બોર્ડમાં ન થાય તે માટે તેઓ સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોની મુલાકાત લઇ રહ્યા છે. (Rais Khan Pathan meeting Muslim in Bhavnagar)