- 1443 વર્ષ પહેલાં ઇન્સાનિયત અને ઇસ્લામ બચાવવા આપાઈ હતી શહાદત
- હજરત ઇમામ હુસૈન અને તેમના 72 લોકોએ આપી હતી શહાદત
- અજીદ નામનો બાદશાહે તાબે થવા કહ્યું હતું
- જુગાર, દારૂ, આતંકવાદ સહિતની કુટેવો ધરાવતો હતો બાદશાહ
- મહુવામાં કોરોનાને લઇ નહીં નીકળે માતમિ ઝુલુસ
ભાવનગર: આજથી લગભગ 1443 વર્ષ પહેલાં ઇ.સ 680 માં બાદશાહ અજીદ કે જે ખૂબ ધનવાન હતો અને એમણે ઇમામ હુસૈનના પરિવાર પર ત્રાસ ગુજરવાનું શરૂ કર્યું અને પોતાના તાબે થવા દબાણ કર્યું હતું. જોકે ઇમામ હુસૈન જાણતા હતા કે અજીદ એક જુગારી, શરાબી અને આતંકવાદી પ્રવૃત્તિ ધરાવે છે એટલે કોઇપણ સંજોગોમાં તાબે નહીં થવાય. જો તાબે થઈશું તો હિંસા અને ઇસ્લામ બંને ખતરામાં પડશે. જેથી તેઓને મદીના છોડીને ચાલ્યા જવાની ફરજ પાડવામાં આવી એટલે જ તેઓ મક્કા અને ત્યાંથી ઇરાકના કારબલા નામની જગ્યા પર પહોંચી તંબુઓ નાખ્યાં.
કરબલાના મેદાનમાં બાળકો, મહિલાઓ સહિતનાઓએ વહોરી શહાદત
ઇરાકના કારબલામાં પણ અજિદના લશ્કર દ્વારા યુદ્ધો કરવા માટે ફરજ પાડવામાં આવી અને ઇમામ હુસેનના કાફલાને જમવાનું અને પાણી આપવાનું બંધ કર્યું. જે બાદ દસમી મહોરમના અજીદના લશ્કર દ્વારા હુમલાઓ શરૂ કરવામાં આવ્યા. જેમાં ઇમામ હુસૈન સહિત બોતેર લોકોને શહાદત વ્હોરી હતી. ફક્ત છ મહિનાના બાળક, મહિલાઓ સહિત બોતેર લોકોના સર કલમ થયા. આટલો જુલમ ઓછો હોય એમ ત્યાર બાદ, લાશો ઉપર ઘોડા દોડાવી ઓરતો અને બાળકોના તંબું સળગાવી લૂંટ ફાટ કરી કેદી બનાવી કુફાથી શામ ખુલ્લા ઊંટ પર ફેરવી તમાશો બનાવવામાં આવ્યો હતો. આમ હજરત ઇમામ હુસૈન અજીદના જુલમને પાડવા ઇસ્લામને અજીદના જુલ્મથી બચાવવા અને સત્ય અને અસત્યનો ભેદ ખુલો કરી ઇન્સાન અને ઈન્સાનીયત ને કાયમી વિનાશથી ઉગારી લેવા માટે પોતે અને કુટુંબી જનોની શહાદત વહોરી હતી. જેથી મરી ચુકેલી માનવતા ફરી જાગૃત થઇ અને આજે પણ સમુદ્ર માનવ જાત ઇમામ હુસૈનને યાદ કરી માતમ મનાવે છે.
વિવિધ પ્રકારના 73 તાજીયાઓ છે પડમાં
હવે વાત કરીએ મહુવા શહેરની તો અહીં ઇસ્લામિક તહેવાર હોય કે હિન્દૂ તહેવાર હોય બધા તહેવારો ઑમી એખલાસથી મનાવવામાં આવે છે અને રાજ્યમાં અમદાવાદ, ભાવનગર અને ત્યારબાદ મોટામાં મોટું મહોરમ પર્વ મહુવમાં મનાવવામાં આવે છે. જ્યાં વિવિધ કમિટી દ્વારા 73 આકર્ષક તાજીયા બનાવવામાં આવ્યા છે અને સાથે મંજરે કારબલા પણ બનાવવામાં આવ્યું છે. જોકે સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોરોનાના કહેર વચ્ચે લોકોની ભીડ એકઠી ન કરવી તેવા વિવિધ નિયમો સાથે જે- તે સ્થળ પરજ સોશિયલ ડિસ્ટન્સ સાથે મહોરમ મનાવાશે. આયોજકો દ્વારા પણ આ બાબતની ગંભીર નોંધ લઇને નિયમોનું પાલન કરવા અને કરાવવા મહેનત કરતા જોવા મળ્યા હતા.