કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયા દ્વારા 16 જાન્યુઆરી 2019ના રોજ ગાંધી 150 જયંતિ ઉજવણી દરમિયાન ગાંધી મૂલ્યોના માર્ગે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા 150 ગામોમાંથી પસાર થઈ અને 150 કીમી સુધી યોજવામાં આવી હતી. પદયાત્રાને ગુરૂવારના રોજ એક વર્ષ પૂર્ણ થતા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા દ્વારા તમામ 150 ગામોની મુલાકાત લેવામાં આવી હતી. આ અવસરે પદયાત્રા ઉજવણી સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
તળાજા તાલુકાના મણાર ગામ કે જ્યાંથી પદયાત્રા શરૂ કરવામાં આવી હતી તે સંસ્થાથી શરૂ કરી આ પદયાત્રા સણોસરા લોકભારતી સંસ્થા ખાતે પૂર્ણ થશે. યાત્રાના રૂટ દરમિયાન 150 ગામોના જે લોકોએ પદયાત્રા દરમિયાન સહકાર આપ્યો હતો તે લોકો રસ્તામાં આવતી ઉત્તર બુનિયાદી શિક્ષણ આપતી જુદી જુદી 6 સંસ્થામાં આવશે અને ત્યાં મુલાકાત કરશે.આ સમારોહ દરમિયાન કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મનસુખ માંડવીયા દ્વારા બેલા સંસ્થામાંથી પદયાત્રાના રૂટને ગાંધીકૂચ માર્ગ નામકારણ કરવામાં આવ્યું હતું.