ભાવનગરઃ ભાવનગર શહેર જિલ્લામાં એવરેજ 30 ઉપર દર્દીઓની રોજની રહે છે. ત્યારે આજ 21 જુલાઇના દિવસે 38 કેસ આવતાની સાથે આંકડો એક હજાર પર વટીને 1016 પર પહોંચી ગયો છે. ત્યારે 457 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. 532 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યાં છે. જ્યારે મૃત્યુ આંક 20 પર પહોંચ્યો છે. ભાવનગરમાં આંકડો 1 હજારને વટાવતા હવે લોકોમાં થોડો ભય સતાવી રહ્યો છે. બજારોમાં દુકાનદારો સ્વૈચ્છિક બંધ પાળી રહ્યા છે.
ભાવનગરમાં કોરોના કેસ દિવસની એવરેજમાં વધી રહ્યાં છે. ભાવનગરમાં 21 જુલાઈના રોજ 38 કેસો આવ્યા છે. તંત્ર દ્વારા માત્ર નામ જાહેર નહીં કરવાની રણનીતિ બતાવે છે કે, આંકડા ઘટવા પાછળ કારણ શું છે અને આઇસોલેશન વોર્ડ ધીરે ધીરે ભરાઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં અનલોક-2નો પ્રારંભ થયો હોવા છતાં કેસોની સંખ્યા વધી રહી છે. ભાવનગર શહેરમાં આંકડો 1016 પહોંચી ગયો છે. કોરોનાના કેસો દિવસમાં 20 ઓછામાં ઓછા છેલ્લા ઘણા સમયથી આવી રહ્યાં છે. 20થી લઈને 30 સુધી તો ક્યારેક 30ને પાર પોઝિટિવ દર્દીઓનો આંકડો વટી ચુકેલો છે. શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસોથી લોકોમાં ચિંતા અને ભય પણ જોવા મળી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં કોરોના દર્દીઓ સામે આવી રહ્યાં છે. આજ 21 જુલાઈના દિવસે 38 કેસ સાંજ સુધીમાં શહેર જિલ્લામાં નોંધાઇ ચૂક્યા હતા. શહેરમાં ઘટતા આંકડા પાછળ તંત્ર સામે લોકો ગોલમાલની શંકા વ્યક્ત કરી રહ્યાં છે. નામ જાહેર નહી કરીને તંત્રએ લોકોની ચિંતા વધારી દીધી છે.
સૌથી આશ્ચર્યની વાત એ છે કે, આંકડો સ્થિર થયો છે, કેસ શહેર જિલ્લામાં સીમિત થઈ ગયા છે. કેસ અચાનક ઓછા આવવવાથી લોકોમાં ગુસ્સો છે કે આંકડા હવે છુપાવાઈ રહ્યાં છે. જો કે, તંત્રએ અચાનક ટ્રાવેલ હિસ્ટ્રી અને નામો જાહેર કરવાનું બંધ કરવા પાછળનું કારણ દર્શાવ્યું નથી. આંકડો આજે 1000ને વટાવી 1016 પર ગયો છે. સ્વસ્થ થવાના કેસો વધી રહ્યાં છે.
ભાવનગર સાથે જિલ્લામાં કેસ આવી રહ્યાં છે, ત્યારે ભાવનગર શહેરમાં કન્ટેન્મેન્ટ ઝોન નોંધાયેલા છે. કેસો 901 આજદિન સુધી થઈ ચૂક્યાં છે. ત્યારે ભાવનગર સર ટી હોસ્પિટલમાં તબીબોની ટિમ દ્વારા 3 માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ કર્યા છે. ભાવનગરમાં આજદિન સુધીમાં 532 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો 20 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. સર ટી હોસ્પિટલ સહિત ખાનગીમાં આવેલા આઇસોલેશનમાં હાલમાં આશરે 457 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યાં છે. ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. ભાવનગરમાં રોજના 20થી 25 કેસો આવી રહ્યાં હતા હવે તે ધીરે ધીરે 15 પહોંચી કુલ 40ની અંદર રહે છે. ત્યારે લોકોમાં ચિંતા વધી રહી છે કે, ગોલમાલમાં ક્યાંક તેઓ લપેટમાં ના આવી જાય. પણ સવાલ એ છે કે આખરે તંત્ર આપતું આંકડા સત્ય છે કે પછી ?