ETV Bharat / city

બોટાદ-ગાંધીગ્રામ ગેજ કન્ઝર્વેશનની કામગીરી પૂર્ણતાના આરે, આવતા વર્ષે શરૂ થઈ શકે છે નવો રૂટ: પશ્ચિમ રેલવે - પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર

ભાવનગર રેલવે ડિવિઝન ખાતે આવેલા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે રેલવે સ્ટેશન, હોસ્પિટલ સહિતના ચાલી રહેલા કામોનું ઈન્સ્પેક્શન હાથ ધર્યું હતું. તેમણે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, બોટાદ-ગાંધીગ્રામ ગેજ કન્ઝર્વેશનની કામગીરી ડિસેમ્બર 2021 સુધીમાં પૂર્ણ થઈ જશે અને 2022માં ટ્રેનો અમદાવાદ જવા માટે તૈયાર થઈ શકે છે.

બોટાદ-ગાંધીગ્રામ ગેજ કન્ઝર્વેશનની કામગીરી પૂર્ણતાના આરે, આવતા વર્ષે શરૂ થઈ શકે છે નવો રૂટ: પશ્ચિમ રેલવે

author img

By

Published : Aug 27, 2021, 1:44 PM IST

  • રેલવે હોસ્પિટલ તેમજ સ્ટેશનમાં ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું
  • GMને હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ અંગે માહિતગાર કરવામાં આવ્યા
  • દરેક વિકાસના ચાલી રહેલા કામોનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું

ભાવનગર: વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ ભાવનગરમાં ચાલી રહેલા વિકાસના કામોનું ચેકીંગ કરવા માટે આવી પહોંચ્યા હતાં. તેમણે રેલવે હોસ્પિટલ, સ્ટેશન ખાતે ચાલી રહેલા કામોનું ઇન્સ્પેક્શન કર્યું હતું. જેના પગલે DRM સહિતનો કાફલો તેમની સાથે ઇન્સ્પેક્શનમાં હાજર રહ્યો હતો.

બોટાદ-ગાંધીગ્રામ ગેજ કન્ઝર્વેશનની કામગીરી પૂર્ણતાના આરે, આવતા વર્ષે શરૂ થઈ શકે છે નવો રૂટ: પશ્ચિમ રેલવે

ભાવનગર રેલવે હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ અંગે માહિતી મેળવી

ભાવનગર આવેલા GM આલોક કંસલે રેલવે હોસ્પિટલની મુલાકાત લઈને ઇન્સ્પેકશન કરીને જાણકારી મેળવી હતી. રેલવે હોસ્પિટલમાં 75 બેડ ઉપસ્થિત છે અને ઓક્સિજન પ્લાન્ટ 500 લીટરનો કોરોનાને પગલે નાખવામાં આવ્યો છે. તેમણે હોસ્પિટલના વખાણ કર્યા હતા અને રેલવે કર્મચારીઓને મુશ્કેલી પડે નહીં તે બાબતે પણ રેલવે હોસ્પિટલને ધ્યાન રાખવા ટકોર કરી છે. આ સિવાય તેમણે, ભાવનગરના ખાસ અગત્ય ગણાતા બોટાદ ગાંધીગ્રામ ગેજ કન્ઝર્વેશન માટે જણાવ્યું હતું કે, 2021 ડિસેમ્બર સુધીમાં તેનું કામ પૂર્ણ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.