ETV Bharat / city

ભાવનરમાં સંતો દ્વારા ચોપડા પૂજન કરાવામાં આવ્યું

ભાવનગર: શહેરમાં અક્ષરવાડી ખાતે સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં ચોપડા પૂજનનું આયોજન કરાયું હતું. જેમાં હજારો વેપારી તથા હરિભક્તો જોડાયા હતા. ભગવાનના સાનિધ્યમાં હરિભક્તોએ ચોપડાની સાથે આધુનિક જગતના ચોપડા એવા લેપટોપનું પણ પૂજન કરાવ્યું હતું.

ચોપડા પૂજન
author img

By

Published : Oct 28, 2019, 4:02 AM IST

દીવાળીનો પર્વ ગુજરાતીઓ માટે નવા વર્ષની સોગાત લઈને આવે છે. જેમાં ગુજરાતી પરંપરા પ્રમાણે નવા વર્ષનું સ્વાગત વિવિધ પૂજા દ્વારા કરવામાં આવે છે. લક્ષ્મીપૂજન,ગણેશ પૂજન વિગેરે. વેપારીઓ પણ નવા વર્ષમાં ધંધાની શુભ શરૂઆત અને બરકત માટે દિવાળી દિવસે ચોપડા પૂજન કરે છે.
ભાવનરમાં સંતો દ્વારા ચોપડા પૂજન કરાવામાં આવ્યું

ભાવનગર શહેરના અક્ષરવાડી સ્થિત બી.એ.પી.એસ મંદિર દ્વારા ચોપડા પૂજનનું આયોજન કરાયું હતું. જેમાં હજારો હરિભક્તો અને વેપારીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં હરિભક્તો અને વેપારીઓએ સાથે મળીને શિક્ષાપત્રીમાં જણાવ્યાનુસાર ચોપડા પૂજન કર્યુ હતું. જેમાં વહીખાતામાં અને આધુનિક સમયમાં વેપારીઓના ઇ-ચોપડા એટલે કે, લેપટોપનું પણ પૂજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દીપાવલીના દિવસે બી.એ.પી.એસ સંસ્થાના દેશ વિદેશના 1300 જેટલા મંદિરમાં ચોપડા પૂજનનું આયોજન કરે છે. જેમાં લાખો હરિભક્તો ભગવાનના સાનિધ્યમાં ચોપડા પૂજન કરાવી ધન્યતા અનુભવે છે.

Intro:એપૃવલ : ધવલસર
ફોર્મેટ :એવીબી

અક્ષર વાડી ખાતે સ્વામીનારાયણ ભગવાન ના સાનિધ્યમાં ચોપડા પૂજન નું આયોજન, હજારો વેપારીઓ ચોપડા પૂજન માં જોડાયા.Body:દીપાવલી એટલે હર્ષોલ્લાસ નો પર્વ, અંધકારને દૂર કરી પ્રકાશ તરફ લઈ જતો પર્વ, શુભ કાર્યો ની શરૂવાત નો પર્વ,દીપાવલી પર્વે સારા ચોઘડિયામાં વેપારીઓ દ્વારા લક્ષ્મી પુજન કરવામાં આવે છે, પોતાના વેપારધંધા અર્થેનું સાહિત્ય ચોપડા નું પૂજન કરાવે છે.
ભાવનગર શહેરમાં આવેલ અક્ષરવાડી ખાતે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર માં દર વર્ષે ચોપડા પૂજન રાખવામાં આવે છે, જેમાં શહેરના વેપારીઓ, હરિભક્તો મોટી સંખ્યામાં જોડાઈ સામુહિક ચોપડા પૂજન કરાવે છે, સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં સંતોના હસ્તે ચોપડા તેમજ આધુનિક વપરાશ માં લેવાતાં લેપટોપ નું પૂજન કરાવી ધન્યતા અનુભવે છે.Conclusion:સમગ્ર દેશભરમાં દીપાવલી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આવતીકાલ થી વેપારનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વેપારીઓ દ્વારા પોતાના વેપાર ધંધા અર્થે ના હિસાબ કિતાબ માટેના ચોપડાઓ નું પૂજન કરવામાં આવે છે. લોકો પોતાના ઘરે, દુકાને, વાડી કે મંદિરો માં ચોપડા પૂજન નું આયોજન કરતા હોય છે ત્યારે ભાવનગર બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, અક્ષરવાડી ખાતે મોટી સંખ્યામાં હરિભક્તો ચોપડા પૂજન માં જોડાયા હતા. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી માં કરેલો આદેશ જેમાં હરિભક્તોએ દરરોજ પોતાની આવક જાવક નો હિસાબ રાખવો અને દિવાળી ના દિવસે સંતો દ્વારા ભગવાનની સમક્ષ ચોપડા પૂજન કરવું જેને અનુસરી અને આજે મોટી સંખ્યામાં હરિભક્તોએ મંદિરના દિવ્ય વાતાવરણ માં સંતો દ્વારા વેદોક્ત શ્લોક સાથે ચોપડા અને લેપટોપ નું પૂજન કરાવ્યુ હતું.

દીપાવલીના દિવસે બી.એ.પી.એસ સંસ્થાના દેશ વિદેશના 1300 જેટલા મંદિરોમાં ચોપડા પૂજન નું આયોજન કરાય છે, જેમાં લાખો હરિભક્તો સ્વામિનારાયણ ભગવાન ના સાનિધ્યમાં ચોપડા પૂજન કરાવી ધન્યતા અનુભવે છે.

બાઈટ: લાભુભાઈ ગોધાણી (હરિભક્ત)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.