ભાવનગર: શહેરમાં ભાજપ કાર્યકરના વાયરલ વીડિયો(Viral videos of BJP worker) બાદ ભારતનો વિકાસ થયો કે ના થયો હોય પણ ભાજપનો થયો હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. વાયરલ વીડિયોમાં ભાજપ કાર્યકર અને જિલ્લા બૂથ મેનેજમેન્ટ સેલના(District Booth Management Cell) સંયોજક વૈભવ જોશીનો હોવાનું સામે આવ્યું છે. પ્રધાનો સાથે ફોટા અને શાળા પણ ધરાવતા ધરાવતા વૈભવ હવે બચાવમાં ઉતર્યો છે.
વાયરલ વીડિયોમાં બિન સચિવાલય પરીક્ષામાં કડકી કર્યાની કબૂલાત - ભાજપના વૈભવ જોશી જિલ્લા બૂથ મેનેજમેન્ટ સેલમાં સંયોજક(Coordinator in District Booth Management Cell) છે. 2017 કે 18નો આ વીડિયો હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં વૈભવ જોશી પોતે બોલે છે કે, બિન સચિવાલય પરીક્ષામાં એક વિદ્યાર્થી પાસે અન્ય લોકોએ 4થી 5 લાખ લીધા હતા. અમે 50 હજાર લીધા હતા પણ બિન સચિવાલય પરીક્ષા રદ થવાથી મુશ્કેલી એ હતા કે જ્યારે પૈસા પાછા માંગવામાં આવ્યા ત્યારે આડા અવળા ખર્ચાઈ થઈ ગયા હોવાથી તે રુપિયા પાછા કઈ રીતે થઈ શકે? પરીક્ષામાં મહાનગરપાલિકાના અધિકારી અને શિક્ષકો આ બધા ચેકિંગમાં હતા. 2 લાખથી 5 હજાર સુધી આપ્યા હોય તે રકમ જ 5થી 8 લાખ થઈ ગઈ એ તો પાછી માંગી શકાતી નથી. છેલ્લા બે ત્રણ મહિનાથી આ મુશ્કેલી છે.
આ પણ વાંચો: રાયફલ વડે માછલીનો શિકાર કરતા યુવાનોનો વીડિયો વાયરલ, 2 વ્યક્તિઓની ધરપકડ
વૈભવ જોશી ભાજપના કદાવર નેતા સાથે અને પક્ષમાં - વૈભવ જોશીને તળાજામાં શાળા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે કે, ભાજપમાં CR પાટીલ જ્યારે અધ્યક્ષ છે. તેના નામ સાથે ભાજપે જિલ્લા બૂથ મેનેજમેન્ટ સેલમાં સંયોજક તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપમાં વર્ષોથી વૈભવ જોશી જોડાયેલો છે. વિભાવરી દવે અને ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણના(Health and Family Welfare) કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા સાથે તેના ફોટાઓ પણ જોવા મળે છે. ભાજપના કાર્યકરના મુખે ભ્રષ્ટાચારના વાયરલ વિડીયોથી ચારે તરફ ભાજપને પગલે ચર્ચાઓ જાગી છે. જિલ્લા ભાજપ પ્રમુખ(District BJP President) મુકેશ લંગાળીયા સાથે વાતચીતની કોશિશ કરી હતી, પણ તેમનો ફોન તેમણે ઉઠાવ્યો ન હતો.
બચાવમાં વૈભવ જોશીએ કોના પર ઢોળ્યો આરોપ - ETV BHARAT એ વૈભવ જોશી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેને જણાવ્યું હતું કે, રાજકીય રીતે બદનામ કરવા માટેનો આ વીડિયો છે. તળાજાના અમારા વિરોધી નિકુંજ મહેશ રાઠોડે આ વીડિયો વાયરલ કર્યો છે. અમારે નિકુંજ મહેશ રાઠોડે સામે કોર્ટ મેટર ચાલુ છે. જેમાં અમારે તેની વિરુદ્ધ 52 લાખ રૂપિયાની ફરિયાદ ચાલુ છે. જેને પગલે નિકુંજે મને ચેક રિટર્ન અરજી(Check return application) પાછી ખેંચી લેવાની ધમકી આપી હતી. આ સાથે કહ્યું હતું કે, જો તમે આ રજૂ પછી નહિ લો તો તમારો વીડિયો મારી પાસે છે તે વાયરલ કરીશ. અમે ડર્યા નહીં પણ તેને ડર લાગતા તેને વીડિયો વાયરલ કરેલો છે. જે વીડિયોમાં અવાજ મારો નથી. સરકાર ધારે તો તપાસ કરી શકે છે જેમાં હું પૂરો સહયોગ આપીશ.
આ પણ વાંચો: ગૌહર ચિશ્તીની અજમેર પોલીસે હૈદરાબાદથી કરી ધરપકડ
કોંગ્રેસે આક્ષેપ કર્યા તો ભાજપનો શું જવાબ - ભાવનગર જિલ્લાના ભાજપના 2022માં બૂથ મેનેજમેન્ટ સેલના સંયોજક બનાવેલા વૈભવ જોશી પાંચ વર્ષ જુના વિડીયોના કારણે ચર્ચામાં આવી ગયા છે. કોંગ્રેસના તળાજાના ધારાસભ્ય કનુ બારૈયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પેપર ફૂટવાના પગલે વિધાનસભામાં પણ બોલતી આવી છે. હાલમાં જે વીડિયો વાયરલ હોય તે પણ તે વ્યક્તિ તો નાની માછલી છે. મોટા મગરમચ્છ સામે ક્યારે પગલાં ભરાશે? સરકાર કોઈ કેસ કે તપાસ તો કરતી નથી. જિલ્લામાં ખેત મજૂરી કરીને પોતાના બાળકોને પરીક્ષા આપવા ગાંધીનગર અને ભાવનગર સુધી મોકલે છે. અમારી માંગ છે, એમાં કેસ નોંધીને તપાસ કરવામાં આવે. કોંગ્રેસ ધારાસભ્ય કનુના આક્ષેપને જિલ્લા કોંગ્રેસ રાજભા ગોહિલે પણ સમર્થન આપ્યું હતું. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખને અનેક ફોન કરવા છતા ઉઠાવ્યો ન હતો.