ભાવનગરઃ દેશમાં નવી આવેલી વ્હિકલ સ્ક્રેપ યાર્ડ પોલિસી (Vehicle scrap yard policy 2022) બાદ હવે 15 વર્ષ જૂના વાહનો ચલાવવા પ્રજાને આકરા લાગે તો નવાઈ નહીં. તેના વિકલ્પમાં જોઈએ તો વાહનોમાં ઈલેક્ટ્રિક વાહનો સામે આવી રહ્યા છે. લોકજાગૃતિ કેળવવા (Awareness for Electric Vehicle) અને વિશ્વ વિક્રમ સર્જવા માટે 4 અલગ અલગ કંપનીના CEO ભારત માલા પ્રોજેકટ અંતર્ગત ભારત ભ્રમણે (India Tour On an Electric Bike) નીકળ્યા છે. ભાવનગર પહોંચતા તેમણે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.
વિશ્વ વિક્રમ સર્જવા નીકળ્યા છે 4 સ્ટાર્ટઅપ મેન્ટર - ભાવનગરના આંગણે દેશના 4 સ્ટાર્ટઅપ મેન્ટર આવી પહોંચ્યા (Awareness for Electric Vehicle) હતાં. ઈલેક્ટ્રિક બાઈક, રોડ રિપેરીંગ પદ્ધતિમાં (India Tour On an Electric Bike) વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ જેવા ક્ષેત્રે કામ કરનારા આ મેન્ટરોએ જ્ઞાનમંજરીના ભાવિ એન્જીનિયર વિદ્યાર્થી સાથે વાર્તાલાપ કર્યો હતો. ભવિષ્યમાં ઈલેક્ટ્રિક બાઈકો સસ્તી બનશે અને નવીનીકરણ આવશે તેવી આશા વ્યક્ત (India Tour On an Electric Bike) કરી છે.
આ પણ વાંચો- ભાવનગર સહિત ગુજરાતના ભંગારીની ભાંગશે કમાણી ? વ્હીકલ સ્ક્રેપ યાર્ડની દેશના ભંગારી પર પડશે અસર ? જાણો
4 સ્ટાર્ટઅપ મેન્ટરની ઈલેક્ટ્રિક બાઈક યાત્રા - બેંગ્લોરની 4 અલગ અલગ કંપનીના CEO ભારત માલા પ્રોજેકટ (Bharat Mala Project) અંતર્ગત વિશ્વ વિક્રમ સર્જવા ઈલેક્ટ્રિક બાઇક રાઈડ્સનો રેકોર્ડ તોડવા હાલ પ્રવાસે નીકળ્યા છે. કંઈક નવું કરનારા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા તેમણે ભાવનગર જ્ઞાનમંજરી કોલેજમાં 150 વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. અહીં તેમણે સર્જેલી ટેક્નિકનું જ્ઞાન પૂરું પાડ્યું હતું.
સરકારની નવી પોલિસીની પ્રક્રિયા ઝડપથી થવી જોઈએ - એશિયાનું પ્રથમ બ્રિગેડરી પ્રોપકેટ એક્સિલેટર કંપનીના CTO ગૌતમ ખોતે (India Tour On an Electric Bike) જણાવ્યું હતું કે, હાલમાં પેટ્રોલ-ડીઝલના વાહનો ઓછા ઉપયોગ થાય માટે ઈલેક્ટ્રિક વાહન એક માત્ર વિકલ્પ છે. ઈલેક્ટ્રિક વાહનથી પૃથ્વી પર કાર્બન માત્રામાં ખૂબ ઘટાડો આવશે. ઈલેક્ટ્રિક બાઈકથી મેઈન્ટેનન્સ નહીં આવે. વ્હિકલ સ્ક્રેપ યાર્ડ પૉલિસી (Vehicle scrap yard policy 2022) મુદ્દે તેમણે વધુમાં કહ્યું હતું કે, આ પ્રક્રિયા ઝડપથી થવી જોઈએ. પ્રક્રિયા ઝડપથી થવા સાથે નાગરિકોએ પણ તેટલી ઝડપથી સરકાર સાથે રહીને નિયમો પ્રમાણે ચાલવું પડશે.
ઈલેક્ટ્રિક બાઇક સાથે રસ્તાના ખાડા પૂરવા નવી તકનીક - વિશ્વ વિક્રમ સર્જવા નીકળેલા 4 સ્ટાર્ટ અપ મેન્ટર પૈકી એક સૌરભ બેંગ્લોરથી (India Tour On an Electric Bike) છે. તે પોથોલેરાજા કમ્પનીના CO છે. તેમણે જણાવ્યું હતું કે, આજે સસ્તી ટેક્નોલોજીની ખૂબ જરૂર છે. રસ્તા પર ખાડા પૂરવા તેમણે વેસ્ટ પ્લાસ્ટિકમાંથી "પોથોરાજા ગ્રેટમેડ" બનાવ્યું છે. આ ગ્રેટમેડ રસ્તામાં તેમ જ અન્ય સ્થળોએ બાંધકામમાં ઉપયોગમાં લઈ શકાય છે. સિમેન્ટ ક્રોંકિટ કરતા આ 15થી 20 ટકા સસ્તુ આવે છે અને ગ્રેટમેડના ઉપયોગથી પૃથ્વી પરની 80 ટકા કાર્બન પ્લાસ્ટિકનો નાશ કરી શકાય છે. આપણે હજી રોડ રિપેરની જૂની પદ્ધતિમાં કામ કરીએ છીએ. ત્યાં નવીનીકરણની જરૂર છે. ગ્રેટમેડ કોલ્ડ વિટેમીન અને કોલ્ડ એસફાલ્ટ હોવાથી ઠંડી ગરમીમાં ચાલે છે.
આ પણ વાંચો- શું તમારા વાહનો સ્ક્રેપમાં જશે ? વ્હીકલ સ્ક્રેપ પોલિસી અંગે MODESTના મેહુલભાઈ સાથે ખાસ વાતચીત
સરકાર ઈલેક્ટ્રિક બાઈક પર સબસિડી આપી રહી છે - એરો એનર્જીના મિકેનિકલ એન્જિનિયર જન્મેજય મિશ્રાએ જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રિક બાઈક માટે હાલમાં સરકાર સબસિડી આપી રહી છે. લોકોએ સમજવાની જરૂર છે. તમે પેટ્રોલ-ડીઝલના અત્યારના વાહનમાં કિલોમીટરે 3 રૂપિયા ચૂકવી રહ્યા છો. તો આ ઈલેક્ટ્રિક વાહનમાં એક કિલોમીટર 0.30 કે 45 પૈસા આપવાના છે, જે સીધો ફાયદો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં ઈલેક્ટ્રિક બાઇકો (India Tour On an Electric Bike) સસ્તી થશે. હાલમાં રિસર્ચ સેલ્સ પર અને બેટરી હળવી કરવા પર તેમ જ અનેક બાબતમાં સંશોધનો ચાલી રહ્યા છે.
યાત્રાના મુખ્ય ગણાતા જોન કુરુવિલાની વિદ્યાર્થીને ગુજરાતીની વ્યાખ્યા આપી - જ્ઞાનમંજરી કોલેજમાં 4 સ્ટાર્ટ અપ મેન્ટરે (Bike Rides of CEOs) 150 વિદ્યાર્થીને સંબોધ્યા હતાં. મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, સિવિલ જેવા ક્ષેત્રના વિદ્યાર્થીને જોન કુરુવિલાએ સરસ પ્રોત્સાહન આપ્યું હતું કે, ગુજરાતીઓ તો ધંધામાં માનવાવાળા છે. કાંઈક નવીન સંશોધન કરો અને નોકરી કરો નહીં તો બીજાને નોકરી આપી શકો તેવું કરો. સૌરભ, જન્મેજય અને ગૌતમ ખોત પણ વિદ્યાર્થીને ભવિષ્યના યુગમાં ઉભી થતી જરૂરિયાત પર ફોક્સ કરી સંશોધન (India Tour On an Electric Bike) કરવા પ્રેર્યા હતા.