ETV Bharat / city

Bhavnagar Year Ender 2021: ભાવનગરની 2021ની કેટલીક એવી ઘટનાઓ જે આજે પણ લોકોના માનસપટ પર હાજર... - નરેન્દ્ર મોદી ભાવનગર

ભાવનગર (Bhavnagar Year Ender 2021)શહેરમાં અને જિલ્લામાં 2021ના વર્ષમાં બનેલી કેટલીક ઘટનાઓ (Important Events 2021) આજે લોકોના માનસપટ પરથી હજુ હટતી નથી. ભાવનગરમા બનેલી એવી કેટલીક ઘટનાઓ અમે તમને ટૂંકમાં જણાવશું, કે જે હંમેશા ભાવનગરવાસીઓની સાથે દેશવાસીઓ અને રાજ્યના લોકોને પણ ભૂલવી મુશ્કેલ બની જશે. ચાલો જાણીએ કેટલીક એવી ઘટના જે 2021ની હમેશા હાજરી પુરાવશે...

Bhavnagar Year Ender 2021: ભાવનગરની 2021ની કેટલીક એવી ઘટનાઓ જે આજે પણ લોકોના માનસપટ પર હાજર...

author img

By

Published : Dec 31, 2021, 5:43 PM IST

1. INS VIRAT નેવીના જહાજની અંતિમ સફર ભાવનગરના અલંગમાં

2019 ડિસેમ્બરમાં INS VIRAT ભંગાણ અર્થે આવી પોહચ્યું હતું. 2020માં અલંગમાં કોર્ટના વિવાદ અંતે શ્રી રામ શિપિંગ એજન્સીને INS VIRAT 2021માં નામશેષ કરવામાં આવ્યું હતું. જે 2021ના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સંપૂર્ણ કપાઈ ગયું અને ઇતિહાસ બની ગયું હતું..

INS VIRAT નેવીના જહાજની અંતિમ સફર ભાવનગરના અલંગમાં

2. તૌકતે વાવાઝોડાનો તરખાટ અને નુકશાન

2021માં તૌકતે વાવાઝોડું (Tauktae Cyclone in Bhavnagar)અચાનક ભાવનગર તરફ વળી જતા ભાવનગર (Bhavnagar Year Ender 2021)માં 1982 બાદ બીજું ભયંકર વાવાઝોડું 100 KM સ્પીડે પસાર થતા તારાજી સર્જી ગયું. શહેર અને જિલ્લામાં વરસાદથી ખેતીને નુકશાન તો શહેરમાં એક હજાર કરતા વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. કેટલાક પક્ષીઓના પણ મૃત્યુ થયા હતા. શહેરના રસ્તાઓ વૃક્ષોથી બંધ થયા હતા જ્યારે ફાયર સહિત તંત્રની ટીમે રસ્તાઓ ખુલ્લા કર્યા હતા.

તૌકતે વાવાઝોડાનો તરખાટ અને નુકશાન
તૌકતે વાવાઝોડાનો તરખાટ અને નુકશાન

3. વાવાઝોડાની સમીક્ષા કરવા પીએમ નરેન્દ્ર મોદીનું હવાઈ નિરીક્ષણ

ભાવનગરમાં આવેલા તૌકતે વાવાઝોડાની તારાજીથી નુકશાનની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર (PM Modi in Bhavnagar) એરપોર્ટ પર પોહચીને બાદમાં હેલિકોપટર મારફત નિરીક્ષણ કર્યું હતું. ભવનગર, અમરેલી અને ઉના પંથકમાં વડાપ્રધાન હવાઈ નિરીક્ષણ કરીને પરત ફર્યા હતા. ખેતીને નુકશાન તેમજ વૃક્ષોના નુકશાનની સમીક્ષા પણ કરાઈ હતી.

વાવાઝોડાની સમીક્ષા કરવા પીએમ નરેન્દ્ર મોદીનું હવાઈ નિરીક્ષણ

4. જીતુ વાઘણીને પ્રદેશ પ્રમુખ બાદ સરકાર બદલતા શિક્ષણપ્રધાનનો તાજ

ભાવનગરના યુવા નેતા જીતુભાઇ વાઘાણી પ્રદેશ પ્રમુખ રહ્યા બાદ પદ છોડ્યા પછી ધારાસભ્ય તરીકે હતા ત્યારે અચાનક રૂપાણી સરકારને બદલી ભુપેન્દ્ર પટેલની સરકારમાં સીધું શિક્ષણપ્રધાન (Education Minister Jitu Vaghani)નું સ્થાન મળ્યું હતું. જીતુ વાઘણીના શિક્ષણપ્રધાનના સમયમાં કોરોનામાં બંધ શાળાઓ શરૂ કરવામાં આવી હતી. પ્રથમ 9થી 12 અને બાદમાં 6થી 8 અને પછી 1થી 5 શાળાઓને ઓફલાઇન શરૂ કરી દેવામાં આવી હતી.

જીતુ વાઘણીને પ્રદેશ પ્રમુખ બાદ સરકાર બદલતા શિક્ષણપ્રધાનનો તાજ

5. પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ પ્રેમિકા અને તેના પુત્રની કરી હત્યા

ભાવનગરમાં માતાપુત્રની હત્યાનો બનાવ બન્યો હતો. માતાની હત્યા કરી કાપડમાં વિટાળી ફ્લેટમાં બાંધી રાખી હતી. પુત્રને શહેરની બહાર ફેંકી દેવાયો હતો. શહેરના તખતેશ્વર ટેકરી પાસે આવેલા ફ્લેટમાં પ્રેમિકાના મૃતદેહને કાપડમાં વીંટાળીને દોરી વડે બાંધી રખાયો હતો. સમગ્ર ઘટનામાં ત્યારે પ્રકાશ પડ્યો જ્યારે મૃતક મહિલાના પુત્રનો મૃતદેહ હત્યા કરેલી હાલતે વરતેજ સીદસર રોડ પર અવાવરું જગ્યામાંથી મળ્યો હતો. બાદમાં પોલીસ તપાસમાં પ્રેમી પકડાયો હતો.

6. મહાનગરપાલિકામાં ભાજપને બેઠકો મળતા મહિલા નગરસેવીકનો વિરોધ

મહાનગરપાલિકામાં ભાજપની સત્તા આવ્યા બાદ મેયર પદ માટે જાહેરમાં નગરસેવીકાએ વિરોધનો સુર ઉઠાવી જીતુ વાઘાણી સામે આક્ષેપો કર્યા હતા. મહિલા નગરસેવક વર્ષાબાએ નિયમ પ્રમાણે સામાન્ય બેઠક હોઈ અને તે એક જ દાવેદાર હોઈ ત્યારે અન્ય જ્ઞાતિની મહિલાને સ્થાન અપાઈ દેવામાં આવતા ભાજપ કાર્યાલયમાં રડી પડ્યા હતા. રડતાની સાથે જીતુ વાઘાણી સામે આક્ષેપો કર્યા હતા.

મહાનગરપાલિકામાં ભાજપને બેઠકો મળતા મહિલા નગરસેવીકનો વિરોધ

7. પ્રેમી એવા પતિએ પત્નીને તેના પિતાના ઘરમાં રહેશી નાખી.

ભાવનગર શહેરના સરિતા સોસાયટીમાં પ્રેમિકા અને બાદમાં થયેલી પત્નીને તેના પિતાના ઘરમાં ઘૂસીને ઘાતક હથિયાર વડે હત્યા કરી નાસી છૂટ્યો હતો. બનાવ બાદ પ્રકાશમાં આવ્યું હતું કે, રજપૂત સમાજના યુવાન સાથે પટેલ સમાજની દીકરીએ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સાસુ અને પતિના વ્યવહારના કારણે યુવતી છુટ્ટાછેડા લઈ પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી, પરંતુ પ્રેમી એવા પતિની વારંવાર તેના મિત્રોના કારણે કનડગત હોવાનું ફરિયાદો થઈ હતી, અંતે પરિણામ કરુણ આવ્યુ હતું.

8. ફ્લાય ઓવરના કારણે વેઠવી પડી ધૂળ અને ખરાબ રસ્તાની સમસ્યા

ભાવનગરનો પ્રથમ ફલાયઓવર વિવાદ વચ્ચે શરૂ થયો અને ડાયવર્જન સમસ્યા લોકોને 2021માં સહન કરવી પડી હતી. એક ટ્રક માત્ર નીકળી શકે તેવો સાંકડો ડાયવર્જન કરવામાં આવ્યો હતો. ખાડા અને એક તરફ રેલવેની જમીનના કારણે આશરે બે મહિનાથી વધુ સમય ખરાબ અને સાંકડા રસ્તા અને ટ્રાફિકના પગલે લોકોને માથાના દુખાવા સમાન સમસ્યા બની ગઈ હતી. કારણ કે આ વિસ્તારમાં હીરાના કારખાના હોવાથી રત્નકલાકારો મોટી સંખ્યમાં નીકળતા દિવસમાં ચાર વખત ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી.

9. સ્વાન (કૂતરા)ના કારણે મહિલાને પાડોશીએ જીવતી સળગાવી

પાલીતાણામાં સ્વાન(કૂતરા)નું નામ રાખવામાં આવ્યું હતું, તે નામની વ્યક્તિ પડોશની વ્યક્તિનીની પત્નીના નામ પરથી હોવાથી પ્રથમ ઝગડો થયો હતો, બાદમાં ઝગડાએ એવું રૂપ ધારણ કર્યું કે, પડોશીએ મહિલાને કેરોસીન જેવું પ્રવાહી છાંટીને જીવતી સળગાવી દીધી હતી. ભોગબનનાર મહિલાએ કરેલી ફરિયાદમાં ચાર પુરુષો અને બે મહિલા સામે ગુન્હો નોંધાવ્યો હતો. જો કે મહિલાની ચાર દિવસના સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુ થતા સમગ્ર ઘટના હત્યામાં પરિણમી હતી.

10. ભવનગર પાલીતાણાનો શેત્રુંજી ઉપરાઉપરી ઓવરફ્લો

ભાવનગરનો શેત્રુંજી ડેમ 5 થી વધુ વખત ઓવરફ્લો રહ્યો હતો, તો બોરતળાવ પણ છલોછલ થતા ઓવરફ્લો થયું હતું. અમરેલી પંથકમાં થયેલા સારા વરસાદના કારણે 15 દિવસ સુધી શેત્રુંજી ડેમના દરવજા ક્યારે 3 તો ક્યારે 20 તો ક્યારે 59 દરવાજા ખોલવાની ફરજ પડી હતી. 200 ક્યુસેકથી લઈને પાછોતરા વરસાદમાં 15 હજાર ક્યુસેક જેટલું પાણી દરિયામાં છોડી દેવામાં આવ્યું હતું. શેત્રુંજી ઓવરફ્લો થતા પાલીતાણા અને તળાજા તાલુકાના ગામડાઓને 20 દિવસ એલર્ટ રહેવા સૂચનો અપાયા હતા.

ભવનગર પાલીતાણાનો શેત્રુંજી ઉપરાઉપરી ઓવરફ્લો

આ પણ વાંચો: Mahesana Year Ender 2021: વડનગરમાં મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી સહીત મહેસાણાની વર્ષ 2021ની મહત્વની ઘટના

આ પણ વાંચો: Junagadh Year Ender 2021: જૂનાગઢ માટે 2021નું વર્ષ કભી ખુશી કભી ગમના માહોલ સમાન રહ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.