ભાવનગરઃ કોરોના વાઇરસની સાવચેતીના ભાગ રૂપે શહેરમાં તમામ સરકારી કચેરીઓમાં સેનીટાઇઝ કર્યું હતું. મનપાના પટાંગણથી ફાયર દ્રારા સેનીટાઇઝ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેરમાં લોકડાઉન બાદ સરકારી કચેરીઓ શરૂ રાખવામાં આવી છે. સરકારી કર્મચારીમાં ડર કાઢવાના હેતુથી અને કર્મચારીના સ્વાસ્થ્યની ચિંતા કરીને મહાનગરપાલિકાએ સેનિટાઇઝ કરવાનો પ્રારંભ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે શહેર અને જિલ્લામાં એક પણ કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નથી ત્યારે કોરોના વાયરસને મારવા માટે મનપા મેદાનમાં ઉતર્યું છે. મહાનગરપાલિકાથી લઈને સમગ્ર શહેરની શરૂ રહેતી કચેરીઓમાં સેનીટાઇઝ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગે મનપાના પાર્કિંગ વિસ્તારમાં સેનીટાઇઝ કર્યું હતું. તેમજ રસ્તા પર અને વાહનો પર પણ સેનીટાઇઝ કરાયું હતું. આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે કોર્ટ, જિલ્લા પંચાયત, કલેકટર કચેરી જેવી સરકારી શરૂ દરેક કચેરીમાં સેનીટાઇઝ કરવામાં આવશે જેથી કરીને કોરોનાનો એક હાવ અને ડર છે એ દૂર થઈ જાય અને સ્વાસ્થ્યની સુરક્ષા વધી જાય.