ભાવનગરઃ શહેર નજીક આવેલા ભૂતેશ્વર ગામના 40 વર્ષના પુરુષે વર્ષ 2019માં એક સગીરા સાથે (Bhavnagar Rape Case) દુષ્કર્મ કર્યું હતું. આરોપીએ સગીરા સાથે અભદ્ર વર્તન, ઈશારા કરી તેને બાદમાં અવાવરું જગ્યાએ લઈ ગયો (Rape on Minor Girl in Bhavnagar) હતો, જ્યાં તેણે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. જોકે, આરોપી સામે દુષ્કર્મની ફરિયાદ (Bhavnagar Rape Case) નોંધાયા પછી કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જ્યારે કોર્ટે આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે.
આ પણ વાંચો- Rape in Patan: પાટણના સાંતલપુરમાં સગીરા સાથે દુષ્કર્મ, 3 આરોપીની ધરપકડ
આરોપીએ વર્ષ 2019માં કર્યું હતું દુષ્કર્મ - ભાવનગર શહેર નજીક આવેલા ભૂતેશ્વર ગામના ગિરધરભાઈ ઉર્ફે ગિધાભાઈ ઘુડાભાઈ કંટારિયાએ વર્ષ 2019માં સગીરા સામે બિભત્સ ઈશારો કરી, અભદ્ર વર્તન કર્યું હતું. ત્યારબાદ આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ (Bhavnagar Rape Case) કર્યું હતું. આ અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. જ્યારે કોર્ટે આ કેસમાં પોતાનો ચૂકાદો આપ્યો છે.
આ પણ વાંચો- Surat Rep Case : સુરતમાં ફરી એકવાર પાંચ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ
કોર્ટે આરોપીને શું ફટકારી સજા અને દંડ - ભાવનગર ત્રીજા એડિશનલ સેશન્સ જજ (Bhavnagar Rape Case) તથા સ્પેશિયલ પોકસો જજની કોર્ટેમાં કેસ ચાલી જતા કોર્ટે 17 સાક્ષી અને દસ્તાવેજી 30 પૂરાવાને ધ્યાનમાં રાખી આરોપી ગિરધરભાઈ ઉર્ફે ગિધાભાઈ ઘુડાભાઈ કંટારીયા (ઉં.વ.40)ને 10 વર્ષની સજા ફટકારી છે. આ સાથે ભોગ બનનાર સગીરાને 1,50,000 રૂપિયાની રકમ ચૂકવવા હુકમ કર્યો છે.