ETV Bharat / city

ભાવનગર પોલોસે શહેરમાંથી ગેરકાયદેસર જવલનશીલ પ્રવાહી ઝડપ્યું - Illegal flammable liquids

ભાવનગર શહેરમાં રહેણાંકી વિસ્તારમાં જવલનશીલ પ્રવાહી બિન કાયદેસર રીતે વેંહચાણ કરતા શખ્સ સામે કાયદેસર કાર્યવાહી ક્રિન્સ 5,000 લિટર જવલનશીલ પ્રવાહી ઝડપી લીધું છે. આશરે રૂપિયા 1.83 લાખનો મુદ્દામાલ SOG પોલીસે કબ્જે લઈને કાર્યવાહી કરી છે.

ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી
ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી
author img

By

Published : Feb 16, 2021, 10:55 AM IST

  • ભાવનગર પોલોસે શહેરમાંથી ગેરકાયદેસર જવલનશીલ પ્રવાહી ઝડપ્યું
  • સુભાષનગર રહેણાંકી વિસ્તારમાંથી ઝડપાયું જવલનશીલ પ્રવાહી
  • 5000 લિટર જવલનશીલ પ્રવાહી ઝડપી પાડ્યું SOGએ

ભાવનગર : SOG પોલીસે ભાવનગર સુભાષનગર કંસારાના કાઠે કમલ ફ્લેટની સામે રહેણાંકી મકાનના ફળિયામાંથી બેરલોમાં ભરેલા જવલનશીલ પ્રવાહી લીટર 5000 તથા ખાલી બેરલ, ઇલેક્ટ્રીક મોટર, માપીયા, ગરણી, પાઇપો સહિત રૂપિયા 1,83,350 નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.

SOG પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી
ભાવનગર શહેર તથા જિલ્લામાં અમુક ઇસમો દ્બારા ગેરકાયદેસર રીતે બાયો ડીઝલનું વેચાણ થતું હોવાની હકીકત આધારે ભાવનગર SOGના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા તથા SOG સ્ટાફે ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં કમલ ફ્લેટની સામે કંસારાના રહેણાંકી મકાન ખાતે દરોડા પાડતા મકાનના ખુલ્લા ફળિયામાંથી કોઇ પરવાના કે ફાયર સેફટીના સાધનો વિના ગેસ પાઇપલાઇનની નજીકમાં બેરલોમાં ભરી રાખેલ જવલનશીલ પ્રવાહી ઝડપી પાડ્યું.

ઘોઘા રોડ પોલીસ સ્ટેશન
ઘોઘા રોડ પોલીસ સ્ટેશન
ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી
ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી

કુલ રૂપિયા 1,83,350ના મુદ્દામાલ જપ્ત કર્યો

પેટ્રોલીય પેદાશ લીટર 5,000 કિંમત રૂપિયા 1,65,000 તથા ખાલી બેરલ નંગ-33 કિમંત રૂપિયા 16500 તથા પ્રવાહી ખેચવા રાખેલ ઇલેક્ટ્રીક મોટર 1 કિંમત રૂપિયા 1000 તથા ગરણા નંગ-2 કિંમત રૂપિયા 150 તથા માયીપા નંગ-2 કિંમત રૂપિયા 700/- તથા પાઇપો (નોજર) નંગ-2 વિગેરે મળી કુલ રૂપિયા 1,83,350 ના મુદ્દામાલ સાથે નિતેષભાઇ લક્ષ્મણભાઇ મકવાણાને ઝડપી લેવામાં આવ્યો હતો. ઉપરોકત જવલનશીલ પ્રવાહી રાખવા પરવાનગી ન હોય અને પેટ્રોલિયમ પેદાશ રાખી ફાયર સેફટીના પુરતા સાધનો રાખેલ ન હોય જેથી SOG પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. SOGના હેડ કોન્સ્ટેબલ ઓમદેવસિંહ ગોહિલે ફરિયાદ આપી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.