ભાવનગર: ભાવનગરના રુવાપરી રોડ પર રહેતા પ્રવિણ ચુડાસમાની હત્યા (Bhavnagar Murder Case) 2020માં કરવામાં આવી હતી. 31stના રોજ દારૂ પીવા બાબતે થયેલા ઝગડાની દાઝ રાખીને એક શખ્સ અને એક બાળ સગીરે છરી વડે હુમલો (Crime In Bhavnagar) કરીને હત્યા નિપજાવી હતી. કોર્ટમાં કેસ ચાલતાં કોર્ટે આજીવન કેદની સજા (life imprisonment Bhavnagar) એક આરોપીને ફટકારી છે.
શું હતી ઘટના- ભાવનગર શહેરમાં 2 વર્ષ પહેલાં હત્યાના કેસ (Murder Cases In Bhavnagar)માં ઝડપાયેલાં 2 શખ્સો સામે કોર્ટમાં કેસ ચાલતાં આજીવન કેદની સજા એક આરોપીને ફટકારવામાં આવી છે. તો અન્ય આરોપી સગીર હોઈ જેનો નિર્ણય હાલ સ્થગિત રાખવામાં આવ્યો છે. ભાવનગર શહેરના પ્રેસ રોડ (Bhavnagar Press Road) પર 2 વર્ષ પહેલા 12 જાન્યુઆરી 2020ની રાત્રીએ પોતાના બાઇક પર જઇ રહેલા પ્રવીણ ચુડાસમાને એક્ટિવા પર આવેલા જીગર ઉર્ફે જીગા મામા અને અન્ય સગીર આરોપીએ પ્રવીણને ઊભો રાખીને પડખાના ભાગમાં છરી મારી હતી.
આ પણ વાંચો: પ્રેમલગ્ન કરનારી યુવતીની પતિના હાથે જ હત્યા, પતિએ પણ આત્મહત્યાનો કર્યો પ્રયાસ
દારૂ પીવા બાબતે બોલાચાલી થઈ હતી- ઇજાગ્રસ્ત પ્રવિણનું મૃત્યુ નિપજતા ગુનો હત્યામાં પરિણમ્યો હતો. બનાવ બાદ પોલીસે આરોપી જીગર ઉર્ફે જીગામામા અને અન્ય સગીર આરોપીને ઝડપી લીધા હતા. પ્રેસ રોડ પર થયેલી હત્યામાં પ્રવિણ સાથે જીગર ઉર્ફે જીગા મામાને 31stની રાત્રે દારૂ (Crime In Gujarat) પીવા બાબતે બોલાચાલી થઈ હતી.
આ પણ વાંચો: ભાવનગરમાં બે જૂથની અથડામણમાં એક શખ્સની હત્યા
આરોપી જીગર મામને આજીવન કેદ- આ બોલાચાલીના પગલે દાઝ રાખીને પ્રવિણ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેનું મૃત્યુ થતાં મામલો હત્યામાં પરિણમ્યો હતો. જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટ (Bhavnagar District Court)માં કેસ ચાલી જતાં કોર્ટે આરોપી જીગર ઉર્ફે જીગા મામાને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે 75 હજારનો દંડ ફટકાર્યો છે, તો બાળ સગીરનો નિર્ણય કોર્ટે બાકી રાખ્યો છે.