- ભાવનગર મહાનગરપાલિકાનું સૂચિત બજેટને સ્ટેન્ડિંગ કમિટીમાં મહોર મારવામાં આવી
- સોલાર અને બટરફલાય પાર્ક બનાવવાનું આયોજન
- બજેટની અંતિમ મહોર સામાન્ય સભામાં લાગશે
ભાવનગરઃ મહાનગરપાલિકાનું સૂચિત બજેટને સ્ટેન્ડિંગ કમિટીમાં મહોર મારવામાં આવી છે. સ્ટેન્ડિંગ દ્વારા સોલાર પાર્ક, બટરફલાય પાર્ક જેવા વિકાસના કામોના સમાવેશ સાથે રૂપિયા 999.54 કરોડનું 45.29 કરોડનું પૂરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું.
ભાવનગર મહાનગરપાલિકાનું 999.54 કરોડનું સૂચિત બજેટ રજૂ
ભાવનગર મહાનગરપાલિકામાં કમિશ્નર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુ ધામેલીયા અને સ્ટેન્ડિંગના હાજર સભ્યોની ઉપસ્થિતિમાં સૂચિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રૂપિયા 999.54 કરોડના બજેટમાં સુધારા કરીને સ્ટેન્ડિંગમાંથી પસાર કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં સામાન્ય સભા માટે મોકલી આપવામાં આવ્યું છે. જેની અંતિમ મહોર સામાન્ય સભામાં લાગશે.
સામાન્ય સભામાં પસાર કરવા મોકલી દેવામાં આવ્યું
ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં સૂચિત બજેટ રૂપિયા 999.54 કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું. રૂપિયા 1044 કરોડની આવક વાળું અને 45.29 કરોડની પૂરાંતવાળું બજેટ તૈયાર કરી દેવામાં આવ્યું છે અને સામાન્ય સભામાં પસાર કરવા મોકલી દેવામાં આવ્યું છે, ત્યારે બજેટમાં આગામી દિવસોમાં મહાનગરપાલિકાનો વીજળી ખર્ચનું ભારણ ઘટાડવા માટે સોલાર પાર્ક બનાવવાનું આયોજન છે. બંદર રોડ પર કલેકટર પાસેથી જગ્યા મેળવીને આગામી દિવસોમાં તેના પર ભાર મૂકવામાં આવશે સાથે શિક્ષણ, લાઈબ્રેરી સહિત બટરફલાય પાર્ક પણ બનાવવાનું આયોજન બજેટમાં કરાયું છે.