ETV Bharat / city

Bhavnagar Municipal Corporation Revenue: આ એક પદ્ધતિથી 100 કરોડને પાર પહોંચી ગઈ આવક - ભાવનગર મ્યુનિસિપલ કર્મચારીઓ

ભાવનગર મહાનગરપાલિકાએ કાર્પેટ (bhavnagar municipal corporation carpet method) પદ્ધતિ અમલમાં મુકતા ફક્ત 8 જ વર્ષમાં આવક (Bhavnagar Municipal Corporation Revenue) 24 કરોડથી 100 કરોડની પાર જતી રહી છે. એમાં પણ હજુ સુધી 13 વોર્ડમાંથી 2 વોર્ડ (bhavnagar municipal corporation wards)માં કાર્પેટ પદ્ધતિ પ્રમાણે સર્વે થયો છે. આ ઉપરાંત ભાવનગર શહેરમાં ઓનલાઇન વેરો ભરનારાઓ (number of online taxpayers in bhavnagar city corporation)ની સંખ્યા 50 ટકાએ પહોંચી છે.

Bhavnagar Municipal Corporation Revenue: આ એક પદ્ધતિથી 100 કરોડને પાર પહોંચી ગઈ આવક

author img

By

Published : Dec 4, 2021, 5:06 PM IST

  • 8 વર્ષમાં ભાવનગર મહાનગરપાલિકાની 100 કરોડના વેરા સુધીની સફર
  • કાર્પેટ એરિયા પદ્ધતિ અમલમાં આવ્યા બાદ લોકો સ્વયંભૂ વેરો ભરતા થયા
  • 2013-14માં 24 કરોડનો વેરો 2021માં 103 કરોડ સુધી પહોંચી ગયો

ભાવનગર: મહાનગરપાલિકાએ 2013-14માં કાર્પેટ પદ્ધતિ (bhavnagar municipal corporation carpet method) અમલમાં મૂકી હતી. ઓનલાઇન વેરો ભરવા માટે એપ્લિકેશન (application for paying taxes online in bhavnagar) અમલમાં લાવ્યા બાદ ભાવનગર મહાનગરપાલિકાને સફળતા સર કરવામાં કામિયાબ નીવડી છે. 24 કરોડ રૂપિયાની વસૂલાત 8 વર્ષમાં 2021માં 103 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. 13 વોર્ડમાંથી 2 વોર્ડમાં કાર્પેટ પદ્ધતિ પ્રમાણે સર્વે (carpet method survey in bhavnagar) થયો છે, છતાં આવક 100 કરોડને પાર ગઈ છે, ત્યારે જો 13 વોર્ડમાં સર્વે થઈ જાય તો આવક ચોંકાવનારા સ્તર પર પહોંચી શકે છે.

કાર્પેટ પધ્ધતિનો અમલ કરતા આવકમાં વધારો

ભાવનગર શહેરમાં ઓનલાઇન વેરો ભરનારાઓની સંખ્યા 50 ટકાએ પહોંચી છે.

ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાએ કાર્પેટ પદ્ધતિનો અમલ કર્યા બાદ ઘરવેરાની આવક (house revenue tax in bhavnagar)માં વર્ષે વર્ષે વધારો થતો ગયો અને 8 વર્ષના સમયમાં મહાનગરપાલિકાએ ધાર્યા બહારની વસૂલાત કરી છે. ભાવનગર શહેરમાં ઓનલાઇન વેરો ભરનારાઓની સંખ્યા (number of online taxpayers in bhavnagar city corporation) 50 ટકાએ પહોંચી છે. જો કે 13 વોર્ડમાંથી હજુ એક જ વોર્ડની કાર્પેટ પદ્ધતિનો સર્વે થયો છે એટલે કામગીરી ધીમી છે.

મહાનગરપાલિકાએ કાર્પેટ પદ્ધતિ અમલમાં મૂકી પણ સર્વે ધીમો

ભાવનગર મહાનગરપાલિકાને જકાત બંધ થયા બાદ આર્થિક રીતે ઘરવેરો, કોમર્શિયલ વેરો અને સરકારની ગ્રાન્ટ (government grant for bhavnagar municipal corporation) પર નિર્ભર થવું પડ્યું છે. મહાનગરપાલિકાએ 2013-14માં કાર્પેટ પદ્ધતિ અમલમાં લાવી અને પીરછલ્લા વોર્ડમાં પ્રથમ કાર્પેટ પદ્ધતિનો સર્વે પૂર્ણ કર્યો. મહાનગરપાલિકાએ હવે બીજો વોર્ડ કાળિયાબીડ લીધો છે. જેમાં 80 ટકા કામગીરી પૂર્ણ થઈ છે.

24 કરોડની આવક 100 કરોડને પાર ગઈ

ઘરવેરા અને કોમ્પ્યુટર વિભાગના અધિકારી (home tax and computer department officer bahvanagar) ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે, 2013-14 માં મહાનગરપાલિકાએ કાર્પેટ પદ્ધતિનો પ્રારંભ કર્યો; એટલે કે જેટલો ઉપયોગમાં આવતો વિસ્તાર છે તેનો વેરો ભરવો. આની સમજ લોકોમાં આવતા વેરો ભરતા થયા છે અને 2013-14માં 24 કરોડની આવક હતી, તે 2021 સુધીમાં 100 કારોડ પાર ગઈ છે.

સર્વેની કામગીરીમાં કેમ વિલંબ થયો?

મહાનગરપાલિકાએ હાલમાં 4 માસમાં બીજો વોર્ડ કાળિયાબીડ 80 ટકા પૂર્ણ કર્યો છે.

ભાવનગર મહાનગરપાલિકાના કોમ્પ્યુટર વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે, કાર્પેટ એરિયાની આકારણી શરૂ કરવામાં આવી ત્યારે અત્યાધુનિક સાધન ડેસ્ટ્રોનેટર જેવા સાધનથી ચોકસાઈપૂર્વક અને સ્પષ્ટ આકારણી મહાનગરપાલિકાના કર્મચારીઓ (bhavnagar municipal employees) દ્વારા થઈ છે. શરૂઆત હતી એટલે કામગીરી ધીમી હતી. મહાનગરપાલિકાએ હાલમાં 4 માસમાં બીજો વોર્ડ કાળિયાબીડ 80 ટકા પૂર્ણ કર્યો છે. એક વર્ષમાં 4 વોર્ડ પૂર્ણ કરવાના છે, પ્રયત્ન ચાલું છે. અધિકારીના કહેવા મુજબ કર્મચારી પાસે અન્ય રાષ્ટ્રીય કામગીરી સહિતના કામો કરાવવામાં આવતા હોવાથી સર્વે ઝડપથી કરવામાં વિલંબ થયો છે, જે બાબત અધિકારી કેમેરા સામે કહી શકે તેમ નથી, પરંતુ આવક જોઈએ તો ઘણો ફાયદો મનપાને છેલ્લા 8 વર્ષમાં નીચે મુજબ થયો છે.

મહાનગરપાલિકાની આવકમાં વધારો થવામાં ઓનલાઇન સિસ્ટમનો ફાળો

ભારતમાં ડિજિટલ ક્રાંતિ આવી હોવાનું મહાનગરપાલિકાના વેરાની આવક (Bhavnagar Municipal Corporation Revenue) ને જોઈને જરૂર કહી શકાય છે. આજના સમયમાં લોકોને સમય બગાડવામાં કે પેટ્રોલ-ડીઝલના ખર્ચ વગર ઘરે બેઠા મળી રહેતી સુવિધામાં વધુ રસ જોવા મળે છે. ડિજિટલ ક્રાંતિ લાવતા મહાનગરપાલિકાએ 2013-14 માં ઓનલાઇન વેરો ભરવાની સિસ્ટમ વિકસાવી. આજે ભાવનગરની 50 ટકા જનતા ઓનલાઇન વેરો ભરે છે. મહાનગરપાલિકાના કોપ્યુટર વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાએ પોતાની એપ્લિકેશન બનાવ્યા બાદ ભવનગરમાં ઓનલાઇન વેરો ભરનારાની સંખ્યા 45 ટકાથી 50 ટકા સુધી પોહચી ગઈ છે જેને પગલે મહાનગરપાલિકા સુધી આવવામાં લોકોને તકલીફનો સામનો કરવો પડ્યો નથી. ઓનલાઇનનો ફાયદો મહાનગરપાલિકાને ખૂબ થયો છે.

આ પણ વાંચો: Unseasonal Rain In Bhavnagar: માવઠાથી ખેતીને નુકસાન થતાં ખેડૂતો નારાજ, તંત્રએ નુકસાનની વાત ફગાવી

આ પણ વાંચો: Meeting of the task force in Bhavnagar: ઓમિક્રોનને ફેલાવતો અટકાવવા ભાવનગર કલેક્ટરે યોજી ટાસ્ક ફોર્સની બેઠક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.