- જન્મનો દાખલો કાઢી આપ્યા બાદ અધિકારી ફસાયા
- પોલીસે અધિકારીની કરી ધરપકડ
- માતાએ સ્કૂલ લિંવિંંગ સર્ટીફિકેટ રજૂ કરતા પોલ ખુલી
ભાવનગર: મહાનગરપાલિકા ફરી વિવાદમાં આવી છે, 2019માં એક યુવતીએ પ્રેમ લગ્ન કરતા તેની માતાએ સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ રજૂ કરતા ભાંડો ફૂટ્યો હતો અને યુવતી સગીર નીકળી હતી. જેથી પોલીસે જે તે સમયના અધિકારીને તેની ખરી ચકાસણી માટે મનપામાંથી ઉઠાવતા ચકચાર મચી હતી.
સ્કૂલ લિવિંગ રજૂ કરતા યુવતી પુખ્તવયની નહી પણ સગીર હોવાનું આવ્યું સામે
ભાવનગરના ભરતનગરની એક યુવતીએ પ્રેમ લગ્ન કરી લીધા હતા અને લગ્ન નોંધણી પણ કરાવી હતી. યુવતીની માતાએ અકારણસર ફરિયાદ નોંધાવીને યુવતીનું સ્કૂલ લિવિંગ પોલીસ સમક્ષ રજુ કરતા મનપાના જન્મ મરણના જે તે સમયના અધિકારી રહેલા રાજેશ હાવલિયા સામે પોલીસે કડક કાર્યવાહી કરીને ચાલુ ફરજ પરથી ઉઠાવ્યા હતા. યુવતીની માતાએ સ્કૂલ લિવિંગ રજૂ કરતા યુવતી પુખ્તવયની નહી પણ સગીર હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસ બાદ અધિકારીને લઈ ગયા
ભરતનગર કેસમાં સગીર યુવતીએ લગ્ન કરાવવા માટે આપેલા જન્મના દાખલામાં અધિકારીની સહી જે તે સમયના અધિકારીની હોવાનું જાણવા માટે ગાંધીનગર ચકાસવા મોકલી હતી. ત્યાંથી રિપોર્ટ આવતા સહી રાજેશ હાવલિયાની હોવાનું માલુમ થતા પોલીસે જે તે સમયના જન્મ મરણ વિભાગના રજિસ્ટ્રાર અને હાલ વ્યવસાય વેરાના સુપરિટેન્ડન્ટ રાજેશ હાવલિયાને ચાલુ ફરજે ભરતનગર પોલીસ ઉઠાવીને લઈ ગઈ હતી. જેને પગલે મનપમાં ચારેકોર ચર્ચાએ જોર પકડ્યું છે
શું પગલાં ભરાઈ શકે છે અધિકારી સામેે
અધિકારીને ચાલુ ફરજે લઇ ગયા બાદ મહાનગરપાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે રાજેશ હવાલીયા અધિકારી હાલ પોલીસ કબ્જામાં છે અને બોગસ જન્મના દાખલાને લઈને કાર્યવાહી થઈ છે, ત્યારે મહાનગરપાલિકાના કમિશ્નર એમ.એ.ગાંધીએ જણાવ્યું હતું કે પોલીસ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી અધિકારી સામે થઈ શકે છે. જો કે હાલ સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. પોલીસ રિપોર્ટ આવ્યા બાદ પગલાં લેવા કે ન લેવા વગેરે નિર્ણય પછીથી થશે.