ભાવનગરઃ શહેરમાં LCB પોલીસ(city lcb police) વાહન ચેકીંગમાં ચિત્રા સીદસર રોડ પાણીની ટાંકી પાસે બાઇક પર આવતા લોકોને રોકી તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન 1,35,200નાં ચોરીના મુદ્દામાલ સાથે એક મહિલા સહિત 2 પુરૂષોની ધરપકડ કરવામાં આવી હતી. સઘન પૂછતાછમાં ચિક્લીકર ગેંગના(chiklikar gang) સભ્યોએ સ્વીકાર્યું હતું કે, તેમને 8 મહિનામાં 6 ચોરીઓ કરી છે. ચોરીના પૈસામાંથી બાઇકની ખરીદી કરી હતી.
આ પણ વાંચોઃ19 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, ત્રણ શખ્સોની ધરપકડ
લોકોએ રાહતનો શ્વાસ લિધો ભાવનગરના પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આવતા બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 6 ચોરીના ભેદ ઉકેલાયા છે. બોરતળાવ(bor lake) પોલીસ વિસ્તારમાં ચિક્લીકર ગેંગ સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી જતા હતા. ચોરી કરીને મુદ્દામાલ વહેચવાની પદ્ધતિનો પણ ખુલાસો થયો હતો.