ETV Bharat / city

Dussehra festival:ખાદ્ય નમૂનાની ચકાસણી કરતું Bhavnagar Corporation, 15 દિવસ બાદ મળશે રીપોર્ટ - ભાવનગર આરોગ્યવિભાગ

ભાવનગર શહેરમાં તહેવાર નિમિતે કોર્પોરેશનના (Bhavnagar Corporation) આરોગ્ય વિભાગે કામગીરી કરતાં બે દિવસમાં 71 સેમ્પલ લીધાં છે. જેમાં સૌથી વધુ જલેબી ચોળાફળીના છે. જે લોકો દશેરાના દિવસે આરોગી જશે. આ સેમ્પલ તપાસ માટે રાજકોટ મોકલાશે અને 15 દિવસે રિપોર્ટ આવશે કે કયું સેમ્પલ ખાદ્યલાયક છે અને કયું નથી. ત્યાં સુધીમાં લાખો રુપિયાના જલેબી ચોળાફળી નાગરિકો આરોગી ગયાં હશે.

Dussehra festival:ખાદ્ય નમૂનાની ચકાસણી કરતું Bhavnagar Corporation, 15 દિવસ બાદ મળશે રીપોર્ટ

author img

By

Published : Oct 13, 2021, 7:54 PM IST

  • તહેવાર નિમિતે ભાવનગર શહેરમાં સેમ્પલ લેવાનો આરોગ્ય વિભાગે કર્યો પ્રારંભ
  • બે દિવસમાં 71 જેટલા સેમ્પલ લેવામાં આવ્યાં, એક દિવસમાં 37 સૌથી વધુ
  • 15 દિવસ બાદ રાજકોટથી મળશે રીપોર્ટ
  • સેમ્પલ ફેઇલ જાય તો કોર્ટમાં ચાલે છે કેસ અને સાબિત થાય તો દંડ ભરવાપાત્ર દુકાનદાર

ભાવનગર શહેરમાં નવરાત્રીના તહેવારમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે (Bhavnagar Health Department) ખાદ્યપદાર્થોમાં ચેકીંગ હાથ ધરીને સેમ્પલો લેવાનો પ્રારંભ કર્યો છે. ત્રણ દિવસ સતત તહેવારની મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે ત્યારે સેમ્પલ ફેલ થવાના પગલે ટેસ્ટિંગ બાદ રિપોર્ટ આવતા ખ્યાલ આવશે કે અખાદ્ય પદાર્થો કેટલા વેચાયાં છે.

મીઠાઈ અને ફરસાણના કુલ 71 સેમ્પલ લેવાયાં
ભાવનગરમાં નવરાત્રીમાં અને બાદમાં દશેરાના દિવસે જલેબી ચોળાફળીની ઝપટ બોલતી હોય છે. કોર્પોરેશનના આરોગ્યવિભાગે (Bhavnagar Health Department) ગઈકાલથી ત્રણ દિવસ માટે ઠેર ઠેર ચેકીંગ હાથ ધર્યું છે. ગઈકાલે 27 સ્થળો ઉપર ચેકીંગ કરીને 37 સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. આ સેમ્પલમાં 16 સેમ્પલ જલેબી અને મીઠાઈના હતાં જ્યારે 21 સેમ્પલમાં ચોળાફળી અને પાપડીના મળીને 37 સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. ત્યારે બીજા દિવસે પણ 34 જેટલા સેમ્પલ લેવામાં આવ્યાં છે. ત્યારે કોર્પોરેશને બે દિવસમાં હાલ 71 સેમ્પલો લીધા છે અને આવતીકાલે આરોગ્યની ટીમ ચેકીંગમાં જઈને દશેરા નિમિતે જલેબી ચોળાફળીના સેમ્પલો લેશે.

આરોગ્ય વિભાગે કામગીરી કરતાં બે દિવસમાં 71 સેમ્પલ લીધાં છે
નાગરિકોએ આરોગી લીધાંના 15 દિવસ બાદ મળે છે રીપોર્ટ

ખાદ્યપદાર્થોના સેમ્પલને ટેસ્ટિંગ માટે રાજકોટ લેબમાં મોકલવામાં આવે છે કારણ કે ભાવનગરમાં ટેસ્ટિંગની લેબ નથી. બે કે ત્રણ દિવસમાં કોઈ પણ સેમ્પલનું ટેસ્ટિંગ લેબમાં થઈ શકે છે પરંતુ ભાવનગર કોર્પોરેશનને (Bhavnagar Health Department) 15 દિવસ પછી રિપોર્ટ મળે છે. એટલે કે લેવાયેલા ખાદ્યપદાર્થોની ચકાસણી યોગ્ય સમય પહેલાં પરિણામ આપતી નથી. જોકે સેમ્પલ લીધા બાદ ફેઈલ જાય તો તે વેપારી સામે કોર્ટમાં કેસ ચાલે છે અને સાબિત થાય તો દંડ આપવામાં આવે છે. આ રીતે આખી કવાયતનો ફાયદો લોકોને તો મળતો નથી પણ ભાવનગર કોર્પોરેશનને છેલ્લા ત્રણ વર્ષમાં 15 લાખ રુપિયા દંડવસૂલી પેટે આવક થઇ છે.

આ પણ વાંચોઃ તહેવારોને લઇ ખાદ્યપદાર્થોનું ચેકિંગ, પણ સેમ્પલના રિપોર્ટ 20 દિવસે : કેટલું સુરક્ષિત પ્રજાનું આરોગ્ય

આ પણ વાંચોઃ જામનગરમાં ફૂડ શાખાની પાણીપુરીના વિક્રેતાઓ પર તવાઈ, 10 દુકાનોમાં ચેકિંગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.