- દબાણને લઈ ભેદભાવ મામલે ચીમકી બાદ કોંગ્રેસના ધરણા
- કોંગ્રેસના સભ્યોની ટીંગાટોળી બાદ અટકાયત
- ભાવનગર કોંગ્રેસની શું માગ અને શું અલ્ટીમેટમ
ભાવનગરઃ શહેરમાં ચાલતી દબાણની કાર્યવાહીને પગલે બે ત્રણ દિવસ પૂર્વે કોંગ્રેસે રેલી કાઢીને મહ્નાગરપાલિકા સુધી જઈને કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને માગ કરી હતી કે દબાણમાં બેધારી નીતિ એટલે કે વહાલાંદવલાં નીતિ રાખવામાં આવી રહી છે. મોટી માછલીઓ બચી જાય છે અને નાના લોકોને નિશાન બનાવવામાં આવે છે. આવેદન આપીને ૪૮ કલાકમાં પોતાની નીતિ સુધારવા જણાવ્યું હતું.
- ધરણા બાદ શું થયું કેવી રીતે થઈ અટકાયત
જોકે બેધારી નીતિ નહીં બદલાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ આજે ભાવનગરના મહાનગરપાલિકાના પટાંગણમાં ધરણા યોજ્યાં હતાં. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા થઈ રહેલી દબાણ ઝૂંબેશમાં વિપક્ષમાં બેઠેલ કોંગ્રેસ આવેદન આપીને ચીમકી ઉચ્ચારી હતી. ધરણા યોજ્યાંની થોડી મીનિટોમાં પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે નિયમ પ્રમાણે કોંગ્રેસ નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી લીધી હતી. સૂત્રોચ્ચાર કરતાં કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.