ETV Bharat / city

Bhavnagar CBSE Topper 2022 : સીબીએસઇ રીઝલ્ટ 2022માં ઝળકી ઊઠી હીર, 100માંથી સૌ પણ મેળવ્યા - ભાવનગરની નૈમિષારણ્ય શાળા

ભાવનગરમાં ધોરણ 12 CBSE બોર્ડ પરિણામ (cbse result 2022 ) જોઈએ તો ભાવનગરની ખૂબ ઓછી શાળાઓ વચ્ચે હરીફાઈ જોવા મળે છે. ભાવનગરની નૈમિષારણ્ય શાળાની(Naimisharanya School Bhavnagar) હીર પટેલે બાજી મારી છે. ટોપરમાં રહીને 100 માંથી સૌ ગુણ (Bhavnagar CBSE Topper 2022) મેળવ્યા છે. હીરની (CBSE Student Heer Patel) અભ્યાસની પદ્ધતિ શું હતી અને મોબાઈલ યુગમાં તેણે બનાવેલું ટાઇમટેબલ જાણો.

Bhavnagar CBSE Topper 2022 : સીબીએસઇ રીઝલ્ટ 2022માં ઝળકી ઊઠી હીર, 100માંથી સૌ પણ મેળવ્યા

author img

By

Published : Jul 23, 2022, 3:59 PM IST

ભાવનગર- ભારતમાં આવેલા CBSE બોર્ડમાં આવેલા પરિણામમાં ભાવનગર શહેર અને જિલ્લાની વાત કરવામાં આવે તો ઓછી શાળાની સંખ્યા વચ્ચે ધોરણ 12માં કોમર્સમાં હીર પટેલે બાજી મારી છે. સારા ટકા મેળવીને અવલ્લ નંબરે રહી છે તો એક વિષયમાં સોમાંથી 100 મેળવ્યા છે. જાણીએ વિગતથી.

ભાવનગરમાં સીબીએઇ ધો. 12 પરિણામમાં હીર પટેલે બાજી મારી

કોમર્સમાં ટોપર - CBSE બોર્ડમાં ટોપર હીર પટેલના 100માંથી સૌ -CBSE બોર્ડના આવેલા પરિણામમાં ભાવનગરની નૈમિષારણ્ય શાળાની હીર પટેલ કોમર્સમાં ટોપર રહી છે. હીરના માતા ડોકટર છે. ડો. માધવીબેન પટેલ અને પિતા જીજ્ઞેશભાઈ અને મોટાભાઈના સાથ સહકાર અને શાળા તેમજ ટ્યુશનના શિક્ષકના સથવારે 96 ટકા મેળવ્યા છે. 96 ટકા સાયન્સમાં પણ કોઈને જિલ્લામાં નથી. હીરની મહેનત પાછળ તેણે કરેલા બેલેન્સ અને આધુનિક સમયમાં મોબાઈલનો હકારાત્મક ઉપયોગ કારણભૂત છે.

હીરની ભણવાની સ્ટ્રેટેજી અને ભવિષ્ય - હીર CBSE બોર્ડમાં 96 ટકા મેળવીને ખૂબ ખુશ છે. હીર સાથે વાતચીત કરતા તેણેે જણાવ્યું હતું કે ઘરમાં કોઈ પણ પ્રકારનું બંધન ન હતું તેમજ કોઈ કનડગત ન હતી. માતાપિતા અને ભાઈની સંપૂર્ણ સાથસહકાર હતો. સવારમાં નિયત ક્રમ પ્રમાણે ઉઠ્યા બાદ 45 મિનિટ અભ્યાસ અને 45 મિનિટ બ્રેક આમ બેલેન્સ કરીને મેં મહેનત કરી છે. ભાઈ પણ ઘણી બાબતોમાં સમજણ આપતો હતો. ટ્યુશન અને શાળાના શિક્ષકોનો ખુબ સહકાર મળ્યો છે. મારે આગળ BBA કરીને આગળ વધવું છે. મોબાઈલ હતો પણ તેનો પોઝિટિવ ઉપયોગ કર્યો છે. કોઈ ખોટો કે ખોટી જગ્યાએ ઉપયોગ નથી કર્યો. ટીવી સંપૂર્ણ એક વર્ષ દરમ્યાન બંધ રાખ્યું હતું.

આ પણ વાંચોઃ CBSE Result 2022: દિતી શાહે સોશિયલ મીડિયાથી દૂર રહીને મેળવ્યું ઉજ્જવળ પરિણામ

માતાપિતાનો સહકાર અને ખુશી -ઘરમાં વાતાવરણ કેવું હોવું જોઈએ તે હંમેશા બાળકોના જીવનને ધ્યાનમાં માતાપિતાઓએ લેવું જોઈએ. હીરના પિતા જીજ્ઞેશભાઈએ જણાવ્યું હતું કે ઘરમાં કોઈ રોકટોક કે સલાહ સૂચન હીરને આપવામાં આવતી ન હતી. સંપૂર્ણ સ્વતંત્ર હતી જે કરે તે કરવા દેવામાં આવતું હતું. હીરને માર્ગદર્શન પણ અમે આપતા રહેતા હતા. હીર આજે 96 ટકા લાવતા અમારા પરિવારમાં ખૂબ આનંદ છે.

આ પણ વાંચોઃ ધોરણ 12 CBSEનું પરિણામ જાહેર, જો પરીક્ષા આપી હોત તો વધુ સારું પરિણામ આવતું - વિદ્યાર્થીઓ

સારી બાબત એ છે કે હીરે બિઝનેસ સ્ટડીઝ વિષયમાં 100 માંથી સૌ ગુણ મેળવ્યા છે જે અન્ય એક પણ વિદ્યાર્થીને તેના ક્ષેત્રમાં નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.