ETV Bharat / city

Bhavnagar alert for Omicron: ભાવનગરમાં વિદેશથી આવનારના RTPCR ફરજિયાત

ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ સતર્ક (Bhavnagar alert for Omicron) બની ગયું છે. વિદેશથી આવતા લોકોના RTPCR ફરજીયાત કરી દેવામાં આવ્યા છે. આરોગ્યની ટીમ તૈયાર છે, ત્યારે સર.ટી હોસ્પિટલમાં પણ 205 બેડમાં ઓક્સિજન લાઇન નાખવામાં આવી રહી છે. કલેકટરના અધ્યક્ષ સ્થાને ટાસ્ક ફોર્સની બેઠક કરવામાં આવી રહી છે.

Bhavnagar alert for Omicron: ભાવનગરમાં વિદેશથી આવનારના RTPCR ફરજિયાત
Bhavnagar alert for Omicron: ભાવનગરમાં વિદેશથી આવનારના RTPCR ફરજિયાત
author img

By

Published : Nov 29, 2021, 9:07 PM IST

  • ભાવનગરમાં દક્ષિણ આફ્રિકાના વેરિયન્ટ ઓમીક્રોનને પગલે તૈયારીઓ શરૂ
  • 205 બેડમાં કામગીરી શરૂ
  • કલેકટરના અધ્યક્ષ સ્થાને ટાસ્ક ફોર્સની બેઠકનું આયોજન

ભાવનગર: શહેરમાં કોરોનાના કેસો એકદમ બંધ થઈ ગયા છે. દક્ષિણ આફ્રિકાના નવા વેરિયન્ટ ઓમીક્રોન ભારતમાં (south africa new variant in india ) ફેલાવાની શક્યતના આધારે દેશને સાવચેત કરવામાં આવ્યો છે, ત્યારે ભાવનગર શહેરમાં પણ તંત્ર એલર્ટ (Bhavnagar alert for Omicron) થઈ ગયું છે. જો કે, શું વ્યવસ્થાઓ હાલમાં છે અને તંત્રની તૈયારીઓ શુ છે.

ઓમીક્રોન વેરીયન્ટને લઈ મહાનગરપાલિકા અને તંત્રની તૈયારી

ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના દરેક વોર્ડમાં 12 જેટલા આરોગ્ય કેન્દ્રો આવેલા છે. જ્યાં RTPCR અને રેપીડ ટેસ્ટ જેવી વ્યવસ્થા છે. આ સિવાય વેક્સિનનો પ્રથમ ડોઝ સંપૂર્ણ થયા બાદ બીજા ડોઝ માટે લોકોને અપીલ કરાઈ રહી છે. મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના અધિકારી આર.કે સિન્હાએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની આરોગ્યની ટીમને સતર્ક કરી દેવામાં આવી છે. વિદેશથી જે કોઈ આવી રહ્યા હોય તેનો RTPCR ફરજિયાત કરવામાં આવશે. પહેલી અને બીજી વેવમાં જે તૈયારીઓ હોસ્પિટલોમાં હતી તે યથાવત રાખવામાં આવી છે. હાલમાં બે ત્રણ માસથી માત્ર એક બે કેસ આવી રહ્યા છે. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ટાસ્ક ફોર્સની બેઠક (Bhavnagar task force meeting) છે, બાદમાં આગળની તૈયારી વિશે નિર્ણય કરવામાં આવશે.

Bhavnagar alert for Omicron: ભાવનગરમાં વિદેશથી આવનારના RTPCR ફરજિયાત

જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલમાં શુ વ્યવસ્થા?

ભાવનગર જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ સરકારી છે. જેમાં બીજી લહેરમાં 1000 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી, ત્યારે નવા વેરિયન્ટ ઓમીક્રોનના ભય વચ્ચે ત્રીજી લહેરની શક્યતમાં સર ટી હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો જયેશ બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે બીજી વેવમાં જે તૈયારીઓ હતી તે યથાવત છે. હોસ્પિટલમાં 1130 જેટલા બેડ છે. 925 જેટલા બેડ પર ઓક્સિજન પાઇપ લાઇન છે જ્યારે હાલમાં 205 બેડ પર પાઇપલાઇન ઓક્સિજન નાખવાની કામગીરી શરૂ છે. સર ટી હોસ્પિટલમાં ઓક્સિજન 30 હજાર લીટરની ટેંકો છે સાથે PSA પ્લાન્ટ બે છે જેમાં એક મિનિટમાં 2 હજાર લીટર ઓક્સિજન મળે છે.

આ પણ વાંચો: Omicron Variant in India: દેશમાં વધુ એક ઘાતક વેરિયન્ટનું જોખમ, બાળકોને ત્વરિત રસી આપવાની તબીબોની તાકીદ

આ પણ વાંચો: Omicron Variant in India: કોરોનાના નવા વેરિયન્ટને લઈ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.