ભાવનગર: શહેરમાં 2/2/2017ના રોજ કુંભારવાડાની સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. જેના પગલે તેની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સખત દસ વર્ષની સજા ફટકારી હતી.
ભાવનગરના રહેતી સગીરાનું અપહરણ મનજી જીંજરીયા નામના 30 વર્ષીય શખ્સે 2017 ફેબ્રુઆરીમાં કર્યુ હતું. ત્યારબાદ તેને બાઇક પર બેસાડી સગીરાને નવા બંદર તરફ વાડી વિસ્તારમાં લઈ જઈને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું.
આ બનાવને પગલે સગીરાની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપી મનજી જીંજરીયાને ઝડપી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો કોર્ટમાં ગયા બાદ કોર્ટે કેસ ચાલી જતા કોર્ટે મનજી જીંજરીયાને સખત દસ વર્ષની સજા ફટકારી છે. સાથે 2 હજારનો દંડ પણ ફટકાર્યો છે અને જો દંડ ભરવામાં નહીં આવે તો વધુ ત્રણ માસની સજાની જોગવાઈ કરી છે.