ETV Bharat / city

Bhagavad Gita Seminar Bhavnagar: ભાગવત શીખવવા પહેલા શિક્ષક બનશે વિદ્યાર્થી, સેમિનારનું આયોજન - શિક્ષણ વિભાગ ગુજરાત

શિક્ષકોને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવા માટે ભાવનગર મહાનગરપાલિકાએ સેમિનાર (Bhagavad Gita Seminar Bhavnagar)નું આયોજન કર્યું છે. 55 શાળાના કુલ 599 જેટલા શિક્ષકોને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવામાં આવશે. 2 તબક્કાના સેમિનારમાં ભગવદ્ ગીતાના તજજ્ઞો માર્ગદર્શન આપશે.

Bhagavad Gita Seminar Bhavnagar: ભાવનગરમાં શિક્ષકોને શીખવવામાં આવશે ભગવદ્ ગીતાના પાઠ, સેમિનારનું આયોજન

author img

By

Published : Mar 24, 2022, 10:33 PM IST

ભાવનગર: ગુજરાત સરકારે ભગવદ્ ગીતાના (bhagavad gita gujarat government) પઠનની જાહેરાત બાદ ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ (bhavnagar municipal corporation education committee)એ શિક્ષકોને તૈયાર કરવા માટે કમર કસી લીધી છે. ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તેમની 55 શાળાના (Schools In Bhavnagar) કુલ 599 જેટલા શિક્ષકોને ભગવદ્ ગીતાનું જ્ઞાન તજજ્ઞો દ્વારા આપવા માટે સેમિનાર (Bhagavad Gita Seminar Bhavnagar)નું આયોજન કર્યું છે. આગામી એપ્રિલમાં શિક્ષકો વિદ્યાર્થી બનીને માર્ગદર્શન મેળવશે.

599 જેટલા શિક્ષકોને ભગવદ્ ગીતાનું જ્ઞાન અપાશે.

26 એપ્રિલ 2022ના રોજ પ્રથમ સેમિનારનું આયોજન- એપ્રિલ મહિનામાં શિક્ષકોને તાલીમ આપવા સેમિનારો નક્કી થઈ ચૂક્યા છે. જેમાં શિક્ષકો વિદ્યાર્થી બનીને ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવશે. ગુજરાત સરકારે ભગવદ્ ગીતાનું જ્ઞાન (Knowledge of the Bhagavad Gita) બાળકોમાં આપવા માટે હવે જાહેરાત કર્યા બાદ શિક્ષણ વિભાગ (Department of Education Gujarat) સક્રિય બની ગયું છે. મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના શાસનાધિકારી યોગેશ ભટ્ટે જણાવ્યું હતું કે, 2 વિભાગમાં 26 એપ્રિલ 2022ના રોજ પ્રથમ સેમિનારનું આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો: Bhagavad Gita in Textbook : 'આપ' ના પાઠ્ય પુસ્કતમાં ભગવદ્ ગીતાના આવકાર સાથે પ્રહાર

5 સ્થળે ચાલશે સેમિનાર- તેમણે જણાવ્યું કે, પહેલાં તબક્કામાં 5 ડિવિઝન પાડવામાં આવ્યા છે. જેમાં કુલ 300 શિક્ષકો (Teachers In Bhavnagar) હશે, જ્યારે બીજા તબક્કામાં પણ 5 ડિવિઝન અને 300 શિક્ષકો ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવશે. સવારે 10.30થી 12.30 સુધી આ સેમિનારો 5 સ્થળો પર ચાલશે. ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવવા માટે હિંદી, ગુજરાતી અને સંસ્કૃતના મળીને માત્ર 123 શિક્ષકો છે. જ્યારે અન્ય ભાષાના શિક્ષકો નથી.

આ પણ વાંચો: Jakhvada Primary School: સુરત જિલ્લાની એક એવી શાળા જ્યાં મુસ્લિમ શિક્ષક બાળકોને ભણાવે છે ગીતાના પાઠ

ભગવદ્ ગીતાના તજજ્ઞો માર્ગદર્શન આપશે- છતાં શિક્ષણ સમિતિ 600 શિક્ષકોને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપી ગાડું રોડવશે. શાસનાધિકારી યોગેશ ભટ્ટે જણાવ્યું હતું કે, 2 તબક્કાના સેમિનારમાં ભગવદ્ ગીતાના તજજ્ઞો માર્ગદર્શન આપશે. જેના વિષયોમાં જોઈએ તો ભગવદ્ ગીતાનો જીવનમાં ઉપયોગ, વ્યક્તિત્વ વિકાસ, મૂલ્યોનો વિકાસ, સદગુણોની પ્રાપ્તિ, શ્રીકૃષ્ણ અને અર્જુન તેમજ ગુરુ શિષ્યના મુદ્દાઓ પર તજજ્ઞો જ્ઞાન પૂરું પાડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.