ભાવનગર : રાજ્ય સરકારને જે કામ કરવાનું હોય તે કામ ભાવનગરના એક વ્યક્તિ કરી રહ્યા છે. આ વ્યક્તિ પિલ ગાર્ડનમાં ત્રણ વર્ષથી શાળા ચલાવે છે. ડૉ ઓમ ત્રિવેદીના નામના વ્યક્તિ "ભાઈબંધની નિશાળ"માં ભિક્ષુક અને મજૂરી કરતા બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. ડૉ ઓમ ત્રિવેદી 3 વર્ષથી આવા બાળકોને અભ્યાસ કરાવી વાંચન (Bhavnagar Beggar School) અને લેખન શીખવાડી રહ્યા છે. આ બાળકોની કોઈ ઓળખ પણ સરકારના ચોપડે નથી. ત્યારે ભાઈબંધની નિશાળે ASP સફિન હસને પણ મુલાકાત લીધી હતી અને ASPનો બાળકો (ASP Visiting Bhaibandhni Nishal) પ્રત્યે પ્રેમ દેખાઈ આવ્યો હતો.
આ પણ વાંચો : પ્રાથમીક શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ કર્યો સરકારી શિક્ષણનો નિર્ણય, શું છે તેમની વિચારધારા
ભાઈબંધની નિશાળના નિયમો બાળકો માટે શું - ભાવનગર શહેરમાં 27 જૂન એટલે જેઠ વદ 14 વિક્રમ સવંત 2079 કલી યુગાબ્દ 5124 ના રોજ રાત્રીના સમયે પીલગાર્ડનમાં (સરદારબાગ) ભાઈબંધની નિશાળ શરૂ થઈ હતી. જ્યાં નિત્ય ક્રમ મુજબ-પ્રાર્થના બાદ, સામૂહિક તથા વ્યક્તિગત સ્વરૂપે એકડા, કક્કો,30 સુધી અંગ્રેજી એકડા, P સુધી ABCD, અને 20 સુધીના ઘડિયાના મોપાઠનો મહાવરો કરવામાં આવતો હતો. દર સોમવારની માફક પાટીયું કાઢી સાફ કરી આંકીને એકડા, કક્કો, ઘડિયા, ABCD લખાવતા હોય છે. શહેરના જાંબાઝ પોલીસ અધિકારી ASP સફિન હસન સાહેબ અને તેમની ટીમ પીલગાર્ડન ખાતે પેટ્રોલિંગ કરતા નિશાળની મુલાકાતે (Bhaibandhni Nishal in Bhavnagar) પધાર્યા હતા.
આ પણ વાંચો : નિરાધાર બાળકોના ભણવા માટેનું એક કેન્દ્ર એટલે 'ભાઈબંધની નિશાળ', શું છે વિશેષતા જાણો
ASPનો બાળકો પ્રત્યેનો પ્રેમ છલકાયો - ASP સફિન હસને છલકાતા વાત્સલ્ય સાથે ભાઈબંધોને આશીર્વાદ આપ્યા હતા. ASP એ બાળકને માથામાં હાથ ફેરવ્યો તો બાળકને તેડીને વહાલ છલકાવી હતી. ASP સહિત તેમની ટીમે બાળકોને લઈને ડો ઓમ ભાઈ ત્રિવેદીના કામને બિરદાવ્યા હતા. આ સાથે આજે નિશાળના શુભચિંતક ડિમ્પલ બહેન તથા ઊર્જા બહેન દ્વારા નિશાળને યથાશક્તિ સહયોગ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. અંતે રાબેતા મુજબ, વાર્તા સાંભળી, પ્રાર્થના, રાષ્ટ્રીય આરાધના, બાદ ઉપસ્થીતોના આશિષ મેળવી. આજના ભોજન-પ્રસાદના અનામી દાતા દ્વારા આપવામાં આવેલા સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ (ગાયના દૂધ સાથે), પેકેટ નાસ્તો ગ્રહણ કરી, નિયત સફાઈ કાર્ય કરી, ભાઈબંધો જયહિંદ સાથે નિશાળની રિક્ષામાં (Study Begging Children) પોતાના ફૂટપાથ બંગલે જવા રવાના થયા.