- ભાવનગર મહાનગરપાલિકાની પાણીના બચાવ માટે અદભુત કામગીરી
- ત્રણ ચાર વર્ષથી વોટર હાર્વેસ્ટિંગ માટે જાહેરમાં બનાવાય છે જમીનમાં ડાર
- 12 જેટલા જાહેર સ્થળો પર બની ચુક્યા છે હજુ પણ 6 સ્થળો પર પ્લાન
- લોકોને અપીલ જેના ઘરમાં ડાર હોય તે પાણી તળમાં ઉતારે તેવી લોકોની માગ
ભાવનગર: "પાણી બચાવો" માત્ર વાત કરવાથી જળનું જતન નહિ થાય પણ કર્મનિષ્ઠ બનીને પાણી બચાવવા માટે મેદાનમાં ઉતરવું પડશે. ભાવનગર મહાનગરપાલિકા (BMC) એ જ પાણી બચાવવા અને જમીનમાં રહેલા તળને ઊંચા લાવવા માટે water harvesting માટે ઉત્તમ પગલું ઉઠાવ્યું છે જેના ત્રણ લાભ થઇ રહ્યા છે.
આ પણ વાંચો: Rain Water Harvesting - જાણો કઈ રીતે જામનગરમાં કરાઈ રહ્યો છે વરસાદી પાણીનો સંગ્રહ
Water Harvesting સિસ્ટમને મહાનગરપાલિકાએ અમલી કરી
ભાવનગર શહેરમાં પાણી સમસ્યા (Water problem) ને ટાળવા માટે મહાનગરપાલિકા પોતાની રીતે વ્યવસ્થા કરતી હોય છે પણ પાણી બચાવવું કેટલું જરૂરી છે તેનું મહત્વ મહાનગરપાલિકાએ પણ સમજાવ્યું છે. ભાવનગર મનપા (BMC) ના વોટર વર્ક્સ વિભાગ છેલ્લા ત્રણ વર્ષથી જાહેરમાં વોટર હાર્વેસ્ટિંગ (Water Harvesting) માટે જળ તળમાં ઉતારવા માટે ડાર કરી રહી છે. જમીનના તળ ઊંચા લાવવા માટે જાહેર સ્થળોમાં 12 જેટલા ડાર કરવામાં આવ્યા છે અને હજુ બીજા જરૂરિયાત મુજબ કરાતા જાય છે.
આ પણ વાંચો: રેઇન વોટર હાર્વેસ્ટિંગ થકી જળ સંરક્ષણ અંગે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન જાગૃતિ પ્રસરાવશે
Water Harvesting થી મનપાને શું ફાયદા અને પ્રજાને શું અપીલ ?
ભાવનગર મનપાને જમીનમાં ડાર કરવાથી મોટો ફાયદો થયો છે. જાહેર રસ્તામાં કે બગીચામાં ડાર બનાવતાની સાથે સર્કલમાં એકઠું થતું પાણી તળમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. હાલમાં સરદારનગર સર્કલમાં ડાર બનાવવામાં આવ્યો છે. સર્કલમાંથી પાઇપ ડાર સુધી નાખવામાં આવ્યો છે. જેથી પાણી ભરાવાની સમસ્યા રસ્તા કે સર્કલમાં થતી નથી. આસપાસના વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવ્યા છે. આ સાથે જેને પાણીના ડાર છે તેને ઉનાળામાં પાણી સમસ્યા ઉભી નહિ થાય. જેને પોતાના ઘરમાં ડાર હોય તે વરસાદી પાણી તેમાં નાખે તેવી અપીલ કરાઈ છે.