- ભાવનગરમાં સરકારના નવા નિર્ણયમાં લાગેલી કેટલીક પાબંધી બાદ બજારો સૂમસામ બની
- જીવન જરૂરિયાત સિવાયની દરેક દુકાનો બંધ રાખવામાં આવી
- વેપારીઓ દુકાન બહાર બેસીને સરકારનો નિર્ણય વધાવ્યો
ભાવનગર: શહેરમાં રાજ્ય સરકારના નવા નિર્ણયમાં લાગેલી કેટલીક પાબંધી બાદ બજારો સુમસામ બની ગઈ છે. જીવન જરૂરિયાત સિવાયની દરેક દુકાનો બંધ રાખવામાં આવી છે. શહેરના બાહ્ય અને મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં વેપારીઓ દુકાન બહાર બેસીને સરકારનો નિર્ણય વધાવ્યો હોય તેવું લાગી રહ્યું હતું.
આ પણ વાંચો : રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: 20 શહેરો ઉપરાંત 9 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ
શહેરની મુખ્ય બજાર સહિતના વિસ્તારો સૂમસામ બન્યાં
ભાવનગર શહેરમાં મુખ્ય બજાર સહિત બાહ્ય વિસ્તારમાં રાજ્ય સરકારના એલાન બાદ જીવન જરૂરિયાત સિવાયની તમામ દુકાનો અને બજારો બંધ રહી હતી. દુકાન બહાર સવારમાં વેપારીઓ બેસી ગયા હતા. દુકાનદારોએ સરકારના નિર્ણયને વધાવ્યો હતો. જોકે ભાવનગરની વોરા બજાર, પીરછલ્લા, ગોળ બજાર, દાણાપીઠ જેવા વિસ્તારોમાં દુકાનો બંધ રાખીને બજારમાં સંપૂર્ણ લોકડાઉન જેવો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો : લોકડાઉનના પ્રથમ દિવસે સરભોણના બજાર સંપૂર્ણ બંધ રહ્યા
કેવા પ્રકારની દુકાનો બંધ અને શું શરૂ
ભાવનગરની મુખ્ય બજારમાં શાકમાર્કેટ, કરિયાણા, દૂધ જેવી ચિજોને વેપારીઓ દુકાનો ખુલ્લી રાખી હતી. જ્યારે બૂટ- ચપ્પલ, ઇલેક્ટ્રિક, સોની, ચશ્માંવાળા, ઘરગથ્થુ ચિજોના વેપારી સહિતની જીવન જરૂરિયાત વગરની દુકાનોને તાળા લાગી ગયા છે. શહેરની મુખ્ય બજાર નહિ પણ બાહ્ય વિસ્તારમાં પણ દુકાનો બંધ રાખવામાં આવી છે. રસ્તાઓ પર સુમસાન સ્થિતિ જોવા મળી રહી છે.
દુકાનદાર મોહમ્મદ રફીકભાઈએ સરકારના નિર્ણયને વધાવ્યો
ટૂંકમાં લોકડાઉન શબ્દનો ઉપયોગ નથી પણ લોકડાઉન જેવી સ્થિતિ જરૂર જોવા મળી રહી છે. દુકાનદાર મોહમ્મદ રફીકભાઈએ સરકારના નિર્ણયને વધાવ્યો છે અને વધતા કેસમાં બંધ રાખવું જરૂરી છે. સૌ સમજે છે કે આર્થિક નુકસાની છે પણ જીવ હશે તો બધું થશે.