ETV Bharat / city

અંકુર મંદબુદ્ધિ શાળાના બાળકો રાખડી બનાવીને મેળવી રહ્યા છે રોજગારી

ભાવનગર શહેરમાં અંકુર મંદબુદ્ધિ શાળા ( Ankur Mandbuddhi school ) માનસીક અસ્વસ્થ બાળકોને પ્રશિક્ષણ આપીને સમાજમાં પુનઃ સ્થાપન કરવાનું શ્રેષ્ઠ કાર્ય કરી રહી છે, ત્યારે હાલમાં આવતા રક્ષાબંધન ( RakshaBandhan 2021 ) પર્વમાં રોજગારી કેમ પ્રાપ્ત થાય તેવા પ્રશિક્ષણ આપીને રાખડી બનાવતા આ બાળકો પોતાની કોઠાસૂઝ દર્શાવી રહ્યા છે. સુંદર અને કલાત્મક રાખડીઓ બાળકોએ બનાવ્યા બાદ તેને લઈને કમાણી કેમ કરાય તે પણ પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

author img

By

Published : Aug 5, 2021, 7:34 PM IST

અંકુર મંદબુદ્ધિ શાળાના બાળકો રાખડી બનાવીને મેળવી રહ્યા છે રોજગારી
અંકુર મંદબુદ્ધિ શાળાના બાળકો રાખડી બનાવીને મેળવી રહ્યા છે રોજગારી
  • રાખડીઓ દ્વારા માનસીક અસ્વસ્થ બાળકોને આપવામાં આવે છે રોજગારીની તક
  • અંકુર મંદબુદ્ધિ શાળાના બાળકોને કરાઈ રહ્યા છે સમાજમાં પુનઃ સ્થાપિત
  • મંદબુદ્ધિ શાળામાં હાલમાં 57 બાળકો બનાવી રહ્યા છે અવનવી રાખડીઓ

ભાવનગર : સમાજમાં રહેતા દરેક સામાન્ય વ્યક્તિ સાધારણ રીતે પોતાનું જીવન જીવી શકે છે, પરંતુ જ્યારે અસાધારણ વ્યક્તિ એટલે માનસીક રીતે અસ્વસ્થ વ્યકિત પોતાનું સાધારણ જીવન જીવી શકતો નથી. સમાજમાં સામાન્ય વ્યક્તિઓ કરતા માનસીક અસ્વસ્થના ( Ankur Mandbuddhi school ) લોકો જ્યારે સામાન્ય વ્યક્તિ બનવાની કોશિશ કરે છે, ત્યારે સમાજનું ઉત્થાન થઈ રહ્યું છે, તેવું સાબિત થાય છે. ભાવનગરની માનસીક અસ્વસ્થ બાળકો ( Ankur Mandbuddhi school )એ સામાન્ય વ્યક્તિઓની કગારમાં આવવા રાખડી ( RakshaBandhan 2021 ) બનાવી રોજગારીની નવી તકો ઉભી કરતા શીખી રહ્યા છે.

આ પણ વાંચો: Rakshabandhan: રાજકોટમાં જોવા મળી ગોલ્ડ અને સિલ્વરની રાખડીઓ

માનસીક અસ્વસ્થ બાળકો બનાવે છે રાખડી

ભાવનગર શહેરમાં 40 વર્ષથી આ શાળા માનસીક અસ્વસ્થ બાળકોને સમાજમાં પુનઃ સ્થાપન કરવા માટે કાર્ય કરી રહી છે. આ શાળામાં હાલ 120 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અનેક બાળકોને સમાજમાં પુનઃ સ્થાપન કરવામાં શાળા સફળ બની છે, ત્યારે માનસીક અસ્વસ્થ બાળકોને આ પહેલા સામાન્ય જીવન જરૂરિયાતનું શિક્ષણ આપવામાં આવે છે, તે શિક્ષણ મળ્યા બાદ સમાજમાં સ્થાયી થવા માટે રોજગારીનું સ્ત્રોત ઉભું થાય તે માટે અલગ અલગ પ્રવૃતિઓ હેઠળ શિક્ષણ આપવામાં આવે છે. જેમાં અગરબત્તી, રાખડી બનાવવી જેવું પ્રશિક્ષણ આપવામાં આવે છે. હાલમાં આવતા રક્ષાબંધન પર્વ નિમિત્તે 57 જેટલા માનસીક અસ્વસ્થ બાળકો રાખડી બનાવવાનું કામ કરે છે.

અંકુર મંદબુદ્ધિ શાળા દ્વારા સરાહનીય કાર્ય

સમાજમાં સામાન્ય બાળકો જેવું જ્ઞાન અને કોઠાસૂઝ માનસીક અસ્વસ્થ બાળકોમાં હોતી હતી. જન્મથી આઈક્યું લેવલ ઓછું હોવાથી તેને બટન બંધ કરવા, શર્ટ પહેરતા,જમવા જેવી બાબતોનું પણ પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ બાળકોને તે શિક્ષણ આપ્યા બાદ શાળાના શિક્ષકો સમાજમાં સ્થાયી કરવા માટે અલગ અલગ પ્રવૃત્તિ કરાવે છે. જેમાં રાખડી બનાવવાનો પણ સમાવેશ કરવામાં આવે છે. અંકુર મંદબુદ્ધિ શાળામાં હાલ મોટી સંખ્યામાં બાળકો રાખડીઓ બનાવી રહ્યા છે. બાળકો દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓનું વેંચાણ પણ કરવામાં આવે છે. શાળાના શિક્ષકો સોશિયલ મીડિયા મારફત રાખડીઓ કેવી રીતે વેંચાણમાં મૂકી શકાય અને કેવી રીતે રોજગારી મેળવી શકાય, તેનું જ્ઞાન પણ બાળકોને આપી રહ્યા છે.

આ પણ વાંચો: Raksha Bandhan 2021: સુરતમાં 2500 થી લઇ 5 લાખ રૂપિયા સુધીની રાખડીઓની માંગ

માનસીક અસ્વસ્થ બાળકનું સમાજમાં પુનઃ સ્થાપન

માનસીક અસ્વસ્થ બાળકને મોટું કરનાર માતા પિતાની સ્થિતિ જરૂર ખૂબ જ મુશ્કેલીભરી બની જાય છે. આ સ્થિતિમાં નાનો એવો વ્યવસાય પણ માનસીક અસ્વસ્થ બાળકને પુખ્ત વયના બન્યા બાદ જીવન જીવવાનો ટેકો બને છે, તેવા હેતુથી આવા બાળકોનો વિકાસ અંકુર મંદબુદ્ધિ જેવી શાળાઓ ક્યાંક સમાજનું ઋણ અદા કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.