ETV Bharat / city

ભાવનગરમાં માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની અદ્ભૂત કલા - PAINTING

અંકુર શાળા માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોને સમાજમાં સ્થાપિત કરવાનું કામ કરે છે. બોડી સ્કિલથી લઈને સામાન્ય માણસની જીવન જીવવાની રીત શીખવવી પડી રહી છે તેવા બાળકોએ પેન્સિલના સહારા વગર કલા પાથરી છે. ફેસબુકની લાઈક કે વોટ્સએપની વાહની અપેક્ષા વગર માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની કલ્પના 3 ચિત્રોમાં જોવા મળી છે.

ભાવનગરમાં મંદબુદ્ધિના બાળકોની અદ્ભૂત કલા

author img

By

Published : Mar 15, 2021, 7:11 AM IST

Updated : Mar 16, 2021, 11:31 AM IST

  • સમાજની સામાજિકતાથી બેખબર માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની પેન્સિલ વગર કલા
  • ફેસબુકની લાઇન કે વોટ્સએપની વાહની અપેક્ષા વગર કળા કોતરી
  • અંકુર શાળામાં માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોએ કલાકોમાં બનાવેલા ચિત્રોનું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું
    ફેસબુકની લાઇન કે વોટ્સએપની વાહની અપેક્ષા વગર કળા કોતરી

ભાવનગર: અંકુર શાળા બાળકોને સમાજમાં સ્થાપિત કરવાનું કામ કરે છે. બોડી સ્કિલથી લઈને સામાન્ય માણસની જીવન જીવવાની રીત શીખવવી પડી રહી છે તેવા બાળકોએ પેન્સિલના સહારા વગર કલા પાથરી છે. ફેસબુકની લાઈક કે વોટ્સએપની વાહની અપેક્ષા વગર માનસિક ક્ષતિગ્રસ્તના બાળકોની કલ્પના 3 ચિત્રોમાં જોવા મળી છે. જેને શિક્ષકોએ એક કલાકાર તરીકે જોવા અપીલ કરી હતી.

સમાજની સામાજિકતાથી બેખબર મંદબુદ્ધિના બાળકોની પેન્સિલ વગર કલા

ભાવનગરની ક્લાસંઘ સંસ્થા અને અંકુર માનસિક ક્ષતિગ્રસ્ત શાળાના સહયોગથી ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું

જન્મજાત મળેલી માનસિક બીમારીથી પીડાતા બાળકો જ્યારે રંગબેરંગી કલરથી કળાને ચિતરે ત્યારે જરૂર ઈશ્વર નીચે આવીને પોતાની કળા કરી ગયો છે તેવું લાગે છે. ભાવનગરની ક્લાસંઘ સંસ્થા અને અંકુર માનસિક ક્ષતિગ્રસ્ત શાળાના સહયોગથી ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. 30 બાળકોએ 3 કલાકમાં પેન્સિલના સહારા વગર સીધા બ્રશ અને કલરના સથવારે ચિત્રો બનાવ્યા હતા. જેનું પ્રદર્શન 3 દિવસ જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

આ પણ વાંચો: જામનગરમાં દિવ્યાંગ બાળકોએ બનાવ્યા અદભૂત દીવડા

શિક્ષકો બાળકોને ભાઈ, બહેન અને માતાપિતા સાથેના વ્યવહારની શિક્ષા પ્રદાન કરે છે

માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોને જમવાની, પાણી પીવાની, કપડાં પહેરવાની કે બટન પણ બંધ કરવા સુધીની સમજ હોતી નથી. ત્યારે શિક્ષકો સમાજમાં પ્રાથમિક રીતે વ્યવસ્થિત રહેવા સવારે ઉઠવું, ઉઠીને બ્રશ કરવું, બ્રશ બાદ સ્નાન કરવું અને કપડાં સ્વચ્છ પહેરવા અને તેના બટન બંધ કરવા સુધીનું પ્રાથમિક શિક્ષણ આપે છે. બાદમાં બાળકોને ભાઈ, બહેન અને માતાપિતા સાથેના વ્યવહારની શિક્ષા પ્રદાન કરે છે. આમ બાળકો 7 વર્ષે કે 10 વર્ષે સામાન્ય સ્થાપિત થાય છે.

આ પણ વાંચો: અમદાવાદમાં મનો દિવ્યાંગ બાળકો માટે કરાયું ચિત્ર સ્પર્ધાનું આયોજન

અંકુર શાળામાં 140 વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે

અંકુર શાળામાં 140 વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે. દિવસની શાળામાં અભ્યાસ કર્યા બાદ તેમણે પોતાના ઘરે રહેવાનું હોઈ છે. શાળાના ટ્રસ્ટી માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની ચિત્રકલા જોઈને સ્તબ્ધ થઈ ગયા છે. શાળાના ટ્રસ્ટી હાલ માત્ર શહેરના બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. આગામી દિવસોમાં તેઓ હવે જિલ્લાના બાળકો માટે પણ વ્યવસ્થા કરશે.

Last Updated : Mar 16, 2021, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.