ETV Bharat / city

ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, માતા-પુત્રનું મોત - RTO સર્કલ

વડલાથી નારી ચોકડી તરફનો સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માત સર્જાયો હતો. આ આકસ્માતમાં માતા પુત્રનું મોત નિપજયું હતું. બાઈક પર દંપતિ તેમના બાળક સાથે જઈ રહ્યા હતા, આ દરમિયાન ટ્રક ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.

after-removing-bump-an-accident-accrued-in-bhavnagar-two-died
ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, માતા-પુત્રનું મોત
author img

By

Published : Mar 8, 2020, 4:56 PM IST

Updated : Mar 8, 2020, 7:55 PM IST

ભાવનગરઃ શહેરના RTO સર્કલ એટલે વડલા સર્કલથી નારી ચોકડીના અંદાજીત 5 કિલોમીટર માર્ગ પર અકસ્માતને પગલે બમ્પ મુકાયા હતા, જે બાદ મનપાએ બમ્પ હટાવી દીધા હતા. આ બમ્પ હટાવ્યા બાદ વાહન ચાલકો બેફામ બની ગયા છે.

એક બાઈક ચાલકને પોતાની પત્ની અને બાળક સાથે આ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન તેની બાઈકને ટ્રક ચાલક હડફેટે લઈ ફરાર થઈ ગયો. આ અકસ્માતમાં માતા અને પુત્રનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતને કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, માતા-પુત્રનું મોત

મૂળ સિહોરના જીતેન્દ્રભાઈ મુકેશભાઈ ચૌહાણ તેમની પત્ની અને બાળક સાથે સિહોર તરફ જતા હતા, ત્યારે બપોરના સુમારે પાછળથી આવતા ટ્રકે જીતેન્દ્રભાઈના બાઈકને હડફેટે લીધું હતું. બાઈક હડફેટે લઈને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. જીતેન્દ્રભાઈના 25 વર્ષીય પત્ની હિરલબેન ચૌહાણનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તેમના બાળકને ઇજા થતા રિક્ષામાં ઝડપથી હોસ્પિટલ પહોંચી ગયા હતા. જો કે હિરલબેનનું મોત થયા બાદ 10 માસના દર્શનનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.

શહેરના અગાઉના અકસ્માતોને ધ્યાનમાં લઈને વડલા સર્કલથી નારી ચોકડી સુધી ગૌરવ પથ પર બમ્પ મુકાવવામાં આવ્યા હતા, પરંતુ મનપાએ આ બમ્પ હટાવતા થોભી ગયેલા અકસ્માતના સિલસીલાને ફરી શરૂ કર્યો છે. આજે એક દંપતી ખંડિત થયું છે, અને ભવિષ્યમાં બનાવો વધવાની દહેશત કેટલાક સામાજિક કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે. બમ્પ હટાવતાની સાથે બેફામ વાહન ચલાવનારાને ફરી મોકળું મેદાન મળી ગયું છે. મનપામાં બમ્પ માટે કોઈ અરજી દાખલ કરે તેવી રાહ જોઈ રહી છે.

Last Updated : Mar 8, 2020, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.