- IPCC ના રિપોર્ટ મુજબ ભાવનગર દરિયામાં સમાઈ જશે 2021ના અંત સુધી
- ગ્લોબલ વોર્મિંગના પગલે બરફ ઓગળ્યા બાદ સમુદ્રનું સ્તર વધવાથી સંકટ
- ભાવનગરનું નામ રિપોર્ટમાં હોવાથી ભૌગોલિક સ્થિતિ વિશે ETV BHARAT નો રિપોર્ટ
ભાવનગર : નાસા દ્વારા આવેલા IPCC રિપોર્ટ બાદ ભાવનગરની ભૌગોલિક અને દરિયાઈ સ્થિતિ શું છે, તેની ઝીણવટભરી તપાસ કરતાં ચિત્ર કાંઈક અલગ રીતે સામે આવી રહ્યું છે, ETV BHARAT એ સ્થાનિક વૈજ્ઞાનિક અને ઇતિહાસકારો પાસેથી તાલ મેળવવાની કોશિશ કરી અને IPCCના રિપોર્ટ મુજબ શું દરિયો ખરેખર ભાવનગરમાં 2.70 ફૂટ ઘુસી જશે ? આ બાબતે ચાલો જાણીએ ભૌગલીક સ્થિતિ અને ઇતિહાસ શું છે.
IPCC શું છે અને તેનો કર્યા રિપોર્ટે કહ્યું ભાવનગર ડૂબશે
ભાવનગર, કંડલા અને ઓખા ગુજરાતના આ ત્રણ શહેરોના સમુદ્રી તટમાં આગામી સમયમાં પાણીનો વધારો થશે તેવો રિપોર્ટ વિશ્વના બધા દેશોના વૈજ્ઞાનિકોની બનેલી IPCC કમિટી ( Intro Goverment Pannel For Climate Chanage)એ બહાર પડ્યો છે. જેમાં વિશ્વના 250 વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે અને 10 વર્ષે પૃથ્વી પરના તાપમાન વિશે આ કમિટી એક રિપોર્ટ જાહેર કરતી હોય છે. 7 ઓગસ્ટના રોજ IPCCએ રજૂ કરેલો AR-6 રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, સમુદ્રોની સપાટીમાં 6 ફૂટ જેવો વધારો થશે. જેથી ભાવનગર પણ ડૂબશે અને શહેરમાં 2.70 ફૂટ પાણી ઘુસી જશે. 1850માં પૃથ્વીનું તાપમાન 15 ડીગ્રી હતું, આ બાદ તેમાં 1.5 ટકાનો વધારો થતા 0.1 થી 3 મીટર પાણીનો વધારો સમુદ્રમાં થશે, કારણ કે ગરમીના પગલે એન્ટાર્ટિકા સહિતના પહાડોના બરફ ઓગળી રહ્યા છે. વૈજ્ઞાનિકોના મતે 2050 સુધીમાં પ્રદુષણ નિયંત્રણ નહિ થાય અને તાપમાનમાં ઘટાડો નહિ થાય, પૃથ્વીનું તાપમાન 2021માં 1.5 ડીગ્રી વધ્યું છે, તે આગામી 30 વર્ષમાં 5 ડિગ્રીએ પહોંચી શકે છે.
રિપોર્ટમાં ઝીણવટ ભરી તપાસની ઘટ છે? જાણો...
ભાવનગરની ભૌગલીક સ્થિતિ જોવા જઈએ તો ભાવનગરથી હાલમાં દરિયો 10 કિલોમીટર દૂર ગયો છે, ત્યારે મરિન સાયન્સના હેડ અને વૈજ્ઞાનિક એવા ઇન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું કે, IPCC કમિટીએ રજૂ કરેલા વિશ્વના બિન્દુઓ છે, તેમા ભાવનગરનું નામ છે. પરંતુ હકીકતમાં દરિયાઈ સપાટી કરતા ભાવનગર 26 મીટર ઊંચાઈએ છે, બીજી બાજુ દરિયો દૂર ગયો છે. IPCCએ ગૂગલ મેપમાં સર્ચ કરતા સમયે ઘોઘા અને ભાવનગર એક જ સ્થળે દેખાય છે, આથી તફાવત જોવા મળતો નથી. ઘોઘા, ધોલેરા અને વલભીપુર સુધી ફરી દરિયો આવી શકે છે. આથી, ભાવનગર માટે એવો કોઈ ખતરો નથી, પરંતુ દરિયાઇ સપાટીની સમકક્ષ રહેલા જમીની વિસ્તારમાં પાણી ઘુસી શકે છે અને ખંભાત અને નવસારી જિલ્લાને વધુ નુકસકાન જવાની શક્યતાઓ છે.
શું વર્ષો પહેલા ભાવનગરને ક્યાં સ્પર્શતો હતો દરિયો
ભાવનગરની હાલની ભૌગોલિક સ્થિતિ સમજવા જઈએ તો 250 વર્ષ પહેલાં વલભીપુર અને હાથબ બંદર હતું, પરંતુ 250 વર્ષ બાદ નદીના આવતા નિરથી દરિયો બુરાતો ગયો અને હાલમાં ભાવનગરથી 10 કિલોમીટરથી વધુ દૂર જતો રહ્યો છે, એક સમયે ભાવનગરના ખારગેટ વિસ્તાર સુધી દરિયાઓ આવતો હતો, પરંતુ તે પણ હવે 10 કિલોમીટર દૂર જતો રહ્યો છે, ત્યારે IPCC ના રિપોર્ટ પગલે ઇતિહાસકારોએ પણ સંભાવનાઓ વ્યક્ત કરતા કહ્યું છે કે, ભાવનગર તો ઊંચાઈ પર છે, પરંતુ દરિયો નજીક આવશે 10 કિલોમીટરમાંથી અંતર ઘટી શકે છે, જ્યારે ઘોઘા જેવા સમુદ્રની સપાટી વાળા ગામોમાં દરિયાનું પાણી ઘુસી શકે છે.