- શિક્ષકોની ક્ષમતા માપવા સરકારી શિક્ષણ તંત્રનું વધુ એક ડગલું પ્રશ્નોત્તરીનું
- શિક્ષણ સમિતિએ પ્રશ્નોત્તરીના નામે પરીક્ષા લેવાનો કરશો ઘડી નાખ્યો છે
- સાત પુસ્તકોનું વાંચન કરવું પડશે અને બાદમાં પ્રશ્નોત્તરીમાં આપવા પડશે જવાબ
ભાવનગર: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સરકારના શિક્ષકોની ક્ષમતા સામે ઉઠેલા સવાલનો હવે ક્યાંક માપવાની તૈયારીમાં હોઈ તેમ લાગી રહ્યું છે. શિક્ષણ સમિતિએ પ્રશ્નોત્તરીના નામે પરીક્ષા લેવાનો કરશો ઘડી નાખ્યો છે. સાત મહાપુરુષોના લખેલા પુસ્તકોનું શાળામાં કે ઘરે વાંચન કરવું પડશે. કારણ કે, આગામી દિવસોમાં શિક્ષણ સમિતિ તેના પર પ્રશ્નોતરી કાર્યક્રમ યોજશે અને શિક્ષકોની ક્ષમતાને માપશે. શિક્ષક સંઘે તૈયારી બતાવી છે અને કટાક્ષ કર્યો છે કે, જો પછી ભ્રમ ના ફેલાય અને જો ફેલાશે તો શિક્ષણ સમિતિ જવાબદાર રહેશે.
શિક્ષણ સમિતિએ સાત શ્રેષ્ઠ પુસ્તકો માટે પ્રશ્નોત્તરીનું કર્યું આયોજન પણ હેતુ શુ ?
ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિએ આગામી દિવસોમાં સરકારની નીતિ પર કામ કરતી હોય તેમ એક પ્રશ્નોત્તરીનું આયોજન કર્યું છે. શિક્ષણ સમિતિ દ્વારા સાત પુસ્તકોની પ્રશ્નોતરી રાખવામાં આવશે. જેમાં ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ, આ તે શી માથાકૂટ - ગિજુભાઈ બધેકા,બનગરવાડી - વ્યંક્ટેશ માંડગુળકર, દિવા સ્વપ્ન - ગિજુભાઈ, પાયાની કેળવણી- ગાંધીજી, મૂંઝવતું બાળક - હરભાઈ ત્રિવેદી, જ્યોત સદા જલે - હરીન્દ્ર દવે પુસ્તકોની પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષકોમાં વાંચન વધે અને શિક્ષણ ક્ષેત્રે ઘણું જાણી શકે તેવા હેતુથી પ્રશ્નોતરી રાખવામાં આવી છે. મતલબ સાફ છે કે, સરકાર શિક્ષકોની ક્ષમતા માપવા માંગે છે અને તેનો ક્યાંક આ એક ભાગ છે.
હજુ સરકારને ક્ષમતા માપવી જ હોય તો ભલે માપે અમે તૈયાર છીએ- શિક્ષક સંઘ
ભાવનગર મહાનગરપાલિકાની 55 શાળામાં 657 શિક્ષકો છે, આ શિક્ષકોને સાત પુસ્તકો આપવામાં આવ્યા છે. જેનું વાંચન તેમને કરવાનું છે અને બાદમાં આગામી 10થી 15 દિવસમાં એક ક્વીઝ એટલે કે પ્રશ્નોતરી જેવો કાર્યક્રમ ઘડવામાં આવશે. આ કાર્યક્રમમાં શિક્ષકે સાત પુસ્તકમાંથી પૂછવામાં આવતા સવાલનો જવાબ આપવાનો છે. એટલે કે શિક્ષકની પરીક્ષાનું આયોજન ઉલટા કાન પકડાવીને શિક્ષણ સમિતિએ કર્યું છે. જેના જવાબમાં શિક્ષક સંઘે જણાવ્યું છે કે, પ્રશ્નોતરી સ્વીકાર્ય છે સરકાર માપવા જ માંગે છે તો પછી માપી લે. જો કે, શિક્ષકોએ તો અગાઉ પણ આ પુસ્તકોનું જ્ઞાન મેળવ્યું છે જ. હજુ સરકારને ક્ષમતા માપવી જ હોય તો ભલે માપે અમે તૈયાર છીએ.
શિક્ષણ સમિતિ દ્વારા ઘડવામાં આવતા કાર્યક્રમો શિક્ષકની ક્ષમતા માપવાના છે
ભાવનગર નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં સરકારે આઠ કલાક શિક્ષકોની ક્ષમતાની સામે સવાલ ખડો કરીને ફરજીયાત કરી દીધી છે, ત્યારે હવે સ્થાનિક કક્ષાએ શિક્ષણ સમિતિ દ્વારા ઘડવામાં આવતા કાર્યક્રમો શિક્ષકની ક્ષમતા માપવાના છે. તે ભાવનગરના યોજાયેલા પ્રશ્નોતરી કાર્યક્રમ પરથી ખબર પડે છે. સરકારમાં બેઠેલા નેતાઓએ તો નિર્ણય લઈ લીધો પણ હવે સ્થાનિક તંત્ર અને શિક્ષક સંઘ આમને સામને થઈ ગયું છે, જેની ગંભીર અસરો પણ દર્શાવવા લાગી છે.