- મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગમાં 53 કામોને બહાલી
- સ્મશાનના લાકડા માટે રૂ. 1 લાખ ફાળવાયા
- પાણીનો સંગ્રહ અને અન્ય LTC ના કામોને પણ બહાલી
ભાવનગર: ગુરૂવારે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં 54 કામો પૈકી 53 કામોને બહાલી આપવામાં આવી છે. અધ્યક્ષ સ્થાનેથી ચાર કામોને લેવામાં આવ્યા હતા. જેમાં વોર્ડની મિલકતોનો સર્વે ઈસરો દ્વારા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તેમજ સ્મશાનમાં લાકડાના જથ્થા માટેની વ્યવસ્થા પાછળ રૂ. 1 લાખની ફાળવણી કરવામાં આવી છે. કમિશ્નર એમ. એ. ગાંધી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરુ ધામેલીયાના અધ્યક્ષ સ્થાનેથી 54 કામોને હાથ પર લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ગ્રાન્ટ હેઠળ રોડ સહિત કર્મચારીના LTC ના કામોને બહાલી આપવામાં આવી હતી.
53 કામો પૈકી અધ્યક્ષ સ્થાનેથી 4 કામો અગત્યના
ભાવનગરની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 53 કામોને બહાલી આપવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ સ્થાનેથી ચાર કામોને બહાલી આપવામાં આવી, જેમાં ખાસ કામ મેયર કચેરીમાં રાણાભાઈનું એક્ટેશન જ્યારે બીજુ ઈસરો દ્વારા દરેક વોર્ડનો સર્વે કરવાનો નિર્ણય કરવામાં આવ્યા છે. સર્વેમાં બિલ્ડીંગનો કી નમ્બર આપવામાં આવશે એટલે ભરપૂર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકાશે. આ સાથે ત્રણ સ્મશાન માટે કામગીરી હાથ ધરવામાં આવશે તો ગોરડ જેવા સ્મશાન માટે એક લાખ લાકડા માટે ફાળવવામાં આવ્યા છે.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એજન્ડાના અધ્યક્ષ સ્થાન સિવાયના કામોને મંજૂરી મળી હતી. રૂ. 9 કરોડની નાણા પંચની ગ્રાન્ટમાંથી જેમાં વોટર હારવેસ્ટિંગ,પાણી અને અન્ય કર્મચારીના LTC ના કામોને બહાલી આપવામાં આવી હતી. તો જુના વાહમોને સ્ક્રેપમાં મોકલવા અને નવા અને ભાડાના દરેક વાહનોમાં GPS લગાડવામાં આવશે જેમાં અધિકારીની ગાડીઓનો સમાવેશ થાય છે ATWS હેઠળની દુકાનોના નિકાલ માટે મંજૂરીઓ આપી દેવામાં આવી છે.