- વહેલી સવારે જૂનાગઢના માર્ગ પર સર્જાયો અકસ્માત
- રોડ પર ઊભેલી ST બસ પાછળ બાઇક સવાર અથડાતા થયો અકસ્માત
- અકસ્માતમાં બે યુવકો અને એક આધેડને થઈ ઈજા
જૂનાગઢ: આજે વહેલી સવારે જૂનાગઢ શહેરમાં ST બસની પાછળ બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 યુવક અને એક આધેડને ઇજાઓ થતાં ત્રણેય ઈજાગ્રસ્ત વ્યક્તિઓને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ જૂનાગઢ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર આવીને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો તેમજ ઈજાગ્રસ્ત ત્રણ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: બેકાબૂ ટેમ્પોએ ફૂટપાથ પર સૂઇ રહેલા 3ને કચડી નાખ્યા
રોડ પર ઊભેલી ST બસ પાછળ બાઈક ચાલકો અથડાયા
અંબાજી માંગરોળ રૂટની ST બસ વહેલી સવારે જૂનાગઢ શહેરમાં પ્રવેશતા બસમાંથી પ્રવાસીઓ ઉતરી રહ્યા હતા. જ્યારે કેટલાક પ્રવાસીઓ તેમનો સામાન પરત મેળવી રહ્યા હતા. ત્યારે રાજકોટ તરફથી પૂરપાટ ઝડપે બાઇક હંકારીને આવી રહેલા ડબલ સવારી બાઇક ચાલકે રોડ પર સાઈડમાં ઉભેલી ST બસ પાછળ પોતાનું બાઇક અથડાવતા તેમાં બંને બાઇક સવારની સાથે સામાન ઉતારી રહેલા એક આધેડને પણ ઈજા થઈ હતી. અકસ્માતમાં ઈજા પામેલા ત્રણેય વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડીને પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો તેમજ વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: જુનાડીસા પાસે ગ્રામ્ય વિકાસ કમિશ્નરને નડ્યો અકસ્માત