- ભાવનગર જિલ્લા જેલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે રસીકરણ
- ભાવનગર જિલ્લા જેલમાં 3 કેદીઓ કોરોનાથી સ્વસ્થ થયા
- કુલ 502માંથી 210 કેદીઓનું રસીકરણ થયું
ભાવનગર: જેલમાં આવેલા 502 કેદીઓમાંથી 3 કેદીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા જેઓ 10 દિવસમાં સ્વસ્થ બની પરત ફર્યા છે. ત્યારે હાલમાં છેલ્લા બે દિવસમાં વેક્સીનેશનને જોર આપવામાં આવ્યું છે. 502 પૈકી 210 કેદીઓને વેક્સીન અપાઈ ચૂકી છે અને આગામી દિવસોમાં અન્યને પણ આપવામાં આવનાર છે.
જિલ્લા જેલમાં કુલ પોઝિટિવ કેદીઓ
ભાવનગર જિલ્લા જેલ શહેરના મધ્યભાગ સર ટી હોસ્પિટલ નજીક આવેલી છે. જિલ્લાની જેલમાં કુલ 502 કેદીઓ છે તે પૈકી એક કેદી સંક્રમિત થતાં સારવાર હેઠળ છે જ્યારે 10 દિવસ અગાઉ 3 કેદીઓ પોઝિટિવ આવતા સમરસ હોસ્ટેલમાં સારવારમાં ગયા હતા અને સ્વસ્થ થઈને પરત ફર્યા છે. જો કે જેલમાં કેદીની સંખ્યા પ્રમાણે જોઈએ તો સંક્રમણ દર નહિવત છે.
જેલમાં પોઝિટિવ કેદી આવ્યા બાદ વેક્સીનેશન શરૂ
ભાવનગરની જિલ્લાની જેલમાં 502 કેદીઓ છે તેમા 3 કેદીઓ કોરોનાને માત આપી ચુક્યા છે અને પરત ફર્યા છે એવામાં જિલ્લા જેલમાં બે દિવસથી વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યું છે જેલમાં 502 પૈકી 104 કેદીને અને બીજા દિવસે 106 કેદીને આમ 210 કેદીઓને વેક્સીન આપી દેવામાં આવી છે અને હજુ બાકી કેદીઓને પણ આગામી દિવસમાં વેક્સીન આપવામાં આવનાર છે તેમ જિલ્લા જેલના જેલર બી સી સોલંકીએ જણાવ્યું હતું.
જેલમાં નવા આવતા કેદીને કોરોનાને કારણે અલગ રખાય છે
જિલ્લા જેલમાં જિલ્લાના તંત્ર દ્વારા નવા કેદીઓ માટે વ્યવસ્થા અલગ કરવામાં આવી છે જિલ્લા જેલના જેલર બી સી સોલંકીએ જણાવ્યું હતું કે જેલમાં નવા આવતા કેદીને પણ કવોરેન્ટાઈન કરવામાં આવે છે નવા આવતા કેદીઓઅંતે અલગ બેરેક રાખવામાં આવ્યા છે જેમાં 10 દિવસ કવોરેન્ટાઈન કરીને બાદમાં અન્ય યાર્ડમાં આવેલા બેરેકમાં બીજા કેદીઓ સાથે રાખવામાં આવે છે એટલે સંક્રમણ જેલમાં ફેલાય નહિ.