ETV Bharat / city

ભાવનગર જિલ્લામાં 20 ટકા વરસાદની હજુ ઘટ, જાણો ડેમમાં પાણીની સ્થિતિ - વરસાદ

ભાવનગરમાં ભાદરવો ભરપુરની કહેતી સાચી પાડતાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ રહી છે. મેઘરાજાની મહેરથી ખેતીના પાકને ફાયદો થયો છે પરંતુ હવે પાછોતરો વરસાદ વધી જવાથી ખેડૂતોના પાક માથે ભય પણ ઉભો થયો છે. મોસમનો કુલ 80 ટકા વરસાદ નોંધાયો છે. પાછોતરો વરસાદ ટૂંકાગાળામાં 40 ટકા સુધી નોંધાતા પાણીની કમી દૂર થઈ છે પરંતુ પાકતા પાક પર ચિંતાના વાદળો ઘેરાયાં છે

ભાવનગર જિલ્લામાં 20 ટકા વરસાદની હજુ ઘટ, જાણો ડેમમાં પાણીની સ્થિતિ

author img

By

Published : Sep 22, 2021, 5:02 PM IST

Updated : Sep 22, 2021, 5:20 PM IST

  • ભાવનગર જિલ્લામાં વધુ-ઓછા વરસાદની સ્થિતિ
  • સરેરાશ વરસાદમાં હજુ 20 ટકા વરસાદની ઘટ
  • પાકપાણી અને ડેમમાં પાણીની સ્થિતિ જાણો

ભાવનગરઃ શહેર અને જિલ્લામાં મોસમનો કુલ વરસાદ 79.64 ટકા નોંધાયો છે. જ્યારે વરસાદમાં ઘટની વાત કરીએ તો હજુ 20 ટકા વરસાદની ઘટ છે. જિલ્લામાં ખેતીને લાયક પાછોતરો વરસાદ થતાં પાક બચી ગયો હતો. 35થી 40 ટકા વરસાદ આવતાં પાક તો બચી ગયો, પણ હવે જો પાછોતરો વરસાદ આવે તો પાકતો પાક બગડવાની શક્યતા વધી ગઈ છે. બે તાલુકામાં વરસાદ 100 ટકા થતાં ત્યાં હવે વરસાદનું આગમન નુકશાનકારક બની શકે છે. જ્યારે ડેમોની સ્થિતિ ખૂબ સારી હોવાથી જોઈએ તેવો શિયાળુ પાક ખેડૂતો મેળવી શકશે તે નિશ્ચિત છે.

ભાવનગરમાં મોસમનો કુલ 80 ટકા વરસાદ નોંધાયો છે

વરસાદની વાત

ભાવનગર જિલ્લામાં 40 ટકા પાછોતરો વરસાદ થતાં 79.64 ટકા વરસાદ નોંધાયો

જિલ્લામાં હાલ સીઝનના 595 mm વરસાદ સામે 471 mm વરસાદ નોંધાયો

જિલ્લાના દસ તાલુકા પૈકી સિહોર,જેસર અને તળાજામાં સૌથી ઓછો 50 ટકા વરસાદ નોંધાયો

જિલ્લામાં 100 ટકા કરતા વધુ વરસાદ મહુવા અને ઘોઘા પંથકમાં નોંધાયો

જિલ્લામાં હવે સિઝનનો 20 ટકા વરસાદ બાકી પણ હવે વરસાદ આવે તો ખેતીને નુકશાની

શહેર જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ

ભાવનગર શહેર અને જિલ્લામાં જોઈએ તો દસ તાલુકામાં વરસાદ નોંધાયો છે. દસ તાલુકામાં થયેલા વરસાદમાં 100 ટકા વરસાદ બે તાલુકામાં નોંધાઇ ચૂક્યો છે. આ બે તાલુકા ઘોઘા અને મહુવા છે. જ્યાં વરસાદની ટકાવારી ઘોઘામાં 100.31 ટકા અને મહુવામાં 104.10 ટકા છે. જ્યારે સૌથી ઓછો વરસાદ દસ તાલુકામાંથી ત્રણ તાલુકા સિહોર, જેસર અને તળાજામાં નોંધાયો છે. આ ત્રણ તાલુકામાં જોઈએ તો જેસરમાં 50.07 ટકા, સિહોર 51 ટકા અને તળાજામાં 53.48 ટકા નોંધાયો છે અને ત્યાં હજુ 50 ટકા વરસાદની જરૂરિયાત છે.

પાછોતરો વરસાદ વધી જવાથી ખેડૂતોના પાક માથે ભય

હવે જોઈએ જરૂરિયાત કેટલી અને કેટલો વરસાદ વરસ્યો

વરસાદની ટકાવારી પ્રમાણે જોઈએ તો જિલ્લાને કુલ 595 % વરસાદની સીઝનની જરૂરિયાત છે ત્યારે હાલમાં સીઝનનો વરસાદ 79.64 ટકા નોંધાયો છે એટલે કે 471 mm વરસાદ નોંધાયો છે, જ્યારે 100 ટકા વરસાદમાં 20 ટકા વરસાદની ઘટ રહી છે.

તાલુકો જરુરિયાતવરસેલો વરસાદટકાવારી
ભાવનગર 689 mm684 mm 99.21 ટકા
ઉમરાળા 546 mm461 mm84.39 ટકા
વલભીપુર589 mm456 mm77.36 ટકા
ઘોઘા613 mm615 mm100.31 ટકા
પાલીતાણા587 mm454 mm77.31 ટકા
તળાજા567 mm303 mm 53.48 ટકા
સિહોર622 mm317 mm51.00 ટકા
ગારીયાધાર463 mm459 mm99.21 ટકા
મહુવા604 mm629 mm104.10 ટકા
જેસર679 mm340 mm50.07 ટકા

ખેતીના પાણી માટે ડેમોના પાણીનો ફાયદો

ભાવનગર જિલ્લામાં વરસાદ 79.64 ટકા નોંધાયો છે ત્યારે પાછોતરો વરસાદ અંતમાં આવતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. પાછોતરો વરસાદ 45 ટકા કરતા વધુ આવતા ખેતીના પાકને જીવતદાન મળ્યું પરંતુ હવે ચિંતા વધી છે. કારણ કે પાકતા પાકનો સમય સપ્ટેમ્બરનો હોય ત્યારે વરસાદની આગાહી અને વરસાદ આવવાથી નુક્શાનીનો ભય વધી ગયો છે. જિલ્લામાં કપાસનું 2 લાખ હેકટર કરતા વધુ વાવેતર છે જ્યારે 1 લાખ હેકટર કરતા વધુ મગફળીનું વાવેતર છે. જેને પગલે ખેડૂતોના પાકની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઉભો થયો હતો તે ક્યાંક કુદરતે હલ કરી દીધો છે. પરંતુ જે રીતે વરસાદ બંધ થવાનું નામ નથી લેતો તેના કારણે ચિંતા વધી ગઈ છે. જો કે વરસાદથી ડેમો ભરાઈ જતાં આગામી શિયાળુ પાક સારો લેવાશે તેવી આશા છે. હાલ 22 સપ્ટેમ્બરના રોજ જિલ્લાના ડેમોની સ્થિતિ નીચે મુજબ રહી છે.

ડેમ ઓવરફ્લો મીટરમાંહાલની સપાટી
શેત્રુંજી55.5355.53
રજાવળ56.75 55.35
ખારો54.1254.12
માલણ104.25104.00
રંઘોળા62.0561.35
લાખણકા44.2240.09
હમીરપરા87.0885.03
હણોલ90.0189.70
બગડ 60.4159.71
રોજકી99.0698.44
જસપરા40.25 31.45
પિંગળી51.0350.03

ભાવનગર શહેર જિલ્લામા સાત તાલુકામાં સારા એવા વરસાદથી જળાશયોમાં પણ નવા નીર આવ્યા છે. ત્યારે ખેડૂતોની ચિંતા ક્યાંક દૂર થતી જાય છે, કારણ કે સપ્ટેમ્બર માસના અંત બાદ મગફળી અને કપાસનો પહેલો ફાલ લેવામાં આવતો હોય છે. પાછોતરો વરસાદ ચિંતા કરાવી રહ્યો છે પણ શિયાળુ પાક સોના જેવો ચોક્કસ લઈ શકાશે તે નિશ્ચિત છે.

આ પણ વાંચોઃ ભાવનગરમાં બે દિવસના અસહ્ય બફારા બાદ મેઘરાજાની પધરામણી, ખેતી માટે પાણીની સમસ્યા દૂર થઈ

આ પણ વાંચોઃ શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં વરસાદથી પાણી આવક વધી, સપાટી 32 ફૂટ 10 ઈંચે પહોચી

Last Updated : Sep 22, 2021, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.