ETV Bharat / city

મેમકો પાસે લૂંટના ઇરાદે યુવકની હત્યા કરાઈ - અમદાવાદ પોલીસ

અમદાવાદ સ્માર્ટ સિટી છે અને સાથે-સાથે ક્રાઈમ સિટી બનવા તરફ જઈ રહ્યું છે. જેમાં શહેરના મેમકો પાસે એક વ્યક્તિનું બે શખ્સોએ લૂંટના ઇરાદે પથ્થર મારી ઈજાઓ કરતા સારવાર દરમિયાન આ વ્યક્તિનું મોત થતા હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ વ્યક્તિને બે શખ્સોએ આંતરીને તેઓની પાસે ઝપાઝપી કરી હતી અને જ્યારે વ્યક્તિ રોડ ઉપર પડી ગયા ત્યારે 300 રૂપિયાની લૂંટ કરી બે શખ્સો ફરાર થઈ ગયા હતા.

મેમકો પાસે યુવકને લૂંટી તેની હત્યા કરી
મેમકો પાસે યુવકને લૂંટી તેની હત્યા કરી
author img

By

Published : Apr 22, 2021, 11:00 PM IST

  • મેમકો પાસે યુવકને લૂંટી તેની હત્યા કરી
  • માત્ર 300 જેટલા રૂપિયા માટે યુવકની હત્યા કરી
  • પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ: નરોડા રોડ પર રહેતા વનિતા બહેન સાવરિયાના પતિ લેથ મશીનના કારખાનામાં નોકરી કરતા હતા. 18 એપ્રિલનાના રોજ તેઓના પતિ નોકરીએ ગયા હતા પણ સમય મુજબ પરત આવ્યા ન હતા. જેથી વનિતા બહેનને થયું કે, તેમના પતિ ઓવરટાઈમ કરવાના હશે અને તેમના પતિ સાડા આઠેક વાગ્યે પરત આવ્યા હતા. ત્યારે તેઓના માથામાં પાછળના ભાગે ઈજા થઈ હતી અને તેઓના માથામાંથી ખૂબ લોહી નીકળતું હતું. જેથી વનિતા બહેને તેઓને શું થયું તે બાબતે પૂછતાં તેમના પતિએ જણાવ્યું કે, થોડીવાર પહેલા આઠેક વાગ્યાના સમયે તેઓ ચાલતા-ચાલતા રેલવેના પાટા તરફથી ઘરે આવતા હતા તે વખતે ગણેશ એસ્ટેટ આગળ બે છોકરાઓએ તેમને રોક્યા હતા. તેમની પાસે પૈસાની માંગણી કરી હતી. જોકે તેઓએ પૈસા નહીં આપતા બન્ને છોકરાઓએ તેમની સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાનમાં એક છોકરાએ જમીન ઉપર પડેલો પથ્થર માથામાં મારી દીધો હતો.

પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

આ પણ વાંચો: જામનગરના ખોજા બેરાજા ગામમાં પરિવાર પર હુમલો કરી રૂપિયા 8 લાખથી વધુની લૂંટ

સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા

ત્યારબાદ તેમના પતિ બેભાન થઈ ગયા હતા. જેથી તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. વનિતાબહેનના પતિ દારૂ પિવાની ટેવવાળા હોવાથી તેઓ દારૂ પીને પડી ગયા હશે અને તેમની પાસે ખોટું બોલ્યા હશે તેવું વનિતાબહેનને લાગ્યું હતું અને તેમના પતિએ કોઈએ માર માર્યાની હકીકત હોસ્પિટલમાં જણાવી ન હતી. ત્યારબાદ વનિતાબહેનના પતિ સારવાર દરમિયાન સવારે મૃત્યુ પામ્યા હતા.

આ પણ વાંચો: મોરબીના પીપળી રોડ પર થયેલી લૂંટ મામલે ફરિયાદ નોંધાઈ

મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તપાસ શરૂ કરી

જેથી આ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તપાસ શરૂ કરી હતી. બાદમાં વનિતાબહેનને પાડોશીઓથી વાતોમાંથી વાત જાણવા મળી હતી કે, ગઈ 18મી તારીખના રોજ બે શખ્સોએ ચપ્પુ બતાવી એક વ્યક્તિને લૂંટી લીધો હતો અને બે શખ્સોના નામ દીપક ચાવડા અને વિશાલ હડીયલ છે. જેથી વનિતાબહેનને તેમના મૃતક પતિની વાત ઉપર ભરોસો બેસતાં તેઓએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી બન્ને આરોપીઓની ધરપકડ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.