'સોસાયટી ફોર ટેક્સ એનાલિસિસ એન્ડ રિસર્ચ' નામની સંસ્થાએ અરજદાર તરીકે રજૂઆત કરી છે કે, સી.જી.એસ.ટી એક્ટની કલમ 37ની પેટા કમલ 1 મુજબ જો ઇનવોઇસ કે, ડેબિટ નોટ અંગેની વિગતો સપ્લાયર દ્વારા અપલોડ ન કરવામાં આવી હોય, તો જે-તે વેપારીને 20 ટકાથી વધુ 'ઇનપુટ ટેક્સ ક્રેડિટ' મળી શકે નહીં. આ નવો નિયમ નાણા મંત્રાલય અને જી.એસ.ટી. વિભાગ દ્વારા ગત સપ્ટેમ્બર મહિનાથી લાગુ કરવામાં આવ્યો છે.
અરજદારની રજૂઆત છે કે, વેપારી સપ્લાયર વિગત અપલોડ ન કરે, તો તેની વિપરિત અસર વેપારી પર ન થવી જોઇએ. 'ઇનપુટ ટેક્સ ક્રેડિટ' 20 ટકા સુધી જ સિમિત કરવામાં આવશે, તો વેપારીને મળતા માર્જીનની રકમ પણ મળી શકશે નહીં. જેથી, અરજદાર આ નિયમ અને તેની હેઠળ જાહેર કરાયેલા પરિપત્રને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી રહ્યા છે. જેથી, હાઇકોર્ટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, GST કાઉન્સિલ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ અને GST નેટવર્કને નોટિસ પાઠવી 18 ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.