- કાયદાના વિદ્યાર્થીઓએ ઓફલાઈન પરીક્ષા સામે હાઇકોર્ટમાં અરજી કરી
- ગત વર્ષે પણ ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી હતી
- પરીક્ષા રદ કરવા અથવા મુક્ત કરવાની કરવાની માગ
અમદાવાદઃ એડવોકેટ કિશન ચકવવાલાએ ETV ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે તૈયાર છે. પણ હાલની પરિસ્થિતિને જોતાં ઓનલાઈન પરીક્ષા લેવી હિતાવહ છે. ગુજરાત યુનિવર્સિટી પાસે ઓનલાઇન પરીક્ષા લેવા માટે સંપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે તેથી તેમણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓનલાઇન પરીક્ષા લેવી જોઈએ અને ઓફલાઇન પરીક્ષા ટાળવી જોઈએ. આ પરીક્ષા ઓફલાઈન ન લેવાતા ઓનલાઇન લેવામાં આવે તે માટેની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી છે.
આ પણ વાંચોઃ ગુજરાત હાઇકોર્ટનો નિર્દેશ: BU પરમિશન અને ફાયર સેફટી ન હોય તેવા એકમો સામે લેવાશે પગલાં
આવતીકાલે વધુ સુનાવણી યોજાશે
મહત્વનું છે કે આવતીકાલે એટલે કે 3 જૂનના રોજ ગુજરાત હાઇકોર્ટમાં આ મુદ્દે સુનાવણી યોજવામાં આવશે. વધુમાં રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે 28 મે 2021ના રોજ ગુજરાત યુનિવર્સિટીએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને કાયદાના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા 10 જૂનથી વિવિધ તબક્કામાં લેવાશે તેવું જાહેર કર્યું છે. આમ, યુનિવર્સિટી મનસ્વી નિર્ણય વિદ્યાર્થીઓના આરોગ્યને જોખમમાં મુકી રહી છે.
આ પણ વાંચોઃ મહેસાણાની વિમલ ઓઈલ કંપનીના 678 કરોડ રૂપિયાના લોન કૌભાંડ મામલે 4 ડિરેક્ટર સામે CBIની ફરિયાદ