- 18 એપ્રિલ એટલે વિશ્વ હેરિટેજ દિવસ
- સ્વામિનારાયણ સંપ્રદાયનું સ્થાપિત પ્રથમ કાલુપુર મંદિર
- સહજાનંદ સ્વામીએ સ્થાપેલ સ્વામિનારાયણ સંપ્રદાયનું પહેલું મંદિર
અમદાવાદઃ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિરની કામગીરી ઐતિહાસિક તરીકે આગવી ઓળખ ધરાવે છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપનાનું પ્રથમ મંદિર છે. આ મંદિરમાં ખુદ ભગવાન સ્વામિનારાયણે પધરાવેલી શ્રી નર અને નારાયણ દેવની મૂર્તિ સ્થાપિત છે. આ મંદિરનું નિર્માણ પણ બ્રિટિશકાળમાં કરવામાં આવ્યું હતું. જેને લઇને આ મંદિર એ સ્વામિનારાયણ સંપ્રદાયનું બનેલું વિશ્વનું સૌપ્રથમ મંદિર છે.
બ્રિટીશ સરકારે આપી હતી જમીન ભેટમાં
સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ મંદિરના નિર્માણ માટેની જમીન, બ્રિટિશની શાહી સરકારે ભેટમાં આપી હતી. મંદિરના નિર્માણ માટે બ્રિટિશશાસકોએ 5000 એકર જમીન ભેટમાં આપી હતી. આ તીર્થસ્થળ બનાવવાનું કામ ભગવાન સ્વામિનારાયણ દ્વારા આનનાનંદ સ્વામીને વ્યક્તિગત રીતે સોંપ્યું હતું. જે શુદ્ધ બર્મા-સાગમાં જટિલ કોતરકામ સાથે શાસ્ત્રોક્ત ધારા મુજબ બાંધવામાં આવ્યું હતું. અને દેવતાઓની મુર્તી, શુભ પ્રતીકો અને ધાર્મિક ચિહ્નોને વર્ણનાત્મક ધર્મો અને ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરીને શિલ્પ કલા દ્વારા બાંધવામાં આવ્યું હતું. આ મંદિરને ગુજરાત અને ભારતના સામાજિક-ધાર્મિક ઇતિહાસમાં મૂલ્યવાન સાંસ્કૃતિક વારસો માનવામાં આવે છે.
આ પણ વાંચો : ગઢડાના ઐતિહાસિક ગોપીનાથજી મહારાજને અન્નકૂટ ધરાવી ભક્તો માટે દર્શન ખુલ્લા મુકાયા
સહજાનંદ સ્વામીના દેખરેખ હેઠળ બન્યું છે મંદિર
ઈ.સ. 1822માં ભગવાન સ્વામિનારાયણ ભગવાન દ્વારા જ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને મંદિરની કામગીરી પણ તેમની દેખરેખમાં અને તેમના આશ્વાસન હેઠળ જ કરવામાં આવ્યું હતું. કાલુપુરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર એ શ્રી નરનારાયણદેવ ગાદીનું વડુંમથક છે. અહીં ખુદ ભગવાન સ્વામિનારાયણે પધરાવેલી શ્રી નર અને નારાયણ દેવની મૂર્તિ સ્થાપિત છે.