ETV Bharat / city

વિધાનસભા ચૂંટણીના 15 મહિના પહેલા કેમ વિદાય થયા વિજય રૂપાણી?

ગુજરાત વિધાનસભા ચૂંટણી થવામાં અત્યારે 15 મહિના બાકી છે અને બીજેપીએ અચાનક શનિવારના ચોંકાવનારો નિર્ણય લીધો. CM વિજય રૂપાણીએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું. આ રાજીનામાથી રાજનીતિના પંડિતો પણ ચોંકી ગયા. આખરે એક સ્થિર સરકારના CMને બીજેપીનું કેન્દ્રીય નેતૃત્વ કેમ બદલી રહ્યું છે? આ પાછળ અનેક કારણ છે.

વિધાનસભા ચૂંટણીના 15 મહિના પહેલા કેમ વિદાય થયા વિજય રૂપાણી?
વિધાનસભા ચૂંટણીના 15 મહિના પહેલા કેમ વિદાય થયા વિજય રૂપાણી?
author img

By

Published : Sep 11, 2021, 9:32 PM IST

Updated : Sep 11, 2021, 10:13 PM IST

  • વિજય રૂપાણીનું CM પદેથી રાજીનામું BJPની રણનીતિ કે અચાનક નિર્ણય?
  • વિજય રૂપાણી અને પાર્ટી સંગઠનમાં ઘણા દિવસથી મતભેદ ચાલતો હતો
  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ સાથે તાલમેલ નહોતો બેસતો
  • રૂપાણીના રાજીનામાની ચર્ચાઓ ઘણા દિવસોથી ચાલી રહી હતી

હૈદરાબાદ: ગુજરાતના CM વિજય રૂપાણીનું રાજીનામું એ બીજેપીની વિચારેલી રણનીતિ છે કે અચાનક નિર્ણય લેવામાં આવ્યો એ મોટો પ્રશ્ન છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ નિર્ણય અચાનક નથી આવ્યો. વિજય રૂપાણી અને પાર્ટી સંગઠનમાં ઘણા દિવસથી મતભેદ ચાલી રહ્યા હતા. બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ સાથે તેમનો તાલમેલ બેસતો નહોતો. આ મુદ્દે અમિત શાહે અનેકવાર હસ્તક્ષેપ કર્યો હતો. સૂત્રો પ્રમાણે 2021માં બીજેપીના નેતૃત્વએ રુપાણીની વિરુદ્ધ હાઈકમાન્ડને રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારની પકડ ઢીલી પડી રહી છે અને કામકાજને લઇને રૂપાણી સરકારની છાપ નબળી પડી રહી છે. રાષ્ટ્રીય સ્તર પર નહીં, પરંતુ ગુજરાતના રાજકારણમાં વિજય રૂપાણીના રાજીનામાની ચર્ચાઓ ઘણા દિવસોથી થઈ રહી હતી.

2007 અને 2012ની વિધાનસભામાં સૌરાષ્ટ્રની જવાબદારી સંભાળી

જૈન સમુદાયથી આવનારા વિજય રૂપાણીનો જન્મ 2 ઑગસ્ટ 1956ના રંગૂન (મ્યાંમાર)માં થયો હતો. 1960માં તેમના પિતા ભારત પાછા ફર્યા. 65 વર્ષના વિજય રૂપાણીએ 1971માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતા તરીકે પોતાની રાજકીય સફળ શરૂ કરી હતી. ઇમરજન્સી વખતે તેઓ જેલમાં પણ રહ્યા. 90ના દાયકામાં રૂપાણી બીજેપી સાથે જોડાયા અને Election Manifesto Committeeના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેમને 2007 અને 2012ની વિધાનસભામાં સૌરાષ્ટ્રની જવાબદારી આપવામાં આવી હતી, જેમાં તેમણે પાર્ટીને સફળતા અપાવી હતી. ત્યારબાદ પાર્ટીમાં તેમનું કદ વધતું ગયું. ત્યારબાદ તેઓ નરેન્દ્ર મોદી અને આનંદી બેન પટેલની સરકારમાં મંત્રી બન્યા.

5 વર્ષ પૂર્ણ કરનારા ગુજરાતના ગણ્યાં-ગાંઠ્યા મુખ્યપ્રધાનોમાં સામેલ છે રૂપાણી

2016માં અનામતની માંગને લઇને પાટીદાર સમાજે જોરદાર આંદોલન કર્યું. આનાથી આનંદી બેન સરકારની ઘણી બદનામી થઈ. ત્યારે કેન્દ્રીય નેતૃત્વએ રૂપાણીને સીએમ બનાવવાનો નિર્ણય કર્યો. 7 ઑગષ્ટ 2016ના વિજય રૂપાણી પહેલીવાર ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા. તેમના નેતૃત્વમાં પાર્ટીએ 2017ની ચૂંટણી લડી. બીજેપીનું પ્રદર્શન ઘણું સારું રહ્યું નહીં. ઘણી રસાકસી બાદ 182 સીટોવાળી વિધાનસભામાં બીજેપીએ 99 સીટો જીતીને સરકાર બનાવી. 26 ડિસેમ્બર 2017ના વિજય રૂપાણીએ બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 5 વર્ષ સુધી મુખ્યપ્રધાન રહેનારા ગુજરાતના ગણ્યા-ગાંઠ્યા નેતાઓમાં વિજય રૂપાણી સામેલ થઈ ચૂક્યા છે. જો કે તેમનો બીજો કાર્યકાળ પૂર્ણ ના થયો. નરેન્દ્ર મોદી અને માધવ સિંહ સોલંકી 5 વર્ષ સુધી સીએમ રહેનારા નેતાઓમાં સામેલ છે.

શું આ બીજેપીનો નવો પ્રયોગ છે?

બીજેપી ગુજરાત જ નહીં, અનેક રાજ્યોમાં હજુ સીએમ બદલવાનો પ્રયત્ન કરી રહી છે. અત્યારે હાલમાં જ ઉત્તરાખંડમાં સીએમ બદલાયા. તીરથ સિંહ રાવતને હટાવીને પુષ્કર સિંહ ધામીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. કર્ણાટકમાં યેદિયુરપ્પાને હટાવીને બસવરાજ બોમ્મઈવે સીએમ બનાવ્યા. હવે ગુજરાતનો વારો છે. આ પહેલા પણ ગુજરાતમાં ચૂંટણી પહેલાં મુખ્યપ્રધાવ બદલવામાં આવતા રહ્યા છે. રૂપાણી પણ 2016માં ત્યારે સીએમ બન્યા હતા, જ્યારે 2017માં વિધાસભા ચૂંટણી થવાની હતી. આ પહેલા નરેન્દ્ર મોદી પણ કેશુભાઈ પટેલનો કાર્યકાળ પૂર્ણ થતાં પહેલા મુખ્યપ્રધાન બન્યા હતા. નરેન્દ્ર મોદીએ સંગઠન અને સરકાર પર પોતાનો કંટ્રોલ બનાવી રાખ્યો. આ કારણે તેઓ પ્રધાનમંત્રી તરીકે પસંદ કરાયા બાદ સીએમ પદેથી હટ્યા.

ગુજરાતમાં પણ જૂથવાદનો શિકાર છે ભાજપ

ગુજરાત ભાજપમાં નેતા કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરે છે, પરંતુ અહીં સત્તામાં સતત બનાવી રાખવા માટે સ્થાનિક નેતાઓ પણ શક્તિશાળી છે. તેમની વચ્ચે ખેંચતાણ પહેલા પણ થઈ રહી છે. 1995માં કેશુભાઈ પટેલના જમાનામાં પણ શંકર સિંહ વાઘેલાએ વિદ્રોહ કર્યો હતો. ત્યારબાજ હજુરીયા અને ખજૂરીયા વિવાદ બાદ પટેલ સીએમ પદેથી હટ્યા. ત્યારબાદ સુરેસ મહેતા સીએમ બન્યા. જો કે ત્યારબાદ પણ વિવાદ થંભ્યો નહીં. નરેન્દ્ર મોદીના સીએમ બન્યા બાદ ગુજરાત બીજેપીમાં સ્થિરતા આવી હતી. હવે નરેન્દ્ર મોદીના કેન્દ્રમાં જતા હોબાળો વધ્યો છે.

શું વિધાનસભાની ચૂંટણી સમય પહેલા થશે?

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે પરિસ્થિતિને કાબૂમાં લીધા બાદ ભાજપ ત્યાં વહેલી વિધાનસભા ચૂંટણીની ભલામણ કરી શકે છે. અત્યારે ભાજપે સ્થાનિક ધારાસભ્યોના અસંતોષ અને વિરોધી લહેરને ઓછી કરવા માટે સીએમ બદલવાનો દાવ રમ્યો છે. 2022ની શરૂઆતમાં થનારી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને સફળતા મળે છે તો ગુજરાતમાં ચૂંટણી પહેલાં થઈ શકે છે. અત્યારે મુખ્યપ્રધાનની રેસમાં અનેક નામ ચાલી રહ્યા છે. નવા સીએમની રેસમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયા, કેન્દ્રીય મત્સ્ય તેમજ પશુપાલન મંત્રી પુરુષોત્તમ રુપાલા, ગુજરાતના ઉપ-મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટિલનું નામ સામેલ છે.

વધુ વાંચો: રાજીનામાંના 5 કલાકની કહાની: કાર્યક્રમો કલાકો પહેલા પુરા કર્યા

વધુ વાંચો: ગુજરાત વિધાનસભાના ફ્લોરની હાલની સ્થિતિ પર એક નજર

Last Updated : Sep 11, 2021, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.