ETV Bharat / city

બજેટ પર શું કહી રહ્યા છે શેર માર્કેટના એક્સપર્ટ જુઓ ખાસ અહેવાલ

કેન્દ્ર સરકારનાં નવા નાણાકીય વર્ષમાં બજેટને શેરબજારે વધાવી લીધું હોય તેમ આજે સેન્સેક્સમાં 2,314 પોઈન્ટનો ધરખમ ઉછાળો નોંધાયો હતો. મોટા ભાગનાં શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી.

બજેટ પર શું કહી રહ્યા છે શેર માર્કેટના એક્સપર્ટ જુઓ ખાસ અહેવાલ
બજેટ પર શું કહી રહ્યા છે શેર માર્કેટના એક્સપર્ટ જુઓ ખાસ અહેવાલ
author img

By

Published : Feb 1, 2021, 9:05 PM IST

  • આજના બજેટમાં શેર બજારમાં રોકાણકારોને ફાયદો થવાના એંધાણ
  • આજે બજેટના કારણે શેરબજારમાં તમામ શેરોમાં ઉછાળો જોવા મળ્યો
  • આજે શરૂવાતથી જ તેજીમાં રહ્યું શેરમાર્કેટ
  • રોકાણકારોને હવેની માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી થઈ શકે છે ફાયદો

અમદાવાદઃ કેન્દ્ર સરકારનાં નવા નાણાકીય વર્ષમાં બજેટને શેરબજારે વધાવી લીધુ હોય તેમ આજે સેન્સેક્સમાં 2,314 પોઈન્ટનો ધરખમ ઉછાળો નોંધાયો હતો. બેંક, ઓટોમોબાઈલ, ફાયનાન્સ, જેવા ક્ષેત્રોના શેરોની આગેવાનીમાં મોટાભાગનાં શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી. શેરબજારમાં આજે શરૂઆત જ ગેપઅપ રહી હતી. નવુ બજેટ સદીનું સૌથી શ્રેષ્ઠ બની રહેવાનો નાણાપ્રધાન નિર્મલા સીતારામને અગાઉ જ ઈશારો કરી દીધો હતો એટલે બજેટમાં આકર્ષક અને પ્રોત્સાહક જોગવાઈઓ રહેવાનો આશાવાદ વ્યક્ત થતો હતો.

1.75 લાખ કરોડની ડીસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટની દરખાસ્ત

શરૂઆતથી જ તેજીમાં રહેલું માર્કેટ છેવટ સુધી વન-વે તેજીમાં જ રહ્યું હતું. બજેટમાં નવા વર્ષ દરમિયાન સરકારી બેંકોમાં 20,000 કરોડની મૂડી આપવાની દરખાસ્ત આપવામાં આવતા તથા 1.75 લાખ કરોડની ડીસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટની દરખાસ્ત કરવામાં આવતા શેરબજાર ઝુમી ઉઠ્યું હતું. આવકવેરામાં કોઈ રાહતો આપવામાં આવી ન હોવા છતાં કેટલાંક ટેક્સ સુધારા લાગું કરવામાં આવ્યા હોવાથી તથા સ્વદેશીકરણ પર જોર મુકાતાં અને નવા કોઈ મોટા વેરા બોર્ડ લાદવામાં આવ્યા ન હોવાથી સારી અસર જોવા મળી હતી. શેરબજારમાં આજે તમામે તમામ શેરોમાં ઉછાળો નોંધાયો હતો. એનએસસીમાં 12,32 શેરો વધીને આવ્યા હતા, ત્યારે 517 શેરો નબળા હતા.

બજેટ પર શું કહી રહ્યા છે શેર માર્કેટના એક્સપર્ટ જુઓ ખાસ અહેવાલ

તેજીની આગેવાની બેંક શેરોએ લીધી

તેજીની આગેવાની બેંક શેરોએ લીધી હતી. ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સીસ બેંક, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક, પંજાબ નેશનલ બેંક, કોટક બેંક, સહિતના બેંક શેરોમાં જબરજસ્ત ઉછાળો નોંધાયો હતો. આ સિવાય બજાજ ફાઈનાન્સ, બજાજ ફીનસર્વ, બજાજ ઓટો, ટાટા મોટર્સ, ટાઈટન, એશીયન પેઈન્ટસ, સહિતના શેરો તેજી સુચવતા હતા. તેજી બજારે પણ ડો.રેડ્ડી, સીપ્લા, ટેક મહિન્દ્રા જેવા શેરો નબળા હતા. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેક્સ 23,14 પોઈન્ટ વધીને 48600 હતો. જે ઉંચામાં 48,759 થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નીફટી 646 પોઈન્ટ વધીને 14281 હતો. જે ઉંચામાં 14,333 હતો. બેંક નીફટી 2,523 પોઈન્ટના જોરદાર ઉછાળાથી 33,089 હતો. મીડકેપ ઈન્ડેક્સ 691 પોઈન્ટ વધીને 21,600 હતો.

બજેટ રોકાણકારો માટે સારું નીવડી શકે તેવી શક્યતાઓઃ બ્રિજેશ પરીખ

આજના બજેટના વિષય પર ફાઇનાન્સિયલ એક્સપર્ટ બ્રિજેશ પરીખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ વખતનું બજેટ રોકાણકારો માટે સારું નીવડી શકે તેવી શક્યતાઓ વધી રહી છે. કોરોનાના સમય પછી જ્યારે ઘણાં રોકાણકારોને નુકસાન ગયું હતું તેઓ હવે રિકવરી કરી શકશે તેમ જણાવ્યું હતું.

સારા પરિણામો મળવાની શક્યતાઓ

આ ઉપરાંત શેર માર્કેટની સાથે જ મ્યુચ્યુઅલ ફંડમાં પણ ફંડ સિલેક્ટ કરીને સારો અને લાંબા ગાળાનો ફાયદો મેળવી શકાય તેમ છે. શેર માર્કેટના બ્રોકર યગ્નેશ શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, બજેટ પાસે શેરબજારમાં રોકાણકારોને આશા હતી તે પ્રમાણે થયું છે અને આગામી દીવસોમાં સારા પરિણામો મળવાની શક્યતાઓ પણ વધી રહી છે. ફાયનાન્સ, બેન્કિંગ અને ટેક્સટાઇલ બિઝનેસના સેક્ટરમાં પણ આગામી દિવસોમાં માર્કેટ સારી રહી શકે છે. તેવું શેર બ્રોકરનું કહેવું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.