ETV Bharat / city

SAARCના સૅક્રેટરી જનરલ ઈસાલા રૂઆન વીરાકુન ગાંધી આશ્રમની વિઝિટર્સ બુકમાં શું સંદેશ લખ્યો? - Shraddhasuman

SAARC ( South Asian Association of Regional Cooperation )ના સૅક્રેટરી જનરલ ઈસાલા રૂઆન વીરાકુન ( Mr. ESALA RUWAN WEERAKOON )એ અમદાવાદના સાબરમતીમાં આવેલ ગાંધી આશ્રમની મુલાકાત લઈ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

ghandhi
SAARCના સૅક્રેટરી જનરલ ઈસાલા રૂઆન વીરાકુન ગાંધી આશ્રમની વિઝિટર્સ બુકમાં શું સંદેશ લખ્યો?
author img

By

Published : Aug 12, 2021, 12:59 PM IST

  • SAARCના સેક્રેટરી ગાંધી આશ્રમની મુલાકાતે આવ્યા
  • ગાંધી વિચાર જાણીને પ્રભાવિત થયા
  • વીરાકુને ગાંધી આશ્રમના ભાવિ પ્રયાસો માટે શુભકામના પાઠવી

અમદાવાદ : ઈસાલા રૂઆન વીરાકુન અને તેમના પત્નિ ક્રિશાંતિ વીરાકુ ( Mrs. KRISHANTI WEERAKOON ) ગાંધી આશ્રમમાં પધાર્યા ત્યારે તેમનું સુતરની આંટી પહેરાવીને અભિવાદન કર્યું હતું. કાર્તિકેય સારાભાઈએ સમગ્ર આશ્રમની વિસ્તૃત જાણકારી આપી ત્યારે આ દંપત્તિ પ્રભાવિત થયું હતું. ક્રિશાંતિએ જ્યારે વિશ્વશાંતિ, પર્યાવરણ, શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ જેવા વિવિધ મુદ્દાઓ અંગેના ગાંધીવિચારને જાણ્યા ત્યારે તે અત્યંત પ્રભાવિત થયા હતા.

વીરાકુને ગાંધીના સત્યાગ્રહને જાણ્યો

વીરાકુને વિઝિટર્સ બુકમાં લખ્યું હતું કે “આ મુલાકાત મને મહાત્મા ગાંધીના સત્યાગ્રહ અને માનવજાતના ઉદ્ધાર માટે કરેલા પ્રદાનની યાદ અપાવે છે.” વીરાકુને તેમના સંદેશમાં સાબરમતી આશ્રમને તેમના ભાવિ પ્રયાસો માટે શુભકામના પાઠવી હતી.

આ પણ વાંચો :વડાપ્રધાન આજે 'આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ'માં ભાગ લેશે

ઐતિહાસિક દાંડાયાત્રાની વિગતો જાણી

અતુલભાઈ પંડ્યાએ મહાનુભાવોને ગાંધીજીની આશ્રમની નિયમાવલી અંગે વાકેફ કર્યા હતા, જ્યારે અમૃતભાઈ મોદીએ ગાંધીજીની ઐતિહાસિક દાંડીયાત્રા અંગેની વિગતોથી મહાનુભાવોને માહિતગાર કર્યા હતા. આ મુલાકાત સમયે SAARC સૅક્રેટરિએટના ડાયરેક્ટર ચંચલ ચાંદ સરકાર તેમ જ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ(TCGL) ના એમ.ડી. જેનુ દિવાન ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.