અમદાવાદ: આવકવેરા વિભાગે ઈન્કમટેક્સ રિટર્ન ફોર્મમાં જરૂરી વધુ વિગતો માગી છે. જેમાં તમારી અન્ય સોર્સમાંથી થતી આવક પણ ફોર્મમાં દર્શાવવી પડશે. જેમ કે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ, તેનું વ્યાજ, શેરની ખરીદી, બોન્ડની ખરીદી, શેરનું બાયબેક, વિદેશી ચલણની ખરીદી, વિદેશી ટુર, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, રિઅલ એસ્ટેટમાં રોકાણ અને તેનાથી થતો લાભ, જો તમે 10 લાખ કરતાં વધુ રકમને સેવિંગ્સ ખાતામાં જમા કર્યા હોય તો તે, તેમ જ 10 લાખથી વધુની રકમનો સેવિંગ્સને કરંટ એકાઉન્ટમાંથી ઉપાડ, આ જરૂરી તમામ માહિતી હવે તમારે રિટર્ન ફોર્મમાં દર્શાવવી પડશે.
આવકવેરા રિટર્ન ફોર્મમાં કઈ નવી વધુ વિગતો દર્શાવવી પડશે? જાણો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિતીન પાઠક પાસેથી
આવકવેરાનું રિટર્ન ભરવાનો સમય આવ્યો છે, ત્યારે આવકવેરા વિભાગે આઈટીઆરમાં ફેરફાર કર્યા છે, અને રિટર્ન ફોર્મમાં વધુ વિગતો માગી છે. હવે તમે તમારી અન્ય માર્ગે થતી આવકને છુપાવી નહીં શકો. આપની અન્ય માર્ગે થતી આવક તમારે ઈન્કમટેક્સ રિટર્ન ફોર્મમાં દર્શાવવાની છે.