અમદાવાદમાં 24 કલાક પાણી પૂરું પાડવા માટેની રાજ્ય સરકાર દ્વારા સેટેલાઇટ વિસ્તરમાં પાયલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ પાયલોટ પ્રોજેકટ જ પૂર્ણ થયો નથી. વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, સ્થાનિક રહીશો દ્વારા સરકારને સહકાર આપવામાં આવતો નથી. જેને કારણે પાયલોટ પ્રોજેકટ પૂર્ણ થઈ શક્યો નથી.
પાયલોટ પ્રોજેકટ પૂર્ણ ન થવાના કારણમાં સ્થાનિકો સહકાર કેમ આપતા નથી? ત્યારે, સરકારે વિધાનસભાના ગૃહમાં જણાવ્યું હતું કે, પાયલોટ પ્રોજેકટને શરૂ કરવા આર.સી.સી. રોડ તોડવા જરૂરી છે. આ અંગે સોસાયટી સહકાર ન આપતી હોવાનો સરકારનો દાવો છે. જ્યારે અમુક રહીશો દ્વારા વોટર મીટરનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને કારણે પાયલોટ પ્રોજેકટ પૂરો થઈ શક્યો નથી. જ્યારે પાયલોટ પ્રોજેકટ અંતર્ગત 5367 વોટર મીટર લગાવવાની સામે ફક્ત 913 વોટર મીટર લગાવામાં આવ્યાં છે.
આમ, હવે રાજ્ય સરકાર દ્વારા જોધપુર વોર્ડના રહીશો સાથે બેસીને ચર્ચા કરીને તેમને સમજાવીને વોટર મીટર લગાવવાની વાત કરવામાં આવી છે. ટૂંક સમયમાં તમામ સ્થાનિકોને સમજાવીને કાર્ય પૂર્ણ કરવામાં આવશે.