- AMAમાં બનાવાઈ ઝેન ગાર્ડન અને કાઈઝેન એકેડેમી
- વડાપ્રધાન મોદીએ ગાર્ડનનું કર્યું ઈ-ઉદ્ઘાટન
- ઈન્ડો જાપાન ફેન્ડશીપ થશે મજબૂત
અમદાવાદ: અમદાવાદના IIMની સામે AMAમાં જાપાનીઝ ઝેન ગાર્ડન બનાવવામાં આવ્યું છે. ઝેન એટલે ધ્યાન અને કાઈઝેન એટલે સતત શ્રેષ્ઠતા તરફ જવું. ઝેન ગાર્ડન એ ટુરિસ્ટ સ્પોટ નહી, પરંતુ ઈન્સ્પીરેશનલ સ્પોટ બનશે. ગુજરાતના લોકોને જાપાનીઝ આર્કિટેકચર, ફિલોસોફી, ઈન્ટિરિયર, આર્ટ અને કલ્ચર જાપાનીઝ ઝેન ગાર્ડનમાં જોવા મળશે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં ઝેન ગાર્ડન અને કાઈઝેન એકેડમીનું કર્યું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન
અહિં જાપાનીઝ ઉત્સવ ઉજવાશે
જાપાનીઝ ગાર્ડનની સાથે કાઈઝેન એકેડમીની પણ સ્થાપના કરવામાં આવી છે. કાઈઝન હૉલમાં ઓડિયો અને વિઝ્યુલ પ્લેટફોર્મથી જાપાનીઝ કલ્ચર ફીલ કરી શકાશે, જે એકેડેમીમાં સમયાંતરે વિવિધ જાપાનીઝ ઉત્સવ અને એજ્યુકેશનલ પ્રોગ્રામ યોજવવામાં આવશે.
આ પણ વાંચો: જૂઓ, કેવું છે મોદી દ્વારા લોકાર્પણ પામેલું જાપાની ઝેન ગાર્ડન...
જાપાનના પ્રચલિત આકર્ષણો અમદાવાદમાં જોવા મળશે
જાપાનીઝ ગાર્ડનમાં અઝુમાયા-ટી સેરેમની જે જગ્યાએ થાય તેને અઝુમાયા કહે છે. તાકી વૉટરફોલ, તોરો, સોજી ઈન્ટિરિયર, થ્રીડી આર્ટ મ્યુરલ, કિમોનો સ્ક્રોલ, ફયુઝન ચબુતરો, નિહોંગા પેઈન્ટિંગ્સ, ત્સિકુબાઈ બેઝિન, રેડ બ્રિજ ગુઝી અને હ્રોગો દાઈબુત્સુ જેવા જાપાનના ખૂબ પ્રચલિત આકર્ષણો અહીં મુકવામાં આવ્યા છે.