ETV Bharat / city

અમદાવાદ: પોલીસ કેવી રીતે કરાવે છે કરફ્યૂનું પાલન, જુઓ વીડિયો - કરફ્યૂ પાલન

કોરોનાના કેસ વધતા તંત્ર દ્વારા અમદાવાદમાં 2 દિવસનો કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે કરફ્યૂનું પાલન કરાવવા અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને તે જાહેરનામા મુજબ પોલીસ દ્વારા કરફ્યૂનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.

કેવી રીતે કરાવે છે અમદાવાદ પોલીસ કરફ્યુનું પાલન: નિહાળો વીડિયો

author img

By

Published : Nov 21, 2020, 10:07 PM IST

  • અમદાવાદમાં 2 દિવસનો કરફ્યૂ
  • પોલીસ કરાવી રહી છે કરફ્યૂ પાલન
  • 60 કલાક સ્ટેન્ડ બાય રહીને પોલીસ કરાવશે કરફ્યૂનું પાલન
  • તમામ ચાર રસ્તા પર પોલીસની ચેક પોસ્ટ

અમદાવાદઃ શહેરના મોટા ભાગના ચાર રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી રસ્તા પરથી પસાર થનાર વાહન ચાલક કે રાહદારી તમામ લોકોની પૂછપરછ કરવામાં આવે છે. તે બાદ જ આગળ જવા દેવામાં આવે છે. ઉપરાંત જો કોઈ વ્યક્તિ પાસે યોગ્ય કારણ ન હોય તો તેની વિરુદ્ધ પોલીસ દ્વારા એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તમામ ચાર રસ્તા પર પોલીસની ચેક પોસ્ટ
તમામ ચાર રસ્તા પર પોલીસની ચેક પોસ્ટ
  • તમામ પોલીસ સ્ટેશનમાં સતત પેટ્રોલિંગ શરૂ

શહેરના તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ સાથે રાખીને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પેટ્રોલિંગ દરમિયાન કોઈ વ્યક્તિ સોસાયટી કે રોડ ઉપર મળી આવે તો તેને સમજાવીને પણ પરત મોકલવામાં આવે છે. ઉપરાંત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયની દુકાન ખુલ્લી રાખવામાં આવી હોય તો તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે છે.

60 કલાક સ્ટેન્ડ બાય રહીને પોલીસ કરાવશે કરફ્યુ પાલન
  • લગ્નને લઈને પણ પોલીસ દ્વારા પરવાનગી આપવામાં આવી

લગ્ન પ્રસંગ કોઈ કરફ્યુના કારણે રોકાય નહીં તે માટે પણ પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક પોલીસની મંજૂરી બાદ લગ્ન પ્રસંગ થઈ શકે છે. જે વિસ્તારમાં લગ્ન હોય ત્યાં સ્થળ પર જઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે ને યોગ્યતા અનુસાર 200 માણસ સુધી પરવાનગી આપવામાં આવે છે. તેવી જ રીતે મરણમાં 20 વ્યક્તિઓની મંજૂરી આપવામાં આવી છે.

  • બે શિફ્ટમાં ફરજરત છે પોલીસ જવાન

શહેરમાં કરફ્યુ નું પાલન કરાવવા અમદાવાદ પોલીસ કટિબદ્ધ છે, અગાઉ જ્યારે લોકડાઉન હતું ત્યારે પણ અમદાવાદ પોલીસે દિવસરાત ખડેપગે રહીને ફરજ બજાવી હતી. તે રીતે અત્યારે પણ પોલીસ દ્વારા 2 શિફ્ટમાં નોકરી કરીને ફરજ બજાવવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.